________________
પ્રતિમાશતક ભાગ-૩ |
પરિણા | ગાથા-ઉ૫
૧
ટીકા :
यथोत्सर्ग कायोत्सर्गे, स्थितः क्षिप्त उदके केनचित् तपस्वी मोहात् स उदकवधप्रवृत्तकायोऽपि महात्माऽचलितभावोऽप्रवृत्त एव, माध्यस्थ्याद्, बुद्धिपूर्वकप्रवृत्तेरेव प्रवृत्तित्वादाध्यात्मिकनिवृत्ती बाह्यप्रवृत्तेरविरोधित्वाच्च ।
यत्तु तत्र मध्यस्थस्य योगो न हेतुः किन्तु वध्यस्यैवेति वृषोदन्वतो मंतम्, तत्तुच्छमति प्रसङ्गात्, “एगया गुणसमीयस्स रीयओ कायसंफासमणुचिण्णा एगइया पाणा उद्दायंति" (आचा. श्रु. १ अ. ५ उ. ४)त्ति आगमविरोधाच्च, योगवतः कायसंस्पर्शस्यैककायव्यापारत्वादित्यन्यत्र विस्तरः ॥६५।। ટીકાર્ચ -
યથા .... મધ્યસ્થ જે પ્રમાણે કાયોત્સર્ગમાં રહેલા તપસ્વી, મોહથી અજ્ઞાનથી, કોઈના વડે પાણીમાં ફેંકાયા, તે ઉદકવધિમાં પ્રવૃતકાયાવાળા પણ મહાત્મા, અચલિતભાવવાળા અપ્રવૃત જ છે; કેમ કે મધ્યસ્થપણું છે.
કાયોત્સર્ગમાં રહેલા તપસ્વી એવા મહાત્માને મોહથી=અજ્ઞાનથી, કોઈ જીવ પાણીમાં ફેંકી દે, તો બાહ્યથી તે મહાત્મા ઉદકવલમાં પ્રવૃત્તકાયાવાળા હોવા છતાં પણ ભાવથી સંયમના પરિણામથી અચલિત સ્વભાવવાળા છે, તો ઉદકવલમાં અપ્રવૃત્ત જ છે; કેમ કે તે મહાત્માને સર્વ જીવો પ્રત્યે સમાન પરિણામરૂપત્ર સામાયિકના પરિણામસ્વરૂપ માધ્યચ્ય છે. તેથી પોતાના કોઈ કાયિકાદિ સ્વાર્થ અર્થે અન્ય જીવોના સંહારની ઉપેક્ષા કે સંહારની પરિણતિ ત્યાં નથી, પરંતુ પકાયના પાલનનો જ તેમનો પરિણામ છે.
અહીં પ્રશ્ન થાય કે, તે તપસ્વી મહાત્માની કાયાથી ઉદકના જીવોનો વધ થઈ રહ્યો છે, છતાં ઉદકવધમાં અપ્રવૃત્ત છે એમ શાથી કહેવાય ? તેથી બીજો હેતુ કહે છે –
વૃદ્ધિપૂર્વ ..... પ્રવૃત્તિત્વા, બુદ્ધિપૂર્વક પ્રવૃત્તિનું જ પ્રવૃત્તિપણું છે.
હું આ ઉદકમાં પડું” એ પ્રકારની બુદ્ધિપૂર્વકની પ્રવૃત્તિનું જ પ્રવૃત્તિપણું છે. કાયોત્સર્ગમાં રહેલા તપસ્વી મહાત્માએ તો પોતાની કાયાને વોસિરાવી દીધી હોવાથી, ધ્યાન સિવાય કાયાના સંરક્ષણાર્થે તેઓ કોઈ યત્ન કરતા નથી, તેથી ઉદકવધને અનુકૂળ એવી પોતાની કાયાને પ્રવર્તાવતા નથી, પરંતુ કાયા પ્રત્યે નિરપેક્ષ થઈને શુભધ્યાનમાં તેઓ મગ્ન છે. તેથી કાયા ઉદકવલમાં પ્રવૃત્ત હોવા છતાં પણ ભાવથી અપ્રવૃત્ત
જ છે.
અહીં પ્રશ્ન થાય કે, જે મહાત્મા કાયોત્સર્ગમાં સ્થિત છે, તે તો કોઈક વડે મોહથી નદીમાં ફેંકાયેલા હોય ત્યારે ધ્યાનથી અચલિત હોવાને કારણે ઉદકવામાં અપ્રવૃત્ત છે, એમ કહી શકાય; પરંતુ મુનિ જ્યારે નદી ઊતરે છે, ત્યારે “હું નદી ઊતરું છું” એ પ્રકારની બુદ્ધિપૂર્વક જ ત્યાં પ્રવૃત્તિ હોય છે, તેથી ત્યાં અપકાયનો આરંભ નથી, એમ કેમ કહી શકાય? તેથી ત્રીજો હેતુ કહે છે –