________________
૧૯૪
પ્રતિમાશતક ભાગ-૩/ વપરિણી ગાથા-૪૭-૪૮-૪૯-૫૦ ગાથાર્થ :
અને સાધુદર્શનના ભાવથી અજિત થયેલ કર્મથી ત્યાં પણ સુગતિમાં પણ, ગુણરાગ થાય છે, અને કાળે યથાક્રમથી ગુણકર એવું સાઘુદર્શન થાય છે. ll૪૯II, ટીકા - ____ तत्रापि च सुगतौ साधुदर्शनभावार्जितकर्मणस्तु सकाशाद् गुणरागो भवति काले च साधुदर्शनं जायते यथाक्रमेण गुणकरं तत एव ।।४९।। ટીકાર્ય -
તત્રષિg iા અને ત્યાં પણ=સુગતિમાં પણ, સાધુદર્શનના ભાવથી અજિત કર્મથી ગુણરાગ થાય છે, અને તેનાથી જ કાળે યથાક્રમથી ગુણકર એવું સાધુનું દર્શન થાય છે. ૪૯I ભાવાર્થ -
જિનબિંબની પ્રતિષ્ઠા કરાવતી વખતે વિવેકસંપન્ન શ્રાવક એ ભાવ કરે છે કે, “આ જિનમંદિરનું નિર્માણ કર્યા પછી તેમાં જિનબિંબની પ્રતિષ્ઠા કરવાથી મહાત્માઓ તેના દર્શન માટે આવશે અને સાધુના દર્શનથી મને વિશેષ પ્રકારના તત્ત્વમાર્ગની પ્રાપ્તિ થશે.” આવા પ્રકારના સાધુના દર્શનના ભાવથી અર્જિત કર્મને કારણે શ્રાવકને સુગતિમાં ગયા પછી પણ ગુણનો રાગ પ્રગટે છે; કેમ કે સાધુદર્શનનો અધ્યવસાય એ ગુણના રાગમાંથી ઊઠેલો ભાવ છે, તેથી તે કર્મ જ્યારે વિપાકને પામે છે ત્યારે ગુણરાગને પ્રગટાવે છે, અને ગુણરાગને કારણે જ યથાક્રમથી ગુણકર એવું કાળે કરીને સાધુનું દર્શન થાય છે.
સુગતિમાં જન્મ પામ્યા પછી જોકે તે જીવ પ્રકૃતિથી જ ગુણરાગવાળો હોય છે, છતાં સાધુનું દર્શન સુગતિમાં જન્મતાંની સાથે જ થાય એવું નથી, પરંતુ સાધુદર્શનનું ફળ મળી શકે તેવો ઉચિત કાળ જ્યારે પ્રાપ્ત થાય, ત્યારે સાધુનું દર્શન થાય છે, અને તે સાધુનું દર્શન યથાક્રમથી ગુણકર છે અર્થાત્ સાધુનું દર્શન થવાથી રોજ તેમની પાસે ધર્મશ્રવણ કરતાં કરતાં ગુણોની વૃદ્ધિ થાય છે, યાવતું ધીરે ધીરે સંયમનો પરિણામ પણ થાય છે. આ સર્વ ફળ પૂર્વમાં કરાયેલ જિનભવનના પ્રતિષ્ઠાપનનું જ છે. II૪ll ગાથા -
"पडिबुझिस्संतऽण्णे भावज्जियकम्मओ उ पडिवत्ती ।
भावचरणस्स जायइ एयं चिय संजमो सुद्धो" ।।५।। ગાથાર્થ :
અન્ય પ્રાણીઓ=અન્ય જીવો, પ્રતિબોધને પામશે, એ પ્રમાણે ભાવથી અર્જિત કર્મથી, ભાવચરણની પ્રતિપતિ થાય છે. એ જ=ભાવસરણ જ, શુદ્ધ સંયમ છે. પoll