________________
૨૧૬
પ્રતિમાશતક ભાગ-૩
નવપરિણા/ ગાથા-૧૭
ગથા -
"आणापरतंतो सो सा पुण सव्वन्नुवयणओ चेव ।
દિયા વેળUTIણ સવળવા” Iછા ગાથાર્થ :
આજ્ઞાપરતંત્ર આ=પરિણામ, પ્રવર્તક છે, વળી તે=આજ્ઞા, સર્વજ્ઞાના વચનથી જ વૈધના દષ્ટાંત વડે સર્વ જીવોને એકાંતે હિત કરનાર છે. IIકળા ટીકા - ___ आज्ञापरतन्त्रोऽसौ प्रवर्तकः, सा पुनः सर्वज्ञवचनत एवाज्ञा एकान्तहिता वर्त्तते वैद्यकज्ञातेन, हितमेतदपि सर्वजीवानां दृष्टादृष्टोपकारादिति ।।६७।। ટીકાર્ય :
આજ્ઞા તિન્નો વેઇન, આશાપરતંત્ર આ=પરિણામ, પ્રવર્તક છે, વળી સર્વજ્ઞતા વચનથી જ તે આજ્ઞા=સર્વજ્ઞના વચનથી પાલન કરાતી એવી તે આજ્ઞા, વૈધકના દાંત વડે એકાંતે હિત કરનારી છે.
અહીં પ્રશ્ન થાય કે, આજ્ઞાપાલન કરનારને આજ્ઞા હિતાવહ બને, પરંતુ બીજા જીવોને તો અહિતરૂપ બને છે, કેમ કે નદી ઊતરવી આદિમાં અખાયાદિ જીવોની વિરાધના થાય છે. તેથી કહે છે –
હિતમેતપિતૃકૃદોષતિ આ પણ=આજ્ઞાપાલન પણ, સર્વ જીવોને હિતકર છે; કેમ કે આજ્ઞાપાલનથી દષ્ટ-અદષ્ટ ઉપકાર થાય છે. શા
જ હિતમેપ - અહીં ‘'થી એ સમુચ્ચય થાય છે કે, આજ્ઞા તો એકાંતે હિતાવહ છે, પરંતુ આજ્ઞાનું પાલન પણ એકાંતે હિત કરનાર છે.
‘તિ' શબ્દ કથનની સમાપ્તિસૂચક છે. ભાવાર્થ :
પૂર્વે ગાથા-કકમાં કહ્યું કે, મધ્યસ્થ એવા મુનિ, પુષ્ટાલંબનથી શૈક્ષ-ગ્લાનાદિ માટે કોઈક કાર્યમાં પ્રવર્તે તોપણ અપ્રવૃત્ત જ જાણવા. તેથી એ પ્રાપ્ત થાય છે, તેમનાથી થતી હિંસા પણ નિર્જરાનું જ કારણ છે. તેમાં યુક્તિ બતાવે છે – મધ્યસ્થ મુનિ પોતાની મતિથી પ્રવૃત્તિ કરતા નથી, પરંતુ આજ્ઞાપરતંત્ર એવા તેઓ પ્રવર્તે છે અર્થાત ગુણવાન એવા ગીતાર્થની આજ્ઞાને પરતંત્ર રહીને જ પ્રવૃત્તિ કરે છે. વળી ગુણવાનને પરતંત્ર રહીને જે આજ્ઞાનું પાલન છે, તે સર્વજ્ઞના વચનથી વૈદ્યકના દૃષ્ટાંત વડે એકાંત હિતાવહ છે.
આશય એ છે કે, સુવૈદ્ય જે રોગીનો ઉપચાર કરે છે, તે સુવૈદ્યના વચન પ્રમાણે ચાલનાર રોગીનું એકાંતે હિત થાય છે, તેમ સર્વજ્ઞના વચનાનુસાર ગુણવાન એવા ગુરુની આજ્ઞા એકાંતે ભવરોગનો નાશ