________________
૨૩૨
પ્રતિમાશતક ભાગ-૩ | સ્તવપરિજ્ઞા | ગાથા-૭૬ થી ૮૦
અવતરણિકા :
तदाह
અવતરણિકાર્થ :
તેને કહે છે=ગાથા-૫૨માં કહેલ કે, નિરપેક્ષ આજ્ઞાકરણ ભાવસાધુને છોડીને અન્ય ક્ષુદ્ર જીવો કરી શકતા નથી, અને ત્યારપછી નિરપેક્ષ આજ્ઞાકરણ દુષ્કર કેમ છે તે બતાવ્યું; અને કહ્યું કે, ભાવસાર અઢાર હજાર શીલાંગોનું પાલન જ અધિકૃત આજ્ઞાના કરણરૂપ છે તે કારણથી તે અતિ દુષ્કર છે. આથી ક્ષુદ્ર સત્ત્વો તેને કરવા સમર્થ નથી પરંતુ ભાવસાધુ જ શીલાંગોનું પાલન કરી શકે છે તેને કહે છે –
ગાથા:
-
"ता संसारविरत्तो अणंतमरणाइरूवमेयं तु । गाउं एयवित्तं मोक्खं च गुरुवएसेणं" ।। ७६ ।
“પરમગુરુળો ય આનં(અળદે) આળાનુને તદેવ રોસે હૈં । मोक्खत्थी पडिवज्जिय भावेण इमं विसुद्धेणं" ।।७७।। "विहियाणुट्ठाणपरो सत्तणुरूवमियरंपि संधतो । अण्णत्थ अणुवओगा खवयंतो कम्मदोसेवि" ।।७८ ।। " सव्वत्य णिरभिसंगो आणामित्तंमि सव्वहा जुत्तो ।
गग्गमणो धणियं तम्मि तहा मूढलक्खो य" ।।७९।। "तह तिल्लपत्तिधारगणायगओ राहावेहगगओ वा । एयं च एइ काऊं ण उ अण्णो क्खुद्दचित्तो त्ति” ॥ ८० ॥
* ગાથા-૭૭માં મુદ્રિત પુસ્તકમાં ‘આનં’ છે, ત્યાં ‘અદે’ પાઠ પંચવસ્તુ ગાથા-૧૧૮૬માં છે તે સંગત છે, તેથી તે મુજબ અર્થ કરેલ છે.
તે
ગાથાર્થ ઃ
(જે કારણથી સંપૂર્ણ આ શીલ અતિદુષ્કર છે) તે કારણથી સંસારથી વિરક્ત થયેલો, ગુરુના ઉપદેશથી અનંતમરણાદિરૂપ આને=સંસારને, જાણીને, અને આનાથી રહિત=મરણાદિથી રહિત મોક્ષને જાણીને, પરમગુરુ એવા ભગવાનની આજ્ઞાના અનઘ=નિર્દોષ એવા ગુણોને જાણીને, અને તે જ રીતે (આજ્ઞાની વિરાધનાના) દોષોને જાણીને, વિશુદ્ધ એવા ભાવ વડે આને=શીલને સ્વીકારીને, મોક્ષાર્થી સાધુ શક્તિ અનુરૂપ=યથાશક્તિ વિહિત અનુષ્ઠાનમાં તત્પર અને ઈતરને પણ=અશક્યને પણ સંધાન કરતો, (વિહિત અનુષ્ઠાનથી) અન્યત્ર અનુપયોગ હોવાને કારણે કર્મદોષોને પણ ખપાવતો સર્વત્ર નિરભિમ્પંગ, આજ્ઞામાત્રમાં સર્વથા યુક્ત, તેમાં=આજ્ઞામાં, અત્યંત એકાગ્ર મનવાળો તથા અમૂઢ