________________
૨૧૪
પ્રતિમાશતક ભાગ-3| સ્તવપરિજ્ઞા | ગાથા-ઉપ-૬૬ પણ થાય છે. માટે નદી ઊતરવી આદિમાં અપ્રમત્ત મુનિને યોગકૃત કર્મબંધ આચારાંગમાં કહેલ છે, તે થાય છે; પરંતુ વધકૃત કર્મબંધ થતો નથી. IIઉપા અવતરણિકા -
अबुद्धिपूर्वप्रवृत्तिदृष्टान्ते बुद्धिपूर्वप्रवृत्तिस्थलेऽपि माध्यस्थ्यहेत्वैक्येन योजयति - અવતરણિકાર્ય :
બુદ્ધિપૂર્વકની પ્રવૃત્તિના સ્થળમાં પણ માધ્યસ્થરૂપ હેતુનું ઐક્યપણું હોવાને કારણે અબુદ્ધિપૂર્વકની પ્રવૃત્તિના દર્શનમાં બુદ્ધિપૂર્વકની પ્રવૃતિને યોજે છે.
અહીં અબુદ્ધિપૂર્વક પ્રવૃત્તિના દષ્ટાંતમાં યોજે છે, એમ અન્વય છે, અને શું યોજે છે, તે અધ્યાહાર છે. તેથી બુદ્ધિપૂર્વકની પ્રવૃત્તિને યોજે છે, એમ સમજવાનું છે. ભાવાર્થ :
પૂર્વે ગાથા-૧૫માં જે દૃષ્ટાંત કાયોત્સર્ગમાં રહેલા મહાત્માનું બતાવ્યું, ત્યાં અબુદ્ધિપૂર્વકની પ્રવૃત્તિ છે. તેથી અબુદ્ધિપૂર્વકની પ્રવૃત્તિના દષ્ટાંતમાં, અપ્રમત્તમુનિની જે કારણિક બુદ્ધિપૂર્વકની નદી ઊતરવાની ક્રિયા છે, તેને યોજે છે–અબુદ્ધિપૂર્વકની પ્રવૃત્તિ સમાન બુદ્ધિપૂર્વક નદી ઊતરવાની ક્રિયા છે, તેથી બંનેમાં કર્મબંધ નથી, તે રીતે યોજે છે; કેમ કે તે બુદ્ધિપૂર્વકની પ્રવૃત્તિના સ્થળમાં પણ માધ્યસ્થરૂપ હેતુની એકતા છે. તે આ
રીતે –
જેમ કાયોત્સર્ગમાં રહેલા, કોઈક વડે અજ્ઞાનથી નદીમાં ફેંકાયેલા તપસ્વી મહાત્મા, સર્વ જીવો પ્રત્યે મધ્યસ્થ પરિણતિવાળા છે, તે જ રીતે બુદ્ધિપૂર્વકની પ્રવૃત્તિ કરતી વખતે અપ્રમત્તમુનિ પણ મધ્યસ્થ પરિણતિવાળા છે; કેમ કે જેમ અપ્રમત્તમુનિ ધ્યાન દ્વારા પોતાની સમતાની વૃદ્ધિ માટે યત્ન કરી રહ્યા છે, તેમ નદી ઊતરનાર મુનિ પણ ભગવાનની આજ્ઞાના પાલન દ્વારા નવકલ્પી વિહાર કરીને રત્નત્રયીની વૃદ્ધિ કરી રહ્યા છે. તેથી બંનેમાં માધ્યસ્થરૂપ હેતુનું ઐક્ય છે, માટે તે દૃષ્ટાંતની નદી ઊતરવાના સ્થળમાં પણ સંગતિ થાય છે.
ગાથા -
"एवं चिय मज्झत्यो आणाइ उ कत्थई पयर्ट्सतो ।
सेहगिलाणादिट्ठा अपवत्तो चेव णायव्वो" ।।६६।। ગાથાર્થ :
આ રીતે પૂર્વે ગાથા-પમાં કહ્યું કે, કાયોત્સર્ગમાં રહેલા એવા, અજ્ઞાનથી કોઈક વડે નદીમાં ફેંકાયેલા તપસ્વી મહાત્મા હિંસામાં પ્રવૃત જ છે એ રીતે જ, મધ્યસ્થ એવા મહાત્મા આજ્ઞાથી કવચિત્ શૈક્ષ-ગ્લાન વગેરે માટે પ્રવર્તેલા પ્રવૃત જ જાણવા. Iss