________________
૧૯૮
પ્રતિમાશતક ભાગ-૩ |
પરિગાથા પર
ભાવાર્થ :
ભાવથી જેને સાધુપણું સ્પેશ્ય છે એવો સાત્ત્વિક જીવ, નિરપેક્ષભાવ કરવાની જે ભગવાનની આજ્ઞા છે તેનું પાલન કરી શકે છે. તે સિવાયના અન્ય ક્ષુદ્ર જીવો નિરપેક્ષ થવાની ભગવાનની આજ્ઞાનું પાલન કરી શકતા નથી.
અહીં “અન્યશબ્દથી દેશવિરતિધર શ્રાવક કે સંવિગ્નપાક્ષિક જીવ પણ ભાવસાધુ નહિ હોવાથી નિરપેક્ષ થવાની ભગવાનની આજ્ઞાનું પાલન કરી શકતા નથી, તેનું ગ્રહણ થાય છે. અને તેઓ ભગવાનની આવા પ્રકારની આજ્ઞાનું પાલન કેમ કરી શકતા નથી, તેમાં પ્રથમ નિશ્ચયનયની દૃષ્ટિને સામે રાખીને કહે છે -
ભાવ સાધુને છોડીને બીજાને સમ્યગુ તેના ગુણના જ્ઞાનનો અભાવ છે અર્થાત્ નિરપેક્ષ થવા માટે કેવો યત્ન કરવો જોઈએ તેનું યથાર્થ જ્ઞાન તેમને નથી. જો યથાર્થ જ્ઞાન હોય તો અન્ય જીવો અવશ્ય તેવો યત્ન કરે જ; કેમ કે જીવમાત્ર સુખનો અર્થી છે, અને નિરપેક્ષભાવમાં જેવું ઉત્તમ સુખ છે તેવું સુખ જગતમાં ક્યાંય નથી. વળી, આ નિરપેક્ષભાવનું સુખ માત્ર તત્કાળ સુખરૂપ નથી, પરંતુ સુખની પરંપરા દ્વારા પૂર્ણસુખનું કારણ છે. તેથી જે જીવને એવું જ્ઞાન હોય કે, આવા પ્રકારના યત્નથી નિરપેક્ષ થવાની ભગવાનની આજ્ઞાનું પાલન થઈ શકે છે, તો તેવો જીવ અવશ્ય તેમાં યત્ન કરે. પરંતુ આવો બોધ ભાવસાધુને છોડીને સમ્યગ્દષ્ટિ આદિને પણ નથી.
અહીં પ્રશ્ન થાય કે, સમ્યગ્દષ્ટિને તો સાચો બોધ છે, અને વળી ગીતાર્થ એવા સંવિગ્નપાક્ષિકને તો શાસ્ત્રનો પણ સૂક્ષ્મ બોધ હોય છે, ફક્ત તેઓ તેવી આચરણા કરી શકતા નથી, તેથી નિરપેક્ષ થવાની આજ્ઞાનો બોધ તેમને નથી, તેમ કેમ કહી શકાય ? તેથી કહે છે –
રત્નપરીક્ષા ન્યાયથી કરણનું પણ બુદ્ધિનું ઉપાયપણું છે.
આશય એ છે કે, કોઈને રત્નના ગુણોનું વર્ણન સાંભળીને રત્નના સ્વરૂપનો બોધ થયો હોય, કે ગુરુ પાસેથી રત્નના સ્વરૂપના વર્ણનથી રત્નના સ્વરૂપનો બોધ થયો હોય, તોપણ જ્યારે રત્નને લઈને તે રત્નમાં પોતાના બોધનું યોજન કરે છે, ત્યારે શાસ્ત્રના શ્રવણથી કે ગુરુના ઉપદેશથી જે રત્નનો બોધ થયો હોય, તેના કરતાં તે રત્નનો સૂક્ષ્મબોધ થાય છે. તેમ શાસ્ત્રોનાં વચનથી નિરપેક્ષ આજ્ઞા કરવાના સ્વરૂપનો કોઈને બોધ થયો હોય, તોપણ જ્યાં સુધી તે આજ્ઞાનુસાર ઉચિત પ્રવૃત્તિ કરીને તે ભાવોને સ્વસંવેદનથી સાક્ષાત્કારરૂપે જોતો નથી, ત્યાં સુધી નિરપેક્ષભાવ કરવાના ભગવાનના વચનોનો પારમાર્થિક બોધ તેને થતો નથી; પરંતુ જ્યારે તે નિરપેક્ષભાવોને કરે છે, ત્યારે ભગવાનની આજ્ઞાનો વિશેષ પ્રકારનો તેને બોધ થાય છે. આથી જ તેવા બોધવાળા જીવો તે બોધને અનુરૂપ સુદઢ યત્ન કરીને ઉત્તરોત્તર વિશુદ્ધ-વિશુદ્ધતર નિરપેક્ષભાવોને કરી શકે છે, અને ગીતાર્થ એવા પણ સંવિપાલિકને કે અન્ય સમ્યગ્દષ્ટિને તેવો બોધ નહિ હોવાથી નિરપેક્ષ આજ્ઞાકરણમાં યત્ન કરી શકતા નથી.
વળી વ્યવહારનયની દૃષ્ટિથી તેઓને નિરપેક્ષ આજ્ઞાકરણનો બોધ હોવા છતાં ચારિત્રમોહનીયના ઉદયથી તેઓ નિરપેક્ષ આજ્ઞાકરણમાં યત્ન કરી શકતા નથી. આપણા