________________
પ્રતિમાશતક ભાગ-૩/ રાવપરિણા / ગાથા-૪૫
અવતરણિકા -
उदाहरणेनोक्तस्वरूपव्यक्तिमाह - અવતરણિયાર્થ:
ઉદાહરણ દ્વારા ઉક્ત સ્વરૂપની વ્યક્તિ અભિવ્યક્તિ, કહે છે અર્થાત દ્રવ્યસ્તવ અને ભાવતવમાં જે અશુદ્ધ યોગરૂપ અને શુદ્ધ યોગરૂપ ભેદ છે, તે રૂપ ઉક્ત સ્વરૂપની અભિવ્યક્તિને કહે છે – ગાથા :
"असुहतरंडुत्तरणप्पाओ दव्वत्थवोऽसमत्थो उ ।
णईमाइसु इयरो पुण समत्थबाहुत्तरणकप्पो" ।।४५।। ગાથાર્થ :
નદી આદિ સ્થાનોમાં અશુભતરંડઉત્તરપ્રાયઃ=કાંટાથી યુક્ત શાલ્મલીના લાકડામાંથી બનાવેલ તરાપાથી ઊતરવા સમાન, દ્રવ્યસ્તવ છે અને અસમર્થ છે. ઈતર=ભાવસ્તવ, વળી સમર્થ બાજુથી ઊતરવા સમાન છે. [૪પા ટીકા :
अशुभतरण्डोत्तरणप्रायः कण्टकानुगतशाल्मलीतरण्डोत्तरणतुल्यो द्रव्यस्तवः सापायत्वाद-समर्थश्च, तत एव सिद्ध्यसिद्धनद्यादिषु स्थानेषु इतरः पुनर्भावस्तवः समर्थबाहूत्तरणकल्पस्तत एव मुक्तेः ।।४५।। ટીકાર્ય :
સખતરોત્તરVIA :- મુ|| નદી વગેરે સ્થાનોમાં અશુભતરંડઉત્તરણપ્રાય: કાંટાથી યુક્ત શાલ્મલી વૃક્ષના લાકડામાંથી બનાવેલ તરાપાથી ઊતરવા સમાન, દ્રવ્યસ્તવ છે; કેમ કે સાડાપણું છે. વળી, તે અસમર્થ છે; કેમ કે તેનાથી જ વ્યસ્તવથી જ. સિદ્ધિની અસિદ્ધિ છે. વળી ઈતર=ભાવસ્તવ, સમર્થ બાહુથી ઊતરવા સમાન છે; કેમ કે તેનાથી જ=ભાવસ્તવથી જ, મુક્તિ છે. ૪પા ભાવાર્થ :
નદી વગેરે સ્થાનોમાં કાંટાથી યુક્ત શાલ્મલી વૃક્ષના લાકડામાંથી બનાવેલ હોડીથી ઊતરવા સમાન દ્રવ્યસ્તવ છે; કેમ કે સાપાયપણું છે અર્થાત્ દ્રવ્યસ્તવથી પુણ્યાનુબંધી પુણ્યનું અર્જન થાય છે અને તેનાથી ઉત્તમ કોટિની સામગ્રીથી સંપન્ન અને ધર્મની સામગ્રીથી સંપન્ન પણ પુનર્જન્મની પ્રાપ્તિરૂપ અપાય પ્રાપ્ત થાય છે. તેથી દ્રવ્યસ્તવ સંસારસાગરને તરવાનું સાધન હોવા છતાં કંટક સ્થાનીય નવા કર્મની પ્રાપ્તિ દ્વારા પુનર્જન્મની પ્રાપ્તિ કરાવે છે. વળી દ્રવ્યસ્તવ સંસારસાગર તરવા માટે અસમર્થ છે; કેમ કે તેનાથી જ સિદ્ધિની અસિદ્ધિ છે.