________________
૨૦
પ્રતિમાશતક ભાગ-૩ નવપરિડા/ ગાથા-૬૯ નિમેન ... – નિયમથી ગીતાર્થનિષિદ્ધ પ્રતિપ્રતિરૂપ છે.
તાર્થનિષિદ્ધપ્રતિપત્તિરૂપાનો સમાસ બતાવે છે –
ગીતાર્થ વડે નિષેધ કરાયે છતે અકરણઅભ્યપગમરૂપ પ્રતિપતિ=ગીતાર્થ જ્યારે નિષેધ કરે ત્યારે તે પ્રવૃત્તિ નહીં કરવાનો સ્વીકાર કરે, તેવી સ્વમતિવિકલ્પથી શુદ્ધ પણ ઉસૂત્રપ્રવૃત્તિ, તેના વડે જે જણાય છે, તે ગીતાર્થનિષિદ્ધ પ્રતિપત્તિરૂપ છે. - સ્વમતિવિકલ્પથી શુદ્ધ ઉત્સુત્ર પ્રવૃત્તિ પણ નિયમથી ગીતાર્થનિષિદ્ધ પ્રતિપત્તિરૂપ હોવાને કારણે કેવી છે, તે સ્પષ્ટ કરે છે –
નવરં.... પ્રકૃતિવાચ ફક્ત તે પ્રવૃત્તિ અનભિનિવેશરૂપ હેતુથી લિરનુબંધ અનુબંધકર્મરહિત છે; કેમ કે અપુનઃકરણ છે અને પ્રજ્ઞાપનીયપ્રકૃતિપણું છે. ical ભાવાર્થ -
અતીન્દ્રિય પદાર્થમાં સર્વજ્ઞનું વચન જ પ્રમાણ છે અને સર્વજ્ઞના વચનાનુસાર કરાયેલી પ્રવૃત્તિથી જ વિરતિભાવ વર્તે છે. પરંતુ જે સાધુ ભગવંતો સ્વમતિવિકલ્પથી કોઈ પ્રવૃત્તિ શુદ્ધ છે તેમ માનીને, ગીતાર્થની નિશ્રા છોડીને શુદ્ધ ભિક્ષાદિરૂપ પ્રવૃત્તિ કરે છે, તે વિરતિભાવને બાધ કરે છે.
જોકે આવા સાધુને તે પ્રવૃત્તિ ઇન્દ્રિયોના વિષયના આકર્ષણથી નથી, તેથી સ્થૂલથી દેખાય કે તેમની તે પ્રવૃત્તિ વિરતિભાવવાળી છે, પરંતુ જે પ્રવૃત્તિમાં ભગવાનના વચનનું સ્મરણ ન હોય, અને ભગવાનના વચનના સ્મરણથી નિયંત્રિત પ્રવૃત્તિ ન હોય, તે પ્રવૃત્તિ ઉસૂત્રરૂપ છે, માટે તે પ્રવૃત્તિ વિરતિભાવનો બાધ કરે છે. અને તેથી આવી સ્વમતિવિકલ્પથી શુદ્ધ દેખાતી પ્રવૃત્તિ પણ તત્ત્વથી અશુદ્ધ છે; કેમ કે સર્વજ્ઞના વચનથી તે પ્રવૃત્તિ નિયંત્રિત નથી.
અહીં કોઈને પ્રશ્ન થાય કે, પ્રવૃત્તિ કરનારનો આશય તો વિરતિભાવનો જ હતો, અને વિરતિભાવનો ઉપાય આ જ પ્રવૃત્તિ છે, એવી બુદ્ધિથી તે સાધુ પ્રવૃત્તિ કરે છે, તેથી તે પ્રવૃત્તિને અશુદ્ધ કેમ કહી શકાય ? તેથી કહે છે –
અગીતાર્થ દ્વારા સુંદરબુદ્ધિથી કરાયેલું ઘણું પણ સુંદર હોતું નથી, આ પ્રકારનું વચન છે.
આશય એ છે કે, મોક્ષમાર્ગમાં સુંદર તે જ છે કે જે સર્વજ્ઞના વચનાનુસાર હોય, અને જે સાધુ ગીતાર્થ નથી, તે ભગવાનના વચનને ઉચિત રીતે જોડી શકતા નથી, અને પોતાની મતિથી આ સુંદર છે તેમ માનીને તેમાં પ્રવૃત્તિ કરે છે, આમ છતાં જે કાંઈ તેમની પ્રવૃત્તિ ભગવાનના વચનાનુસાર નથી, તે સુંદર નથી. માટે તેમની પ્રવૃત્તિ તત્ત્વથી અશુદ્ધ છે. માટે તેવા સાધુની સ્વમતિવિકલ્પથી કરાયેલી શુદ્ધ પણ પ્રવૃત્તિ ઉત્સુત્રરૂપ છે, અને તે વિરતિભાવને બાધ કરે છે.
- સ્વમતિવિકલ્પથી પ્રવૃત્તિ કરનારા પણ જેઓ પ્રજ્ઞાપનીય હોવાને કારણે કોઈ ગીતાર્થ પુરુષનો યોગ થાય અને તેમની તે પ્રવૃત્તિ અનુચિત છે તેમ સમજાવે, તો તેઓ પોતાની તે અનુચિત પ્રવૃત્તિ નહિ કરવાનો