________________
પ્રતિમાશતક ભાગ-૩
પરિણા/ ગાથા-૭૦-૭૧
૨૩
સાધુની તે જ જાતની પ્રવૃત્તિ વિરતિભાવને બાધ કરવા છતાં તે ઉસૂત્રપ્રવૃત્તિ નિરનુબંધ હોવાને કારણે તેનામાં પ્રધાનદ્રવ્યચારિત્ર છે, જ્યારે અભિનિવેશવાળાને વિરતિભાવ પણ નથી અને પ્રધાનદ્રવ્યચારિત્ર પણ નથી. ll૭૦I ,
મૂળ ગાથા-૭૦માં પ્રથમ રા=રૂતરા છે તેનાથી ગીતાર્થનિષિદ્ધ અપ્રતિપત્તિરૂપ પ્રવૃત્તિ લેવાની છે, અને દ્વિતીય ટુચર =તર છે તેનાથી સાનુબંધા છે, તેમ ગ્રહણ કરવાનું છે. અવતરણિકા :
ગાથા-૬માં બતાવ્યું કે, સ્વમતિવિકલ્પથી શુદ્ધ પણ ઉત્સુત્ર પ્રવૃત્તિ વિરતિભાવને બાધ કરે છે, પરંતુ જેઓ ગીતાર્થ દ્વારા વિષેધ કરવામાં આવે અને તેમના વચનનો નિયમથી સ્વીકાર કરે તો તેઓ પ્રજ્ઞાપનીય છે, અને તેવા સાધુની તે ઉસૂત્ર પ્રવૃત્તિ નિરનુબંધ છે, અને માથા-૭૦માં કહ્યું કે જે સાધુઓ અભિનિવેશવાળા છે, તેવા સાધુની તે ઉત્સુત્ર પ્રવૃત્તિ સાનુબંધ છે; તેથી સ્વમતિ પ્રમાણે કરનારા અભિનિવેશ વગરના=પ્રજ્ઞાપતીય, કે અભિનિવેશવાળા=અપ્રજ્ઞાપનીય, સાધુમાં ભાવથી ચાસ્ત્રિ નથી. એ જ બતાવવા માટે ગાથા-૭૦ના અંતે કહ્યું કે, આ જ કારણથી પૂર્વાચાર્યો આ=વસ્થમાણ, કહે છે. અને તે વયમાણ કથન હવે બતાવે છે –
ગાથા -
"गीयत्थो उ विहारो बीओ गीयत्थमिसीओ भणिओ ।
इत्तो तइयविहारो णाणुण्णाओ जिणवरेहिं" ।।७१।। ગાથાર્થ :
એક ગીતાર્થવિહાર અને બીજો ગીતાર્થમિશ્રિત વિહાર કહેવાયેલ છે. આ બે વિહારથી ત્રીજો વિહાર ભગવાન વડે અનુજ્ઞા કરાયેલ નથી. ll૭૧|| ટીકા -
गीतार्थश्च विहारस्तदभेदोपचारादेकः, द्वितीयो गीतार्थमिश्रितो भणितो विहार एव, अतो विहारद्वयात्तृतीयविहारः साधुविहरणरूपो नानुज्ञातो जिनवरैः भगवद्भिः ।।७१।। ટીકાર્ય :
નતાશ્વ ....... માભિઃ | ગીતાર્થ અને વિહાર, તે બેના=ગીતાર્થના અને ગીતાર્થની આચરણાના, અભેદ ઉપચારથી એક છે–એક વિહાર છે, બીજો ગીતાર્થમિશ્રિત વિહાર જ કહેવાયેલ છે. આ વિહારદ્વયથી=(૧) ગીતાર્થવિહાર અને (૨) ગીતાર્થમિશ્રિત વિહાર, આ બે વિહારથી, સાવિહરણરૂપ= સાધુની આચરણાસ્વરૂપ, ત્રીજો વિહાર જિનેશ્વર વડે=ભગવાન વડે. અનુશાત આજ્ઞા કરાયેલ, નથી. I૭ના