________________
પ્રતિમાશતક ભાગ-૨ | નવપરિત્રાણ ગાથા-૫
ટીકાર્ય :
થાય .... સાવિરોચ્ચ, અને “પાવાથી રાતિ” એ આગમનો વિરોધ છે. તે આગમનો અર્થ આ પ્રમાણે છે –
=ાવિત્રકોઈ વાર ગુણસમિત એવા રીયમાણ યતિની અપ્રમત્તપણાથી ગુણયુક્ત એવા સમ્યગું અનુષ્ઠાનવાળા યતિની, જવા-આવવાની કે સંકોચન-પ્રસારણાદિની કોઈપણ અવસ્થામાં કાયસંસ્પર્શને=શરીરના સંસ્પર્શ પામેલા સંપાતિમાદિ પ્રાણીઓ પ્રાણ વડે મુકાય છે.
જ આચારાંગ સૂત્રની ટીકા પ્રમાણે આ અર્થ કરેલ છે.
આચારાંગ ધ્રુ. ૧, અધ્યાય-૫, ઉદ્દેશો-૪, સૂત્ર-૧૫૮ની વૃત્તિમાં ઉપરોક્ત કથનમાં કર્મબંધ પ્રતિ વિચિત્રતા કહેલી છે. તે આ પ્રમાણે –
શૈલેશી અવસ્થામાં યોગ નહિ હોવાને કારણે કર્મબંધ સર્વથા થતો નથી અને ઉપશાંતમોહ, ક્ષણમોહ અને સયોગી કેવલીને યોગનિમિત્તક એક સમયનો કર્મબંધ થાય છે, પરંતુ વધ્યના વધકૃત કોઈ કર્મબંધ થતો નથી; અને અપ્રમત્ત મુનિને યોગનિમિત્તક અને તેમનામાં વર્તતા પ્રશસ્ત કષાયોને કારણે જઘન્યથી અંતર્મુહૂર્તનો અને ઉત્કૃષ્ટથી આઠ મુહૂર્તની સ્થિતિનો પણ કર્મબંધ થાય છે, પરંતુ હિંસાત કોઈ કર્મબંધ તેમને થતો નથી.
અહીં પૂર્વપક્ષી કહે કે, ઉપરમાં કહ્યું એ રીતે, આચારાંગસૂત્રના આગમવચન સાથે વિરોધ છે, માટે અપ્રમત્ત મુનિને નદી ઊતરતાં કર્મબંધ નથી, એમ માનવું પડશે; પરંતુ ત્યાં પ્રશ્ન થાય કે, નદી ઊતરવામાં મધ્યસ્થ એવા મુનિનો કાયવ્યાપાર ભલે કર્મબંધ પ્રત્યે હેતુ નથી, પરંતુ વધ્યનો વધ હેતુ છે, તેથી ત્યાં વધ્યના વધકૃત કર્મબંધ તો થશે ને ? તેથી કહે છે –
યોગાવતઃ ... વિસ્તાર યોગવાળાના કાયસંસ્પર્શતું વધ્ય એવા અખાયાદિ જીવોની સાથે કાયસંસ્પર્શનું, એકકાયવ્યાપારપણું છે, એ પ્રકારે અન્યત્ર વિસ્તાર છે. પા ભાવાર્થ :
જે મુનિ અપ્રમત્ત છે, તે મુનિ મન, વચન અને કાયાના યોગોને તે જ રીતે પ્રવર્તાવે છે કે જેથી તેમનો અપ્રમત્તભાવ વૃદ્ધિમતું થાય. તેથી જ્ઞાનાદિની વૃદ્ધિ અર્થે નદી ઊતરતી વખતે અષ્કાયના જીવોની સાથે જે તેમની કાયાનો સંસ્પર્શ થાય છે, તે સંસ્પર્શનું માત્ર કાયયોગવ્યાપારપણું છે, ત્યાં વધ્ય એવા જીવોના વધને અનુકૂળ મનોવ્યાપાર કે વચનવ્યાપાર નથી; એટલું જ નહિ પરંતુ વધ પામતા તે જીવો પ્રત્યે ઉપેક્ષાનો પણ ભાવ નથી, પરંતુ ષટ્કાયના પાલનના પરિણામમાં અપ્રમત્તભાવને ઉલ્લસિત કરવા અર્થે જ તે કાયવ્યાપાર કરી રહ્યા છે. તેથી તેવા મુનિના કાયવ્યાપારથી તેમની કાયાનો ઉદકના જીવોની સાથે જે સંસ્પર્શ થાય છે, તે માત્ર કાયયોગમાં વિશ્રાંત થાય છે. તેથી ત્યાં વધ્યના વધકૃત કોઈ કર્મબંધ નથી, પરંતુ યોગકૃત કર્મબંધ થાય છે, જે વધ ન થતો હોય ત્યારે પણ મુનિના કાયવ્યાપારથી જેવો થાય છે, તેવો નદી ઉતરણના કાળમાં