________________
૨૦૧
ટીકા ઃ
अत्र = शीलाङ्गाधिकारे, इदं विज्ञेयमैदंपर्यं - भावार्थगर्भरूपं, बुद्धिमद्भिः पुरुषैर्यदुतैकमपि सुपरिशुद्धं=यथाख्यातं शीलाङ्गं शेषशीलाङ्गसद्भावे तन्नियतं भवति ।। ६१ ।।
ટીકાર્ય ઃ
પ્રતિમાશતક ભાગ-૩ | સ્તવપરિજ્ઞા / ગાથા-૫૩ થી ૬૧
312 .....
ઐદંપર્ય જાણવું.
મતિ।। અહીંયાં=શીલાંગના અધિકારમાં, બુદ્ધિમાન પુરુષો વડે આ ભાવાર્થગર્ભરૂપ
તે ઐદંપર્યને જ ‘યવુત’થી કહે છે –
જે આ પ્રમાણે – એક પણ સુપરિશુદ્ધ-યથાખ્યાત=શાસ્ત્રમાં જેવું કહેલ છે તેવું શીલાંગ, શેષ શીલાંગતા સદ્ભાવમાં નિયત હોય છે. ।।૬૧||
* ટીકામાં ‘તન્નિયતં’ છે ત્યાં ‘તત્’ શબ્દ વધારાનો ભાસે છે.
ભાવાર્થ:
કોઈ મુનિ સંયમ ગ્રહણ કર્યા પછી મન, વચન અને કાયાથી ભગવાનના વચનાનુસાર દરેક ઉચિત પ્રવૃત્તિ કરતા હોય અને ક્યાંય સ્ખલના થતી ન હોય તો તે મુનિની દરેક પ્રવૃત્તિ બાહ્યથી ષટ્કાયના પાલન માટે હોય છે, અને અંતરંગ રીતે પ્રવૃત્તિ ક્ષમા આદિ દશવિધ યતિધર્મમાં હોય છે, અને આ રીતે સમ્યગ્ યત્ન કરનાર એવા મુનિનું ચિત્ત સમભાવમાં વર્તતું હોય છે અને ઉત્તરોત્તર સમભાવની વૃદ્ધિ કરતું હોય છે.
આવા પરિણામવાળા મુનિને અઢાર હજાર શીલાંગની નિષ્પત્તિ હોય છે; કેમ કે તેની દરેક પ્રવૃત્તિમાં ષટ્કાયનું પાલન થાય તે રીતે જ મન, વચન અને કાયાના વ્યાપારો પ્રવર્તે છે. વળી, ચાર સંજ્ઞાઓની કોઈ પ્રવૃત્તિ ન થાય અને કોઈ પણ પ્રવૃત્તિમાં કરાવણ અને અનુમોદનરૂપ ભાવોની પ્રાપ્તિ ન થાય, એ રીતે કેવળ ક્ષમાદિ ભાવોની વૃદ્ધિ દ્વારા ક્ષાયિકભાવને અનુકૂળ યત્ન તે મુનિ કરતા હોય છે. તેથી તેમના મન, વચન અને કાયાના વ્યાપારો સદા ગુપ્તિમાં હોય છે અને કાયાથી અને વચનથી થતી ચેષ્ટામાં સમિતિવાળા મુનિ હોય છે, આથી જ સુપરિશુદ્ધ એવા અઢાર હજાર શીલાંગો તેમનામાં અત્યંત ભાવસાર વર્તે છે. આમ છતાં, અનાદિ ભવના અભ્યાસને કારણે આ અઢાર હજાર શીલાંગને આશ્રયીને કોઈ એક શીલાંગમાં પણ પ્રમાદ સેવાય તો સર્વ શીલાંગોમાં મલિનતા આવે છે, અને જ્યારે કોઈ પણ એક શીલાંગમાં સુદૃઢ યત્ન હોય છે, ત્યારે સર્વ શીલાંગો સુવિશુદ્ધ બને છે.
જેમ, ક્ષમામાં મુનિ અત્યંત યત્નવાળા હોય ત્યારે કોઈ કષાય તેમને સ્પર્શે નહિ, પરંતુ ક્ષયોપશમભાવની વૃદ્ધિ થાય તેવું જ તેમનું ચિત્ત હોય છે, અને તેથી જ જો ધ્યાન કે સ્વાધ્યાયમાં તે મુનિ વર્તતા હોય તો તે વખતે પૃથ્વીકાયાદિના પાલનમાં યત્ન દેખાય નહિ, તોપણ ષટ્કાયના પાલનનો અધ્યવસાય હોય છે, અને ક્ષમાદિભાવોની વૃદ્ધિનો અધ્યવસાય પણ હોય છે. તેથી નિર્લેપ મુનિ કોઈ બાહ્ય ક્રિયા ન કરતા હોય અને