SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૫ પ્રતિમાશતક ભાગ-૩ / સ્તવપરિજ્ઞા / ગાથા-પ૩ થી ૬૧ અપકાયવિષયક દશ ભેદો, તેઉકાયવિષયક દશ ભેદો, વાઉકાયવિષયક દશ ભેદો, વનસ્પતિકાયવિષયક દશ ભેદો, બેઇન્દ્રિયવિષયક દશ ભેદો, તેઇન્દ્રિયવિષયક દશ ભેદો, ચઉરિંદ્રિયવિષયક દશ ભેદો, પંચંદ્રિયવિષયક દશ ભેદો અને અજીવવિષયક દશ ભેદો કહેવા. આ રીતે ભૌમાદિ પૃથ્વીકાયાદિ દશને આશ્રયીને કુલ સો ભેદો થાય. આ સો ભેદો શ્રોત્રંદ્રિયના યોગથી થયા. એ રીતે – ચક્ષુરિંદ્રિયના યોગથી સો ભેદો, ધ્રાણેદ્રિયના યોગથી સો ભેદો, રસનેંદ્રિયના યોગથી સો ભેદો અને સ્પર્શેદ્રિયના યોગથી સો ભેદો થાય. આ રીતે પાંચ ઇન્દ્રિયના યોગથી કુલ પાંચસો ભેદો થાય. આ પાંચસો ભેદ આહારસંજ્ઞાના યોગથી થયા. એ રીતે – ભયસંજ્ઞાના યોગથી પાંચસો ભેદો, મૈથુનસંજ્ઞાના યોગથી પાંચસો ભેદો અને પરિગ્રહસંજ્ઞાના યોગથી પાંચસો ભેદો થાય. આ રીતે ચાર સંજ્ઞાના યોગથી કુલ બે હજાર ભેદો થાય. આ બે હજાર ભેદો મનરૂપ કરણથી થયા. એ રીતે વચનરૂપ કરણથી બે હજાર ભેદો અને કાયારૂપ કરણથી બે હજાર ભેદો થાય. એ રીતે ત્રણ કરણના યોગથી કુલ છ હજાર ભેદ થાય. આ છ હજાર ભેદો ન કરવારૂપ યોગથી થયા. એ રીતે ન કરાવવા રૂપ યોગથી છ હજાર ભેદો અને ન અનુમોદવારૂપ યોગથી છ હજાર ભેદો થાય. એ રીતે કુલ અઢાર હજાર ભેદો થયા. આ રીતે ૧૦ પૃથ્વીકાયાદિ x ૧૦ ક્ષમા આદિ=૧૦૦ ૧૦૦ x૫ શ્રોત્રેઢિયાદિ=૫૦૦ ૫૦૦ x ૪ આહારાદિ ૨૦૦૦ ૨૦૦૦ x ૩ મન વગેરે કરણો ૧૦૦૦ ઉ000 x ૩ કરણ વગેરે યોગા=૧૮૦૦૦ શીલાંગ થયા. ગાથા - "एत्थमियं विण्णेयं अइअंपज्जं तु बुद्धिमंतेहिं । જિ સુપરિશુદ્ધ સીન સેસમાવે” દા ગાથાર્થ : અહીંયાં=શીલાંગના અધિકારમાં, બુદ્ધિમાન પુરુષો વડે આ દંપર્ય જાણવું - શેષ શીલાંગના સભાવમાં એક પણ સુપરિશુદ્ધ શીલાંગ છે. IIII
SR No.022184
Book TitlePratima Shatak Part 03
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages450
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy