________________
પ્રતિમાશતક ભાગ-૩ |
પરિણા | ગાથા-૭૨
૨૫
ગાથા :
"गीयस्स ण उस्सुत्ता तज्जुत्तस्सेयरस्स वि तहेव ।
ળિયનેvi વર નં ર નાક માં વિન” II૭૨ાા ગાથાર્થ :
ગીતાર્થની ઉસૂત્ર પ્રવૃત્તિ નથી, અને તેનાથી યુક્ત ઈતરની પણ ગીતાર્થથી યુક્ત અગીતાર્થની પણ, તે પ્રકારે જ ઉસૂત્ર પ્રવૃત્તિ નથી.
શાથી ઉત્સુત્ર પ્રવૃત્તિ હોતી નથી ? તે ગાથાના ઉત્તરાર્ધથી બતાવે છે –
જે કારણથી નિયમથી=અવશ્ય ભાવથી, ચારિત્રવાળો ક્યારે પણ આજ્ઞાનું ઉલ્લંઘતો નથી. Iકશા ટીકા :___गीतार्थस्य नोत्सूत्रा प्रवृत्तिः, तद्युक्तस्य गीतार्थयुक्तस्य, इतरस्याप्यगीतार्थस्य तथैव नोत्सूत्रेत्यर्थः, कुतः ? नियमेन अवश्यभावेन, चरणवान् यद् यस्मात्कारणात्, न जातु कदाचिदाज्ञां विलङ्घयति= उत्क्रामति, अज्ञानप्रमादाभावादित्यर्थः ।।२।। ટીકાર્ચ -
નીતાર્થ ....... નોર્ચ ર્થ ગીતાર્થની ઉત્સુત્ર પ્રવૃત્તિ નથી, તેનાથી યુક્ત એવા ઈતરની પણ=ગીતાર્થથી યુક્ત એવા અગીતાર્થની પણ, તે પ્રકારે જ ઉત્સુત્ર પ્રવૃત્તિ નથી, એમ અર્થ જાણવો.
૩ . પ્રમાાિમાવાહિત્યર્થ છે અગીતાર્થને શાથી ઉત્સુત્ર પ્રવૃત્તિ નથી ? તે કહે છે –
નિયમથી=અવશ્યભાવથી, ચારિત્રવાળો ક્યારેય પણ આજ્ઞાનું ઉલ્લંઘતો નથી; કેમ કે ગીતાર્થમિશ્રિતમાં અજ્ઞાન અને પ્રમાદનો અભાવ છે, એ પ્રમાણે અર્થ જાણવો. ll૭રા ભાવાર્થ :
ગીતાર્થ સાધુ ભગવાનના વચનને યથાર્થ જોડી શકે છે અને તે પાપના ભીરુ છે, તેથી તેમની પ્રવૃત્તિ ઉસૂત્ર હોતી નથી, પરંતુ સૂત્રાનુસારી હોય છે. અને ગીતાર્યયુક્ત એવા અગીતાર્થની પણ ઉત્સુત્ર પ્રવૃત્તિ હોતી નથી; કેમ કે ગીતાર્થયુક્ત એવા અગીતાર્થ નિયમથી ચારિત્રના પરિણામવાળા હોય છે.
અહીં પ્રશ્ન થાય કે, પોતે ગીતાર્થ નથી, તો પછી નિયમથી ચારિત્રના પરિણામવાળા કેમ છે? તેથી કહે છે –
ગીતાર્થમિશ્રિત એવા ચારિત્રના પરિણામવાળા સાધુઓ ક્યારે પણ ગીતાર્થની આજ્ઞાનું ઉલ્લંઘન કરતા નથી; કેમ કે તેમનામાં અજ્ઞાન અને પ્રમાદ નથી. અર્થાત્ તેઓ જાણે છે કે, ભગવાનના વચનનો યથાર્થ પરમાર્થ ગીતાર્થ જાણે છે, માટે અમારે તેમની આજ્ઞા પ્રમાણે પ્રયત્ન કરવો જોઈએ. આવું જ્ઞાન તેમને હોવાને કારણે તેમનામાં અજ્ઞાન નથી. વળી તેઓ આજ્ઞાપાલન કરવા માટે પ્રમાદ વગર યત્ન કરે તેવા છે,