________________
પ્રતિમાશતક ભાગ-૩ | સ્તવપરિજ્ઞા | ગાથા-૫૩ થી ૬૧
૨૦૧
જ કરણરૂપ છે. તેથી એ ફલિત થાય કે, કાયાનો ક૨ણરૂપ વ્યાપાર, વચનનો કરાવણરૂપ વ્યાપાર અને મનનો અનુમોદનરૂપ વ્યાપાર એ ત્રણ યોગો છે. તેથી “યો મનોવ્યાપારાય:” કહેલ છે.
ત્રણ કરણો મન, વચન અને કાયા ત્રણ ક૨ણોસાધનો છે. ગાથા-૫૫માં કહ્યું છે કે, મન આદિ ત્રણ કરણો સાધનો છે. ચાર સંજ્ઞા આહાર, ભય, મૈથુન અને પરિગ્રહવિષયક છે.
પાંચ ઇન્દ્રિયો સ્પર્શન, રસન, ઘ્રાણ, ચક્ષુ અને શ્રોત્રરૂપ છે.
* અહીં મૂળ ગાથામાં શ્રોત્રાદિ પાંચ ઇન્દ્રિયો કહેલ છે, તેથી પશ્ચાનુપૂર્વીથી પાંચ ઇન્દ્રિયો સમજવી; કેમ કે ઉપર ઉપરના ગુણોની પ્રાપ્તિથી શીલાંગો સાધ્ય છે, એ જણાવવા અહીં ઇન્દ્રિયોનું વર્ણન પશ્ચાનુપૂર્વીથી કર્યું છે. આ કથન પંચવસ્તુક ગ્રંથ ગાથા-૧૧૬૪માં છે.
ભૂખ્યાદિ નવ જીવો પૃથિવી, અપ્, તેઉ, વાયુ, વનસ્પતિ, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરિન્દ્રિય અને પંચેંદ્રિય એ નવ જીવકાય છે.
પુસ્તકપંચક, ચર્મપંચક, તૃણપંચક અને શુષિરપંચક એ અજીવકાય છે. આ કથન પંચવસ્તુક ગ્રંથની ગાથા-૧૧૬૫માં છે.
દેશ શ્રમણધર્મ ક્ષમા, માર્દવ, આર્જવ, મુક્તિ=સંતોષ, તપ, સંયમ, સત્ય, શૌચ, આર્કિચન્ય અને બ્રહ્મચર્ય એમ દશ છે.
આ યોગ આદિની મૂળ સંખ્યાને યંત્રરૂપે સ્થાપન કરતાં ૩x૩=૯, ૯x૪=૩૬, ૩૬૪૫=૧૮૦, ૧૮૦૧૦=૧૮૦૦, ૧૮૦૦૪૧૦=૧૮૦૦૦ શીલાંગો થાય છે. તેની ભાવના આ=વક્ષ્યમાણ=હવે પછીની ગાથામાં બતાવે છે.
અવતરણિકા :
भावनामेवाह
અવતરણિકાર્થ :
અઢાર હજાર શીલાંગોની ભાવનાને જ કહે છે
211211 :
" ण करेइ मणेणाहारसन्नविप्पजढओ उ णियमेण । सोइंदियसंवुडो पुढविकायआरंभं खंतिजुओ" ।।५७।।
ગાથાર્થ ઃ
આહારસંજ્ઞાથી રહિત, વળી નિયમથી શ્રોત્રેન્દ્રિયથી સંવૃત, ક્ષમાયુક્ત એવો સાધુ મનથી પૃથ્વીકાયના આરંભને કરતો નથી. II૫૭II