________________
૧૮૪
પ્રતિમાશતક ભાગ-૩ |
પરિજ્ઞા) ગાથા-૪૩-૪૪
ટીકાર્ય :
ચમાર્વામિફા રિ જે કારણથી અભિવંગ પ્રકૃતિથી જ સ્વભાવથી જ, જીવને નિયમથી જ=નક્કી જ, દૂષિત કરે છે, અને દૂષિતનો સર્વ જ યોગ તત્વથી વિષઘારિત યોગતુલ્ય=વિષથી સિચિત યોગતુલ્ય, અશુદ્ધ છે. ૪૩ ભાવાર્થ
અભિધ્વંગ એ જીવનો પરિણામ નથી, પરંતુ જીવની વિકૃતિ છે, તેથી જ પ્રકૃતિથી જીવને નિયમો દૂષિત કરે છે. તેથી ગૃહસ્થોને ભગવાનની પૂજાના કાળમાં જે શુભયોગ છે, તે પણ દૂષિત થયેલા એવા જીવનો યોગ છે, તેથી અભિવૃંગરૂપ વિષથી સિંચિત થયેલા યોગ સમાન અશુદ્ધ છે.
આશય એ છે કે, શ્રાવક પૂજા કરે છે ત્યારે મન-વચન-કાયાના પૂર્ણ યોગોથી ભગવાનના ગુણોમાં ઉપયુક્ત છે અને તે મન-વચન-કાયાના વ્યાપાર દ્વારા ધીરે ધીરે તે સંયમ તરફ જઈ રહેલ છે. આમ છતાં, તેના ચિત્તમાં હજુ પોતાની સંપત્તિનો કે પોતાના પરિવારાદિનો પ્રતિબંધ છે, તે તૂટ્યો નથી. તેથી પૂજાકાળમાં વ્યક્ત ત્યાં ઉપયોગ નહિ હોવા છતાં ઉપયોગના પરાવર્તનથી સંસારની ભોગસામગ્રીમાં જાય તેવું તેનું ચિત્ત છે. તેથી જ સાધુ જેવું સંવૃત ચિત્ત તેનું નથી, માટે ચિત્તમાં પોતાના પરિવારાદિ પ્રત્યે વર્તતી સ્વત્વબુદ્ધિનો અધ્યવસાય વિદ્યમાન છે. તેથી જ તે રૂપ વિષથી સિંચિત એવો ભગવાનની પૂજામાં તેમનો ઉપયોગ વર્તે છે, માટે તે વિષથી સિંચાયેલ યોગતુલ્ય અશુદ્ધ છે. ll૪all અવતરણિકા:
દ્રવ્યસ્તવવાળાનો શુભયોગ વિષથી સિંચાયેલા યોગતુલ્ય અશુદ્ધ છે, તે પૂર્વે ગાથા-૪૩માં કહ્યું. હવે યતિનો શુભયોગ શુદ્ધ છે, તે બતાવતાં કહે છે – ગાયત :
"जइणो अदूसियस्स हेयाओ सव्वहा णियत्तस्स ।
સુદ્ધો ) કવાલે અનંજે સર્વદા સો s” in૪૪ ગાથાર્થ :
અદૂષિત અને હેયથી સર્વથા નિવૃત એવા યતિનો ઉપાદેય વસ્તુમાં શુભયોગ શુદ્ધ છે, આથી કરીને સર્વથા તે જગતિયોગ જ અકલંક છે. II૪૪ll ટીકા :
यतेरदूषितस्य सामायिकभावेन हेयात्सर्वथा निवृत्तस्य शुद्धश्चोपादेये वस्तुन्याज्ञाप्रवृत्त्याऽतोऽकलङ्कः सर्वथा स एव यतियोगः, शुभयोगसामान्यजन्यतावच्छेदकफलवृत्तिजातिव्याप्यजात्यवच्छिनं प्रत्येव साभिष्वङ्गनिरभिष्वङ्गशुभयोगानां हेतुत्वादेतदुपपत्तिरिति न्यायमार्गः ।।४४।।