________________
૨૩૧
પ્રતિમાશતક ભાગ-૩ / સ્તવપરિજ્ઞા / ગાથા-૭૫
આ=પૂર્વમાં કહ્યું કે, યોગ્યતા હોવાને કારણે શીલાંગની સંખ્યા પૂરણ કરવાથી તુલ્યપણાની સંગતિ થાય છે એ, એમાં અધિક ગ્રંથકારશ્રીએ બનાવેલ ગુરુતત્ત્વવિનિશ્ચય ગ્રંથથી જાણવું.
અથવા તો આ ઉત્સર્ગનો વિષય છે અર્થાતુ પ્રતિક્રમણ નામના સૂત્રમાં અઢાર હજાર શીલાંગધારીઓનો વંદનીય તરીકે જે નિર્દેશ છે, તે ઉત્સર્ગનો વિષય છે; અને ઉત્તરગુણહીનમાં પણ વંદનનો વ્યવહાર શાસ્ત્રસંમત છે, તે અપવાદનો વિષય છે.
આશય એ છે કે, વાસ્તવિક વંદનીય તે છે, કે જેમનામાં પરિપૂર્ણ અઢાર હજાર શીલાંગો હોય. તેથી ઉત્સર્ગથી પરિપૂર્ણ અઢાર હજાર શીલાંગધારી વંદનીય છે. આમ છતાં પણ કોઈક ઉત્તરગુણની હીનતાવાળા પણ શાસ્ત્રમાં વંદનીય તરીકે સંમત છે, તે અપવાદથી વંદનીય છે, અને સંયમસ્થાનથી બહાર રહેલાઓને જ્ઞાનાદિની વૃદ્ધિના માટે કારણિક વંદન કરવાનું છે.
આનાથી એ ફલિત થાય છે કે, પરિપૂર્ણ સંયમવાળા ઉત્સર્ગથી વંદનીય છે અને ઉત્તરગુણમાં હીન હોવા છતાં મૂળગુણમાં સ્થિર ભાવવાળા હોય તેવા સાધુઓ ઉત્સર્ગથી વંદનીય ન હોવા છતાં ગુણસંપન્ન છે, માટે અપવાદથી વંદનીય છે, અને સંયમસ્થાનની બહાર રહેલા પાર્થસ્થાદિ સાધુઓ જ્ઞાનાદિ પ્રાપ્તિના કારણ અર્થે અપવાદથી વંદનીય છે.
અહીં વિશેષ એ છે કે, મૂળગુણસ્થય વડે કરીને ચારિત્રવાળામાં ઉત્તરગુણ નહિ હોવા છતાં યોગ્યતાથી ઉત્તરગુણો સ્વીકાર્યા છે. અને તે રીતે વિચારીએ તો શ્રાવકમાં પણ સંયમની યોગ્યતા છે અને ભવ્યજીવો પણ જે મોક્ષમાં જવાના છે તેમનામાં પણ સર્વવિરતિની યોગ્યતા છે; કેમ કે તે ભવ્યજીવો જ સર્વવિરતિ પામશે. માટે તેવી યોગ્યતાને વિચારીએ તો મૂળગુણરહિત શ્રાવક કે ભવ્યજીવો અઢાર હજાર શીલાંગવાળા છે, તેમ માનવાની આપત્તિ આવે. માટે તેવી યોગ્યતા અહીં ગ્રહણ કરવાની નથી. પરંતુ જેમ કોઈ જીવને અમુક ગાથા ગોખવાની શક્તિ છે તેમ કહીએ ત્યારે, તે યોગ્યતા તત્કાળના પ્રયત્નથી ગુણ પ્રગટાવી શકે તેવી છે તે જ ગ્રહણ થાય છે; પરંતુ ભાવિમાં ચૌદ પૂર્વનું જ્ઞાન પ્રાપ્ત કરી શકે તેમ છે, માટે તેનામાં ચૌદ પૂર્વની યોગ્યતા છે, તેમ કહેવામાં આવતું નથી. તે રીતે પ્રસ્તુતમાં, જે સાધુઓ પાંચ મહાવ્રતમાં સ્થિરભાવવાળા છે અને આથી જ તે મહાવ્રતોને અનુકૂળ સંયમમાં પણ યત્નવાળા છે; આમ છતાં ક્વચિત્ અનાભોગથી કે સહસાત્કારથી કોઈક ઉત્તરગુણમાં સ્કૂલના પામે છે, વળી ત્યારે પણ તે અલના થયા પછી તેઓ પોતાની અલનાનું સ્મરણ કરે છે, નિંદા-ગર્તા દ્વારા તેનાથી નિવર્તન પામે છે અને તે અલિત થયેલા ઉત્તરગુથ્રોનું પ્રતિસંધાન કરે છે, તે સાધુઓમાં યોગ્યતારૂપે તે ઉત્તરગુણો રહેલા છે.
જ્યારે શ્રાવક તો અવિરતિના પરિણામવાળો હોવાથી માત્ર અઢાર હજાર શીલાંગની અભિલાષા કરી શકે, પરંતુ ઉપયોગના પ્રતિસંધાન દ્વારા તે શીલાંગોના પરિણામોનું આત્મામાં યોજન કરી શકે નહિ, તેથી શ્રાવકમાં તે શીલાંગોની યોગ્યતા નથી. જ્યારે મૂળગુણના સ્થિર ભાવવાળા સાધુમાં તે શીલાંગોની યોગ્યતા છે, તેમ સ્વીકારીને ઉત્તરગુણની સ્કૂલનાવાળા સાધુમાં પણ અઢાર હજાર શીલાંગો છે, તેમ સ્વીકારેલ છે. આપણા