________________
પ્રતિમાશતક ભાગ-૩ | સ્તવપરિજ્ઞા | ગાથા ૬૩-૬૪
ટીકાર્થ ઃ
----
यस्मात्समग्रमेतदपि • કૃતિ ।। જે કારણથી સમગ્ર એવું આ પણ=શીલાંગ પણ, સર્વસાવધયોગથી વિરતિ જ અખંડપણા વડે એકસ્વરૂપ વર્તે છે, ખંડરૂપપણાને પામતી નથી. આથી કરીને કેવલ અંગનો અભાવ છે અર્થાત્ પૃથરૂપે અઢાર હજાર શીલાંગના એક અંગનો અભાવ છે. ૬૩।। * ‘કૃતિ' શબ્દ શીલાંગના ભાવનના કથનની સમાપ્તિસૂચક છે.
ભાવાર્થ:
દેશશિવરિતનાં અનેક અંગો છે, પરંતુ સર્વવિરતિ એ સર્વસાવદ્યયોગથી વિરતિરૂપ એક સ્વરૂપવાળી છે, અને તે જ અઢાર હજાર શીલાંગરૂપ છે. તેથી જો એક શીલાંગ પણ ન્યૂન હોય તો સર્વસાવદ્યયોગથી વિરતિ જ ન કહેવાય. માટે સર્વસાવદ્યયોગથી વિરતિરૂપ એકસ્વરૂપ અઢાર હજાર શીલાંગ છે, તેથી જ આત્મપ્રદેશની જેમ પૃથગુ એક શીલાંગની પ્રાપ્તિ નથી. II૬૩||
અવતરણિકા :
नद्युत्तरादौ प्रत्यक्षतोऽखण्डरूपबाध इत्यत्राह
અવતરણિકાર્થ :
નદીઉત્તારઆદિમાં પ્રત્યક્ષથી અખંડરૂપનો બાધ છે, એથી કરીને અહીં ગ્રંથકારશ્રી કહે છે
૨૦૯
ગાથા:
" एवं च एत्थ एवं विरइभावं पडुच्च दट्ठव्वं ।
उज्झं पि पवित्तिं जं सा भावं विणावि भवे" ।। ६४ ।।
ગાથાર્થ ઃ
અને આ=શીલ અહીંયાં=સર્વવિરતિમાં, આ પ્રમાણે=આગળમાં કહ્યું કે સર્વસાવધયોગથી વિરતિ જ અખંડરૂપે એકસ્વરૂપ વર્તે છે ખંડરૂપપણાને પામતી નથી એ પ્રમાણે, વિરતિભાવને, આશ્રયીને જાણવું, પરંતુ બાહ્ય પણ પ્રવૃત્તિને આશ્રયીને નહિ; જે કારણથી તે=બાહ્ય પ્રવૃત્તિ, ભાવ વિના પણ slu. 119811
ટીકા ઃ
एतच्च शीलमत्रैवं सर्वसावद्यनिवृत्त्यात्मकं विरतिभावमान्तरं प्रतीत्य द्रष्टव्यं न तु बाह्यामपि प्रवृत्तिं प्रतीत्य, यत्सा बाह्या प्रवृत्तिर्भावं विनापि भवेत्, तथा च नद्युत्तारादौ द्रव्यतोऽप्कायारम्भसम्भवेऽपि प्रमादाभावान्न भावतः स इति न शीलाङ्गभङ्गः ।। ६४ ।