________________
૨૨૨
પ્રતિમાશતક ભાગ-૩/ સ્તવપરિણા / ગાથા-૭૦ છે, અને આ=સાનુબંધ પ્રવૃત્તિ, મૂલશ્કેધ વગર ચારિત્રના અભાવ વગર, થતી નથી. આ જ કારણથી પૂર્વાચાર્યો આ=વચમાણ, કહે છે. પછoll
જ મૂલચ્છેદ્ય મૂલ નામના પ્રાયશ્ચિત્તથી છેદ્ય એવો જે ચારિત્રના અભાવરૂપ દોષ એ મૂલચ્છેદ્ય છેચારિત્રનો અભાવ છે. ટીકા :___ इतरा तु गीतार्थनिषिद्धाप्रतिपत्तिरूपा प्रवृत्तिरभिनिवेशात् मिथ्याभिनिवेशेन, इतरा=सानुबन्धा न च मूलच्छेद्यविरहेण चारित्राभावमन्तरेणेत्यर्थः (भवति), एषा सानुबन्धा प्रवृत्तिः, अत एव कारणात्पूर्वाचार्या इदमाहुर्वक्ष्यमाणम् ।।७०॥ ટીકાર્ય :
ડૂતરી તુ ર્તનાદુર્વશ્યમાન્ ા વળી ઈતર=ગીતાર્થનિષિદ્ધ અપ્રતિપત્તિરૂપ પ્રવૃત્તિ, અભિનિવેશ હોવાને કારણે=મિથ્યા અભિનિવેશ હોવાને કારણે, ઈતર=સાનુબંધ છે. અને આ સાનુબંધ પ્રવૃત્તિ, મૂલચ્છેદ્ય વગર ચારિત્રના અભાવ વગર, થતી નથી, એ પ્રમાણે અર્થ છે. આ જ કારણથી પૂર્વાચાર્યો આ=વસ્થમાણ, કહે છે. ૭૦ ભાવાર્થ :| ગીતાર્થ સાધુ જેનો નિષેધ કરતા હોય તેમના વચનનો જે સાધુ સ્વીકાર કરતા નથી અને પોતાની રુચિ પ્રમાણે પ્રવૃત્તિ કરે છે, તેઓને મિથ્યાભિનિવેશ હોય છે, તેથી તેમની તે પ્રવૃત્તિ સાનુબંધ હોય છે અર્થાત્ તે પ્રવૃત્તિ ગીતાર્થ દ્વારા પણ અટકાવી શકાય તેવી નથી, તેથી આવી અનુચિત પ્રવૃત્તિનો પ્રવાહ તે જીવમાં ચાલ્યા કરે છે, તેથી તે પ્રવૃત્તિ સાનુબંધ છે અને આવી અનુચિત પ્રવૃત્તિ ચારિત્રના અભાવને કારણે થાય છે.
કોઈ સાધુ સ્વમતિવિકલ્પથી શુદ્ધ પ્રવૃત્તિ કરતા હોય, પરંતુ તે પ્રવૃત્તિ ઉસૂત્રરૂપ હોય, અને ગીતાર્થ સાધુ તેનો નિષેધ કરે તો પણ તે સાધુ સ્વીકારે નહિ તેવી પ્રવૃત્તિ હોય, તો તે સાધુની તે પ્રવૃત્તિ ચારિત્રના અભાવથી જ થાય છે, એટલું જ નહિ પણ તે સાધુને પ્રધાનદ્રવ્યચારિત્ર પણ નથી.
આશય એ છે કે, કોઈ સાધુ નિર્દોષ ભિક્ષાચર્યાદિ અર્થે ગુણવાન ગચ્છને છોડીને નિર્દોષ ભિક્ષા આદિમાં યત્ન કરે છે ત્યારે, તેમની નિર્દોષ ભિક્ષા આદિની પ્રવૃત્તિ સ્વમતિવિકલ્પથી શુદ્ધ હોવા છતાં પણ તે ઉસૂત્રરૂપ છે. અને વળી તે સાધુને કોઈ અન્ય ગીતાર્થ મળે અને સમજાવે કે આ રીતે ગુણવાન ગચ્છનો ત્યાગ કરવાથી સંયમની વૃદ્ધિ થાય નહિ, અને માત્ર બાહ્ય ભિક્ષાચર્યાદિની શુદ્ધિથી વિરતિભાવ આવે નહિ, માટે ગુણવાન ગચ્છમાં જ રહીને ક્વચિત્ દોષિત ભિક્ષા ગ્રહણ થાય તોપણ સંયમનો પરિણામ રહે છે; આમ છતાં ગીતાર્થથી નિષેધ કરાવવા છતાં તે સાધુ તેમના વચનનો સ્વીકાર ન કરે તો અપ્રજ્ઞાપનિયતા દોષવાળા તે સાધુ છે. તેવા સાધુની વિશુદ્ધ ભિક્ષા આદિની ક્રિયા વિરતિભાવને તો બાધ કરે છે, એટલું જ નહિ પરંતુ પ્રધાનદ્રવ્યચારિત્રનો પણ બાધ કરે છે. જ્યારે પૂર્વની ગાથા-૯૯માં બતાવેલ ગીતાર્થથી પ્રજ્ઞાપનીય