________________
૨૧૮
પ્રતિમાશતક ભાગ-૩ | સ્તવપરિજ્ઞા | ગાથા ૬૮-૬૯ સ્થૂલથી જીવવિરાધનાને અનુકૂળ પ્રવૃત્તિ થાય છે, અને આ=બાહ્ય રીતે જીવવિરાધનાને અનુકૂળ પ્રવૃત્તિ, સર્વત્ર અનભિષ્યંગ હોવાને કારણે સુસાધુના વિરતિભાવને બાધા કરતી નથી.
અહીં પ્રશ્ન થાય કે, સર્વત્ર અનભિષ્યંગ છે, એવું કેમ કહી શકાય ? કેમ કે મુનિ નિર્જરા માટે પ્રવૃત્તિ કરે છે, તેથી નિર્જરા અને નિર્જરાથી પ્રાપ્તવ્ય મોક્ષ અને તેના ઉપાયોમાં તો અભિષ્યંગ છે, માટે જ તેમાં પ્રવર્તે છે. તેથી કહે છે –
उपेयोपायेच्छा
અમિવદ્ાત્વાત્, ઉપેયની અને ઉપાયની ઇચ્છાથી વ્યતિરિક્ત=ભિન્ન, ભાવનું જ અભિપ્રંગપણું છે અર્થાત્ ઉપય જે મોક્ષ અને તેના ઉપાયભૂત જે ઉચિત આચરણાઓ, તેની ઇચ્છાથી વ્યતિરિક્ત=ભિન્ન, એવા કોઈપણ પદાર્થવિષયક ઇચ્છારૂપ જે ભાવ છે, તેનું જ અભિષ્યંગપણું છે=તે જ અભિપ્રંગરૂપ છે.
અહીં પ્રશ્ન થાય કે, સુસાધુને ઉપેયની અને ઉપાયની ઇચ્છાથી વ્યતિરિક્ત ક્યાંય અભિમ્બંગ નથી, એટલામાત્રથી તેઓના વિરતિભાવને બાધ કેમ થતો નથી ? તેથી કહે છે –
ટીકાર્ય :
.....
निरभिष्वङ्ग. • અવન્યત્ત્તાવિતિ માવઃ ।। અને નિરભિષ્યંગકર્મનું અબંધકપણું છે, તેથી વિરતિભાવ બાધા પામતો નથી, એમ અન્વય છે. II૬૮।।
ભાવાર્થ:
જીવને અભિષ્યંગ પરિણામરૂપ અવિરતિથી જ કર્મબંધ થાય છે, અને જે સાધુઓનું ચિત્ત મોક્ષ અને મોક્ષના ઉપાય સિવાય સર્વત્ર અભિમ્પંગ વગરનું છે, તેઓ શૈક્ષ-ગ્લાનાદિની વૈયાવચ્ચ કરવા માટે પુષ્ટાલંબનથી દોષિત ભિક્ષા આદિમાં પ્રવૃત્તિ કરે છે, તે કૃત્ય સર્વથા અભિષ્યંગ વગરનું હોવાથી કર્મબંધનું કારણ બનતું નથી; કેમ કે ગ્લાનાદિની સેવા વખતે તેમનો આશય ફક્ત સ્વ-પરની સંયમની વૃદ્ધિનો છે, પરંતુ કોઈ પ્રમાદને ૫૨વશ થઈને અશુદ્ધ ભિક્ષાદિ લાવવાનો નથી. તેથી જે કૃત્યમાં કેવલ મોક્ષનો આશય હોય અને પૂર્ણ વિવેકપૂર્વકની પ્રવૃત્તિ હોય તે કૃત્યથી કર્મબંધ થતો નથી. માટે દોષિત ભિક્ષા આદિની પ્રવૃત્તિ પણ સુસાધુના વિરતિભાવને બાધા કરતી નથી. પરંતુ જે સાધુ શૈક્ષ-ગ્લાનાદિની વૈયાવચ્ચ માટે પ્રવૃત્ત હોય, આમ છતાં નિર્દોષ ભિક્ષા માટેની સમ્યગ્ યતનામાં પ્રમાદવાળા હોય, તો તેવા સાધુ શૈક્ષ-ગ્લાનાદિની વૈયાવચ્ચ કરે છે, તે અંશથી તેઓની તે ઉચિત પ્રવૃત્તિ હોવા છતાં પ્રમાદ અંશને આશ્રયીને તેમની પ્રવૃત્તિ કર્મબંધનું કારણ બને છે; પરંતુ જે પ્રવૃત્તિમાં સંયમનો વિરુદ્ધભાવ લેશ પણ નથી, તેવી પ્રવૃત્તિ નિરભિષ્યંગભાવવાળી હોવાથી ક્યારે પણ વિરતિભાવનો બાધ કરતી નથી. II૬૮॥
અવતરણિકા :
પૂર્વે ગાથા-૬૮માં કહ્યું કે, સંયમના વિરુદ્ધભાવ વગર પણ આ રીતે ક્વચિત્ અપવાદથી જીવવિરાધનાને અનુકૂળ પ્રવૃત્તિ થાય છે, પરંતુ તે પ્રવૃત્તિ સર્વત્ર અનભિષ્યંગ હોવાને કારણે સુસાધુના