________________
૧૯૦
ગાથાર્થ ઃ
પ્રતિમાશતક ભાગ-૩ | સ્તવપરિજ્ઞા | ગાથા-૪૭
પ્રથમથી=દ્રવ્યસ્તવથી, કુશલનો બંધ થાય છે, તેના=કુશલબંધના, વિપાકને કારણે સુગતિ આદિની પ્રાપ્તિ થાય છે. તેનાથી=દ્રવ્યસ્તવથી, પરંપરાએ કાળે કરીને બીજો પણ=ભાવસ્તવ પણ, થાય છે. II૪૭II
ટીકા ઃ
प्रथमाद्=द्रव्यस्तवात् कुशलबन्धो भवति सरागयोगात्, तस्य कुशलबन्धस्य विपाकेन हेतुना सुगत्यादयः=सुगतिसंपद्विवेकप्रभृतयः, ततो द्रव्यस्तवात्, परम्परया द्वितीयोऽपि भावस्तवो भवति, જાળનાભ્યાસતઃ ।।૪।।
ટીકાર્ય :
प्रथमाद् જ્ઞાનેનાભ્યાસતઃ ।। સરાગના યોગને કારણે પ્રથમથી=દ્રવ્યસ્તવથી, કુશલબંધ= પુણ્યાનુબંધીપુણ્યબંધ, થાય છે. તેના=કુશલબંધના વિપાકરૂપ કારણ વડે સુગતિ આદિ=સુગતિની પ્રાપ્તિ અને વિવેક વગેરે, પ્રાપ્ત થાય છે. તેનાથી=દ્રવ્યસ્તવથી, પરંપરાએ અભ્યાસ દ્વારા કાળે કરીને બીજો પણ=ભાવસ્તવ થાય છે. ।।૪૭॥
.....
* સુરત્યાવયઃ - અહીં ‘વિ’થી ‘વિવેક્ત્રમૃતયઃ’નું ગ્રહણ થાય છે અને “વિવેપ્રકૃતયઃ’માં ‘પ્રકૃતયઃ ’થી ભગવદ્ભક્તિ, ઉચિત પ્રવૃત્તિ વગેરેનું ગ્રહણ કરવું.
ભાવાર્થ:
શ્રાવક સંપૂર્ણ નિરભિષ્યંગ ચિત્તવાળો નથી=સંસારનાં ભૌતિક પદાર્થમાં રાગરહિત ચિત્તવાળો નથી. આમ છતાં મોક્ષનો અર્થ છે અને મોક્ષનો ઉપાય નિરભિષ્યંગ ચિત્ત છે એમ તે જાણે છે, તેથી નિરભિષ્યંગ ચિત્ત પ્રત્યે તેને હૈયામાં અનહદ રાગ હોય છે. આથી જ ભગવાનની પૂજાના કાળમાં ભગવાનના વીતરાગાદિ ભાવો પ્રત્યે તેને અત્યંત રાગ વર્તે છે અને તે રાગના કારણે ઉત્તમ સામગ્રીથી ભગવાનની પૂજા કરે છે. અને ભગવાન પ્રત્યેના રાગના પરિણામને કારણે શ્રાવકને દ્રવ્યસ્તવથી પુણ્યાનુબંધીપુણ્યરૂપ કુશલનો બંધ થાય છે અને તે કર્મના વિપાકથી સુગતિની પ્રાપ્તિ થાય છે અને સુગતિમાં તેને વિવેક વગેરે ગુણો પણ પ્રગટે છે. આથી જ ભગવાનની ભક્તિ કરીને સુગતિમાં ગયેલો શ્રાવક, ત્યાં પણ ભગવાનની ભક્તિ, ભગવાનની દેશનાનું શ્રવણ, સુસાધુઓની ભક્તિ વગેરે ઉત્તમ કૃત્યો પ્રત્યે અત્યંત રુચિવાળો હોય છે. તેથી જ જન્માંતરમાં તેવા શ્રાવકને જ્યારે મનુષ્યભવ મળે છે, ત્યારે સંયમ પ્રત્યેના અનહદ રાગને કારણે ભાવસ્તવની તેને પ્રાપ્તિ પણ થાય છે. આમ છતાં, દ્રવ્યસ્તવથી ભાવસ્તવની પ્રાપ્તિ તરત થતી નથી, પરંતુ બહુધા દ્રવ્યસ્તવ સેવી સેવીને, ગુણવાનની ભક્તિ કરી કરીને, કાંઈક કાંઈક અંશોથી નિરભિષ્યંગ ચિત્તનો અભ્યાસ કરવાથી કેટલોક કાળ પસાર થાય ત્યારે નિરભિષ્યંગ ચિત્તરૂપ ભાવસ્તવની પ્રાપ્તિ થાય છે.
આશય એ છે કે, દ્રવ્યસ્તવકાળમાં શ્રાવક સંયમ પ્રત્યેના રાગની બુદ્ધિવાળો બનતો જાય છે, તેથી જ