________________
૧૫
પ્રતિમાશક ભાગ- રવાપરિયા, ગાથા-૪૭-૪૮-૪૯-૫૦-૫૧
(૨) જિનબિંબની પ્રતિષ્ઠા કરતી વખતે બીજો અધ્યવસાય એ હોય છે કે, જિનમંદિરમાં જિનબિંબની પ્રતિષ્ઠા થવાથી ત્યાં ઉત્તમ એવા મહાત્માઓ દર્શન કરવા માટે આવશે, તેથી તે ઉત્તમ મહાત્માઓનાં દર્શન મને પણ પ્રાપ્ત થશે. આ પ્રકારનો શુભ અધ્યવસાય જિનબિંબની પ્રતિષ્ઠા વખતે હોય છે, જે ગુણરાગસ્વરૂપ છે, જેનાથી જન્માંતરમાં પોતાને ગુણવાન એવા સાધુનો યોગ થાય છે, એટલું જ નહિ પણ તે સાધુનું દર્શન ગુણપ્રાપ્તિનું કારણ પણ બને છે.
(૩) જિનબિંબની પ્રતિષ્ઠા કરતી વખતે શ્રાવકનો ત્રીજો અધ્યવસાય એ છે કે, અન્ય યોગ્ય જીવો આ જિનમંદિરમાં જિનબિંબને જોઈને પ્રતિબોધ પામશે અને તેના કારણે તેઓ આ સંસારસાગરથી તરશે. આ પ્રકારના અધ્યવસાયમાં બીજાને સંસારસાગરથી તરવાનો માર્ગ આપવાનો અધ્યવસાય હોય છે, અને તે અધ્યવસાયથી પોતાને બંધાયેલું પુણ્ય ભવિષ્યમાં શુદ્ધ ચારિત્રની પ્રાપ્તિનું કારણ બને છે; કેમ કે જગતના જીવોને તારવાનો અધ્યવસાય પોતાને તારવાનું કારણ બને છે. આપણા અવતરણિકા -
પૂર્વે ગાથા-રમાં બે પ્રકારનો સ્તવ છે તેમ કહેલ અને ત્યાર પછી તે બે પ્રકારના સ્તવમાંથી પ્રથમ એવા દ્રવ્યસ્તવનું અત્યાર સુધી નિરૂપણ કર્યું. હવે ભાવસ્તવ શું છે? તે બતાવતાં કહે છે –' ગાથા -
"भावत्थओ अ एसो थोअव्वोचियपवित्तिओ णेओ ।
निरविक्खाणाकरणं कयकिच्चे हंदि उचियं तु" ।।५१।। ગાથાર્થ :
અને સ્તોતવ્યસ્તુતિ કરવા યોગ્ય, એવા ભગવાનમાં ઉચિત પ્રવૃત્તિ હોવાથી ભાવસ્તવ આ=શુદ્ધ સંયમ છે.
તે જ વાત ગાથાના ઉત્તરાર્ધથી બતાવે છે – નિરપેક્ષ આજ્ઞાકરણ જ કૃતકૃત્યમાં ઉચિત છે. પલા
ગાથામાં ‘દિ' શબ્દ છે, તે ઉપપ્રદર્શનાર્થે છે. ટીકા :___भावस्तवश्चैषः शुद्धसंयमः स्तोतव्योचितप्रवृत्तेः कारणात् ज्ञेयः, तथाहि-निरपेक्षाज्ञाकरणमेव कृतकृत्ये स्तोतव्ये हंदि उचितं, नान्यनिरपेक्षत्वात् ।।५१।। ટીકાર્ય :
બાવર્તાવ .... , સ્તોતવ્ય સ્તુતિ કરવા યોગ્ય, એવા ભગવાનમાં ઉચિત પ્રવૃત્તિરૂપ કારણથી ભાવસ્તવ આ=શુદ્ધ સંયમ, છે.