________________
પ્રતિમાશતક ભાગ-૩ નવપરિક્ષા, ગાયા-૭૨-૭૩ તેથી તેમનામાં પ્રમોદનો અભાવ છે. આ રીતે અજ્ઞાનનો અને પ્રમાદનો અભાવ હોવાને કારણે તેઓ ગીતાર્થની આજ્ઞાનું ઉલ્લંઘન કરતા નથી. આથી ગીતાર્થમિશ્રિત અગીતાર્થમાં નિયમથી ચારિત્ર છે. આશા ગાથા -
- "ण य गीयत्थो अण्णं ण णिवारेइ जोग्गयं मुणेऊणं ।
एवं दोण्हवि चरणं परिसुद्धं अण्णहा णेव" ।।७३.।। ગાથાર્થ :
અને ગીતાર્થ ચોગ્યતાને જાણીને અન્યને અગીતાર્થને, નિવારતા નથી એમ નહિ=નિવારે છે. એ પ્રમાણે બંનેનું પણ=ગીતાર્થ અને અગીતાર્થ બંનેનું પણ, ચરણ ચારિત્ર, શુદ્ધ છે. અન્યથા અગીતાર્થને ન નિવારે તો, ઉભયનું પણ ચાસ્ત્રિ શુદ્ધ નથી જ. I૭૩|| ટીકા :____ न च गीतार्थः सन्नन्यमगीतार्थं न निवारयत्यहितप्रवृत्तं योग्यतां मत्वा निवारणीयस्यैवं द्वयोरपि गीतार्थागीतार्थयोश्चरणं शुद्धं वारणप्रतिपत्तिभ्यामन्यथा नैवोभयोरपि ।।७३। ટીકાર્ય :
ન = ..... ૩મોરપિ || ગીતાર્થ થયેલા છતા નિવારણીયની=નિવારણીય એવા શિષ્યની, યોગ્યતાને જાણીને, અહિતમાં પ્રવૃત એવા અગીતાર્થને નિવારણ કરતો નથી એમ નહિ અર્થાત નિવારણ કરે છે. આ પ્રમાણે બંનેનું પણ=ગીતાર્થ અને અગીતાર્થ બંનેનું પણ, વારણ અને પ્રતિપતિ દ્વારા અર્થાત ગીતાર્થનું વારણ દ્વારા અને અગીતાર્થનું પ્રતિપતિ દ્વારા, ચારિત્ર શુદ્ધ છે. અન્યથા ઉભયનું પણ ચારિત્ર શુદ્ધ નથી. ૭૩ ભાવાર્થ:
ગીતાર્થ સાધુ અગીતાર્થની યોગ્યતા જાણીને તેનું અકાર્યથી વારણ કરે તો જ ગીતાર્થના ચારિત્રની શુદ્ધિ થાય છે, અને અગીતાર્થ સાધુ ગીતાર્થના વારણનો સ્વીકાર કરે તો તેના ચારિત્રની શુદ્ધિ થાય છે. પરંતુ ગીતાર્થ સાધુ અગીતાર્થની યોગ્યતા જાણીને જો તેનું અકાર્યથી વારણ ન કરે તો અગીતાર્થની અનુચિત પ્રવૃત્તિમાં અનુમતિના પરિણામને કારણે ગીતાર્થનું ચારિત્ર અશુદ્ધ બને છે, અને અગીતાર્થ જો ગીતાર્થના વારણનો સ્વીકાર ન કરે તો સ્વમતિવિકલ્પિત તેની પ્રવૃત્તિથી અગીતાર્થનું ચારિત્ર અશુદ્ધ બને છે અર્થાત્ વિનાશ પામે છે.
અહીં નિવારણીયની યોગ્યતાને જાણીને એમ કહ્યું, એનાથી એ કહેવું છે કે, જે ગીતાર્થ સાધુ પાસે તેમની નિશ્રામાં રહેલા સાધુઓ હોય, તે કોઈ પણ અનુચિત પ્રવૃત્તિ કરતા હોય તો તે ગીતાર્થ દ્વારા નિવારણ કરવા યોગ્ય છે. તેથી નિવારણ કરવા યોગ્ય એવા તે સાધુની યોગ્યતાને વિચારીને તે તે રીતે તે