________________
પ્રતિમાશતક ભાગ-૩
નવપરિણા | ગાથા-૬૯-૭૦
૨૨૧
સ્વીકાર કરે તેવી પ્રકૃતિવાળા છે. તેથી તેમની ઉત્સુત્ર પ્રવૃત્તિ ગીતાર્થ દ્વારા નિષેધ કરાયે છતે તે પ્રવૃત્તિના ત્યાગનો સ્વીકાર કરે તેવી છે. માટે તેમની ઉત્સુત્ર પ્રવૃત્તિ હોવા છતાં તે પ્રવૃત્તિનો અભિનિવેશ નથી, તેથી તેઓની તે ઉત્સુત્ર પ્રવૃત્તિ નિરનુબંધ છે; કેમ કે કોઈ યોગ્ય ગીતાર્થ મળી જાય તો તેમના ઉપદેશથી તેઓની તે પ્રવૃત્તિ નિવર્તન પામે તેવી છે. તેથી ગીતાર્થના ઉપદેશ પછી તેમની તે પ્રવૃત્તિ અપુનઃકરણવાળી છે, માટે તેમની તે પ્રવૃત્તિ નિરનુબંધ છે. અને જ્યાં સુધી ગીતાર્થનો યોગ પ્રાપ્ત થયો નથી, ત્યાં સુધી તેઓની તે વિપરીત પ્રવૃત્તિ ચાલુ હોવા છતાં તે જીવ પ્રજ્ઞાપનીય છે, તેથી તેઓની તે પ્રવૃત્તિ નિરનુબંધ છે.
આશય એ છે કે, સ્વમતિવિકલ્પથી શુદ્ધ એવી તેઓની તે પ્રવૃત્તિથી વિરતિભાવને બાધ થવા છતાં, ગીતાર્થનો યોગ પ્રાપ્ત થાય ત્યારે વિરતિભાવ પ્રગટે તેમ છે. તેથી તેમની તે પ્રવૃત્તિ દોષરૂપ હોવા છતાં મહાઅનર્થરૂપ નથી.
અહીં વિશેષ એ છે કે, કોઈ આરાધક સાધુ ગચ્છમાં રહીને સંયમ પાળતા હોય, પરંતુ સમુદાયમાં ઘણી વખત નિર્દોષ ભિક્ષાચર્યાદિનું પાલન સમ્યગુ થઈ શકે નહિ, તેથી તે સાધુને સ્વમતિમાં લાગે કે, સંયમની આરાધના કરવી હોય તો સમુદાયથી પૃથગુ વિહાર કરવો જોઈએ, તો જ સંયમની સારી આરાધના થઈ શકે; અને તે પ્રમાણે સ્વમતિથી વિકલ્પ કરીને સમુદાયને છોડીને સ્વમતિ પ્રમાણે નિર્દોષ ભિક્ષાચર્યાદિમાં પ્રયત્ન કરતા હોય, ત્યારે તેમની તે પ્રવૃત્તિ સ્વમતિવિકલ્પથી શુદ્ધ સંયમની ક્રિયારૂપ હોવા છતાં વિરતિભાવને બાધ કરે છે. પરંતુ જ્યારે કોઈ ગીતાર્થ મળે અને તેમને સમજાવે, કે “આ રીતે સ્વતંત્ર રહીને સંયમના બાહ્ય આચારોનું સારી રીતે પાલન થઈ શકે છે, તોપણ નવા નવા જ્ઞાનની વૃદ્ધિ ગીતાર્થથી જ થઈ શકે, પરંતુ ગીતાર્થને છોડીને સ્વયં ગ્રંથવાંચનથી થઈ શકે નહિ; અને નવું નવું ગ્રુત નવા નવા સંવેગની વૃદ્ધિ દ્વારા સંયમની વૃદ્ધિનું કારણ બને છે. વળી, સમુદાયમાં ઘણા ગુણવાન પુરુષોની વૈયાવચ્ચે કરીને પણ ગુણવૃદ્ધિ થાય છે. તે સર્વ ભાવોનો વિનાશ કરીને માત્ર નિર્દોષ ભિક્ષાચર્યાદિ બાહ્ય આચારમાત્રથી સંયમની શુદ્ધિ થાય નહિ;” આમ ગીતાર્થ સમજાવે ત્યારે, જે જીવો તેમના વચનથી સમજે તેવા છે, અને તેથી જ ફરી ગીતાર્થની નિશ્રા સ્વીકારીને માર્ગાનુસારી પ્રવૃત્તિ કરે તેવા છે, તેઓની તે ઉત્સુત્ર પ્રવૃત્તિ નિરનુબંધ છે. અને જ્યાં સુધી તેઓ ગીતાર્થની નિશ્રામાં જતા નથી, ત્યાં સુધી જે સંયમની ક્રિયા કરે છે, તે પ્રધાનદ્રક્રિયા હોવા છતાં ભાવથી વિરતિના પરિણામરૂપ નથી, માટે તેમની તે પ્રવૃત્તિ વિરતિભાવને બાધ કરે છે. IIકલા ગાથા -
"इयरा उ अभिणिवेसा इयरा ण य मूलछेज्जविरहेणं ।
होए सा एत्तो च्चियं पुवायरिया इममाहु" ।।७०।। ગાથાર્થ :
વળી ઈતર=ગીતાર્થનિષિદ્ધ અપતિપત્તિરૂપ પ્રવૃત્તિ, અભિનિવેશ હોવાને કારણે ઈતર=સાનુબંધ