________________
૨૧૨
પ્રતિમાશતક ભાગ-૩/ સ્તવપરિણા / ગાથા-પ આધ્યાત્મિક વિરોધિત્વાવ્યા અને આધ્યાત્મિક નિવૃત્તિમાં બાહ્યપ્રવૃત્તિનું અવિરોધીપણું છે.
આત્મા સંબંધી જે ભાવ તે આધ્યાત્મિક ભાવ છે, અને આધ્યાત્મિક ભાવને કારણે જગતના કોઈ જીવોને મારવાનો પરિણામ નહિ હોવાથી સંયમની વૃદ્ધિના કારણે નદી ઊતરતા હોય તેવા મહાત્મા સર્વ જીવની વિરાધનાથી નિવૃત્ત છે. અને આવી આધ્યાત્મિક નિવૃત્તિ હોવાથી કેવળ સંયમરક્ષણના ઉપાય માટે નદી ઊતરવી આદિમાં થતી જે બાહ્યપ્રવૃત્તિ છે, તેનું અવિરોધીપણું છે અર્થાત્ ષકાયના પાલનની સાથે તે બાહ્યપ્રવૃત્તિનું અવિરોધીપણું છે, તેથી તે મહાત્મા ભાવથી અપ્રવૃત્ત જ છે.
આશય એ છે કે, મુનિ સંયમની વૃદ્ધિ માત્રની અભિલાષાવાળા છે, અને તેથી જ સંયમની વૃદ્ધિના ઉપાયરૂપે નવકલ્પી વિહારની ભગવાનની આજ્ઞા છે, તેનું પાલન કરે છે. જો તે આજ્ઞાનું પાલન કરવામાં ન આવે તો મુનિને ક્ષેત્રનો પ્રતિબંધ થવાની સંભાવના રહે છે અને મુનિને ક્ષેત્રનો પ્રતિબંધ થાય તો સંયમ પ્લાન થાય અને અંતે વિનાશ પામે છે. તેથી મુનિ પોતાના રત્નત્રયીના પરિણામની વૃદ્ધિના ઉપાયરૂપે વિહાર કરતા હોય ત્યારે, ક્ષેત્રમંતરની પ્રાપ્તિનો નદી ઊતર્યા વગર અસંભવ હોય તો, ભગવાનના વચનનું સ્મરણ કરીને વિધિપૂર્વક નદી ઊતરે છે. તેથી નદી ઊતરવાના ક્રિયાકાળમાં પણ આધ્યાત્મિકભાવ= આત્મા સંબંધી ભાવ, હિંસાથી નિવૃત્ત છે. તેથી જ મુનિ નદી ઊતરવાના કાળમાં શક્ય એટલી સમ્યગુ યતના અવશ્ય કરે છે, અને તે વખતે જે કોઈ નદીના જીવોની વિરાધના થાય છે, તે અશક્યપરિહારરૂપ છે; કેમ કે નદી ઊતર્યા વગર સંયમની વૃદ્ધિનો ઉપાય સંભવતો નથી, તેથી સંયમની વૃદ્ધિના ઉપાયમાં યત્ન કરતા એવા મુનિથી નદી ઊતરતાં જે ઉદકના જીવોની વિરાધના થાય છે, તે હિંસા અશક્યપરિહારરૂપ હોવાથી સંયમની વિરોધી નથી.
યg .... ગતિપ્રસા , અને જે વળી ત્યાં=નદી ઊતરવા આદિમાં, અપ્રમત્ત મુનિને કર્મબંધ થાય છે તેમ સ્વીકારવામાં, મધ્યસ્થનો યોગ મધ્યસ્થ એવા મુનિનો કાયવ્યાપાર, હેતુ નથી, પરંતુ નદી ઊતરવા આદિ ક્રિયામાં સાધુને દ્રવ્યથી અખાયના આરંભને કારણે થતા કર્મબંધમાં વધ્યો જ વધહેતુ છે. એ પ્રકારે વૃષોદવ્યતનો મત=ધર્મસાગર ઉપાધ્યાયનો મત છે, તે તુચ્છ છે, કેમ કે અતિપ્રસંગ છે. ભાવાર્થ :
મુનિ સર્વ જીવો પ્રત્યે મધ્યસ્થ પરિણતિવાળા છે. તેથી કોઈપણ જીવને પીડા કરવાનો તેમને પરિણામ નથી. માટે મધ્યસ્થ એવા તેમનો યોગ હિંસાકૃત કર્મબંધ પ્રત્યે હેતુ નથી. પરંતુ તેમની કાયચેષ્ટાથી=કાયાના વ્યાપારથી, વધને પામતા એવા વધ્યજીવોનો જ વધ કર્મબંધ પ્રત્યે હેતુ છે. તેથી મુનિને અલ્પ કર્મબંધ ત્યાં થાય છે, એ પ્રમાણે પૂર્વપક્ષી એવા ધર્મસાગર ઉપાધ્યાયનો જે મત છે, તે તુચ્છ છે; કેમ કે તેમ માનવાથી અપ્રમત્તમુનિને કે કેવલીને પણ કાયચેષ્ટાથી થતા હિંસાકૃત કર્મબંધનો અતિપ્રસંગ પ્રાપ્ત થાય.
અહીં પૂર્વપક્ષી કહે કે, કાયચેષ્ટાથી અપ્રમત્તમુનિ આદિને હિંસાકૃત કર્મબંધ થાય, તે આપત્તિ અમને ઇષ્ટાપત્તિ છે. તેથી બીજો હેતુ કહે છે –