________________
૨૩૦
પ્રતિમાશતક ભાગ-૩) સ્તવપરિક્ષા, ગાથા-૭૫
ઉપપત્તિ છે સંગતિ છે. અર્થાતુ પ્રતિજ્ઞાકાળે જે સંયમસ્થાન હોય છે, ત્યાર પછી તેના અભ્યાસથી અન્ય અન્ય સંયમસ્થાનો વૃદ્ધિમદ્ રૂપે પ્રાપ્ત થાય છે, તોપણ પ્રતિજ્ઞાકાળમાં જેમનું ચારિત્ર સ્કૂલના વગરનું છે, તેમનું પ્રતિજ્ઞાકાલીન સંયમ અને પાછળથી ઉપરના કંડકવાળું સંયમ બંને સમાન સર્વ પાપની નિવૃત્તિરૂપ જ છે, અને જે સાધુઓ અપ્રમાદભાવથી સંયમમાં યત્ન કરે છે, તેઓ પણ પરસ્પર પસ્થાનપતિત છે, એ પ્રમાણે શાસ્ત્રવચન છે. આમ છતાં હીન સંયમસ્થાનવાળા અને અધિક સંયમસ્થાનવાળા બંનેને સર્વ પાપથી નિવૃત્તિ સમાન રીતે છે. તે નીચેના સંયમસ્થાનમાં ઉપરના સંયમસ્થાનની યોગ્યતા સ્વીકારીને બંનેને સમાન કહી શકાય, અન્યથા નહિ.
આનાથી એ પ્રાપ્ત થાય છે, જે જીવ ઉપયુક્ત થઈને સંયમની પ્રતિજ્ઞા કરે છે, ત્યારે તેનામાં પાંચ મહાવ્રતોરૂપ મૂળગુણો આવિર્ભાવ પામે છે, અને ચારિત્રના સેવનથી ઉત્તરગુણની વૃદ્ધિ થતી જાય છે, અને અન્ય અન્ય સંયમસ્થાનની પ્રાપ્તિ થાય છે. અને તે સર્વ સંયમસ્થાન સર્વવિરતિરૂપ તુલ્ય છે તેમ ત્યારે જ કહી શકાય કે પ્રતિજ્ઞાકાળમાં જે ઉત્તરગુણો નિષ્પન્ન થયા ન હતા, તે પણ યોગ્યતારૂપે પ્રતિજ્ઞાકાળે છે, તેમ સ્વીકારીને ગ્રહણ કરવામાં આવે; અને તેથી એમ કહી શકાય કે, પ્રતિજ્ઞાકાળથી આજીવન તેનામાં સર્વવિરતિરૂપ સંયમસ્થાન છે. પરંતુ ઉત્તરગુણોને જો યોગ્યતારૂપે ન સ્વીકારવામાં આવે તો એમ કહેવું પડે કે, ઉત્તરમાં જે સંયમ છે, તેના કરતાં પૂર્વનું સંયમ ન્યૂન છે, તેથી પૂર્વમાં પૂર્ણ સર્વવિરતિ નથી તેમ માનવું પડે. વસ્તુતઃ સંયમ સ્વીકારવાથી માંડીને દઢ યત્ન કરનાર સાધુને સર્વવિરતિ છે, તેમ શાસ્ત્ર સ્વીકારે છે. માટે યોગ્યતારૂપે આગળનું સંયમસ્થાન ત્યાં છે, તેથી પ્રારંભમાં પણ સર્વવિરતિ છે તેમ કહી શકાય, અન્યથા નહિ.
વળી,આ જ રીતે ષસ્થાનપતિત સંયમવર્તી જીવો પ્રાપ્ત થાય છે, છતાં તે બધા સર્વવિરતિરૂપ પૂર્ણ સંયમવાળા છે, તે રૂપ તુલ્યપણાની ઉપપત્તિસંગતિ, તો જ સંગત થાય, કે જે સંયમસ્થાનના નીચેના કંડકોમાં રહેલા છે, તેઓ પણ યોગ્યતાથી અપ્રાપ્ત એવા શીલાંગની સંખ્યાવાળા છે. અને તેથી જ ઉપરના કંડકમાં રહેલા કે નીચલા કંડકમાં રહેલા બધા સર્વવિરતિરૂપ સંપૂર્ણ ચારિત્રમાં છે, એ પ્રકારના તુલ્યપણાની ઉપપત્તિ સંગતિ, થાય છે.
ઉપરમાં કહ્યું એ રીતે, યુક્તિથી યોગ્યતા વડે કરીને શીલાંગની સંખ્યા પૂરવાનું બતાવીને આગમના કથનની ઉપપત્તિ સંગતિ, પણ તે જ રીતે થઈ શકે છે, તે બતાવે છે –
જેમ – આગમમાં કહ્યું છે કે, સંયમસ્થાનમાં રહેલાઓને કૃતિકર્મ છે અને સંયમસ્થાનથી બહાર રહેલાઓને ભજના છે સંયમસ્થાનથી બહાર રહેલા હોય તેઓને કૃતિકર્મ કરવાનો નિષેધ છે, ક્વચિતુ અપવાદથી જ તેઓને વંદન કરવાનું વિધાન છે, તેથી ભજના=વિકલ્પ છે સંયમસ્થાનથી બહાર રહેલા સાધુને વંદન કરવામાં ઉત્સર્ગથી નિષેધ અને અપવાદથી વંદનની વિધિ એ રૂપ વિકલ્પ છે. જો યોગ્યતાથી પણ શીલાંગની સંખ્યા પૂરવામાં ન આવે તો ચંડરુદ્રાચાર્ય આદિ પણ પૂર્ણ શીલાંગવાળા નહિ હોવાથી બહારમાં પ્રાપ્ત થશે, અને તેથી અવંદનીય પ્રાપ્ત થશે, ફક્ત અપવાદથી તેવા પ્રકારના કારણવિશેષે વંદનીય માનવા પડે. પરંતુ શાસ્ત્રમાં તો તેઓ વંદનીય તરીકે માન્ય છે. તેની ઉપપત્તિ સંગતિ, યોગ્યતા વડે શીલાંગની સંખ્યા પૂરણ કરવાથી થાય છે.