________________
૧૮૯
પ્રતિમાશતક ભાગ-૩ | નવપરિજ્ઞા| ગાથા-૪૬-૪૭ ટીકાર્ય :
દુષઘારિયાન્ .... તિ / અથવા તો કડવા ઔષધાદિના યોગથી મલ્ચર રોગના શમ સમાવ=વિલંબે રોગના ઉપશમ સમાન, પ્રથમ દ્રવ્યસ્તવ છે અને ઔષધ વિના સ્વતઃ જ તેના ક્ષયતુલ્ય= રોગના ક્ષયતુલ્ય, દ્વિતીય=ભાવસ્તવ છે. In૪૬i
ટીકાના અંતે ‘તિ' શબ્દ છે, તે કથનની સમાપ્તિસૂચક છે. ભાવાર્થ :
જેમ અતિરોગીને કટુક ઔષધ આપીને તેનો રોગ શમાવી શકાય છે, પણ તેનો રોગ ધીરે ધીરે અમે છે; તેમ દ્રવ્યસ્તવથી પુણ્યાનુબંધી પુણ્યરૂપ કટુક ઔષધનો યોગ થાય છે અને તેનાથી ધીરે ધીરે ભાવરોગ શમે છે. જ્યારે ભાવસ્તવ દ્વારા સીધી નિર્જરા થવાને કારણે ઔષધ વગર રોગના ક્ષયતુલ્ય તે છે.
આશય એ છે કે, દ્રવ્યસ્તવ કરનાર ગૃહસ્થ ભાવથી ઘણો રોગી છે, તોપણ દ્રવ્યસ્તવ કરીને ધીરે ધીરે ભાવરોગને તે મટાડે છે, તેથી રોગ મટાડવાની ક્રિયા ધીમી હોવાથી વિલંબથી તેને આરોગ્યની પ્રાપ્તિ થાય છે; જ્યારે ભાવસ્તવમાં ક્યાંય અભિન્કંગ નહિ હોવાથી રોગને શીધ્ર મટાડી શકે છે, તેથી ભાવસ્તવ કરનાર વ્યક્તિને શીધ્ર ભાવઆરોગ્યની પ્રાપ્તિ થાય છે.
વળી, આ દ્રવ્યસ્તવ દ્વારા જે પુણ્યાનુબંધી પુણ્યની પ્રાપ્તિ થાય છે, તે ભાવરોગને મટાડવા માટે ઔષધ તુલ્ય છે; કેમ કે દ્રવ્યસ્તવ કરીને જે શ્રાવકો દેવગતિમાં જાય છે, ત્યાં પણ ભાવરોગને મટાડતા જ હોય છે. તેથી પુણ્યાનુબંધી પુણ્યનો ઉદય જેમ સુગતિમાં જન્મ પમાડે છે, તેમ રોગ મટાડવાનું પણ કાર્ય કરે છે. II૪છા
જ અહીં પુણ્યાનુબંધી પુણ્યના ઉદયથી મળેલો જન્મ રોગ મટાડવાનું કાર્ય કરે છે, તેથી તે ઔષધતુલ્ય છે; અને પુનર્જન્મની પ્રાપ્તિ એ જીવની વિડંબણા છે, તેથી તે કટુંકસ્થાનીય છે.
પુણ્યાનુબંધી પુણ્યના ઉદયથી માત્ર દેવત્વ-મનજત્વ નથી મળતું, પરંતુ સુદેવત્વ-સુમનજત્વ મળે છે અને તે ભાવરોગને મટાડવાનું કારણ બને છે. તેથી દ્રવ્યસ્તવને કટુક ઔષધતુલ્ય કહેલ છે. અવતરણિકા -
अनयोः फलमाह - અવતરણિતાર્થ :
આ બેના દ્રવ્યસ્તવ અને ભાવતવતા, ફલને કહે છે –
ગાથા :
"पढमाउ कुसलबंधो तस्स विवागेण सुगइमाईया । तत्तो परंपराए बिइओ विय होइ कालेणं" ॥४७॥