________________
પ્રતિમાશતક ભાગ-૩ | જીવપરિજ્ઞા / ગાથા-૫૩ થી ૬૧, ૬૨
૨૦૦
ધ્યાનાદિ ક્રિયામાં સ્થિર હોય ત્યારે પણ તે ષટ્કાયનું પાલન કરે છે. અને જ્યારે કોઈ કાયિકાદિ ક્રિયા કરતા હોય ત્યારે, અત્યંત યતનાપૂર્વક તે ક્રિયામાં ઉપયોગ હોય તે કાળમાં પણ, કષાયો ન સ્પર્શે તેવો અંતરંગ યત્ન અવશ્ય હોય છે, તેથી ક્ષમાદિ ભાવો ત્યારે પણ અવશ્ય પ્રકર્ષ પામતા હોય છે; કેમ કે મુનિ ચારિત્રની ભાવિત મતિથી જ સર્વત્ર પ્રવૃત્તિ કરે છે. I૫૩થી ૬૧
અવતરણિકા :
तत्र निदर्शनमाह -
અવતરણિકાર્થ :
ત્યાં=ઉપરમાં કહ્યું કે, એક પણ સુપરિશુદ્ધ શીલાંગ શેષ શીલાંગના સદ્ભાવમાં નિયત હોય છે. ત્યાં, દૃષ્ટાંત કહે છે
ગાથા:
-
"एको वाऽऽयपएसोऽसंखेज्जपएससंगओ जह उ ।। થં પિ તન્ના જેવું, સતત્તવાઓ પરા ૩”શાદ્દશા
ગાથાર્થ ઃ
જે પ્રકારે જ એક પણ આત્મપ્રદેશ અસંખ્યાત પ્રદેશને સંગત હોય છે, આ પણ=શીલાંગ પણ, તે પ્રકારે જાણવા. વળી, ઈતરથા=વલપણામાં, સ્વતત્ત્વનો ત્યાગ=શીલાંગના શીલાંગપણાનો ત્યાગ છે. III
ટીકા
एकोऽप्यात्मप्रदेशो ऽत्यन्तसूक्ष्मोऽसंख्येयप्रदेशसङ्गतस्तदन्याविनाभूतो यथैव, केवलस्या-सम्भवात्, एवमेतदपि शीलाङ्गं तथा ज्ञेयमन्याविनाभूतमेवेतरथा तु-केवलत्वे स्वतत्त्वत्यागः, आत्मप्रदेशत्वमपि न स्यात्तद्वच्छीलाङ्गत्वमपि च न स्यात् समुदायनियतत्वात्समुदायिन इति ।। ६२ ।।
ટીકાર્ય –
asar કૃતિ ।। કેવળ એક એવા આત્મપ્રદેશનો અસંભવ હોવાને કારણે, જે પ્રકારે જ અત્યંત સૂક્ષ્મ એવો એક પણ આત્મપ્રદેશ અસંખ્યાતપ્રદેશસંગત=અન્ય આત્મપ્રદેશો સાથે અવિનાભૂત, હોય છે, એ રીતે આ પણશીલાંગ પણ, તે પ્રકારે જાણવા=અન્ય શીલાંગ સાથે અવિનાભૂત જાણવા. વળી, ઈતરથા=કેવળપણામાં, સ્વતત્ત્વનો ત્યાગ છે અર્થાત્ આત્મપ્રદેશોનું આત્મપ્રદેશપણું પણ ન રહે, અને તેની જેમ શીલાંગનું શીલાંગપણું પણ ન થાય; કેમ કે સમુદાયીનું=પ્રત્યેક શીલાંગનું, સમુદાયનિયતપણું છે=અઢાર હજાર શીલાંગના સમુદ્દાય સાથે નિયતપણું છે. ૬૨ા
* ‘કૃતિ’ શબ્દ દૃષ્ટાંતના કથનની સમાપ્તિસૂચક છે.
.....