________________
૧૯૬
પ્રતિમાશતક ભાગ-૩) સ્તવપરિજ્ઞાગાથા-પ૧-પર
સ્તોતવ્યસ્તુતિ કરવા યોગ્ય, એવા ભગવાનમાં ઉચિત પ્રવૃત્તિ કરવારૂપ ભાવસ્તવ શું છે? તે જ વાત ગાથાના ઉત્તરાર્ધમાં કહી છે, તેને ટીકામાં ‘તથાદિ'થી કહે છે –
તથાપિ – તે આ પ્રમાણે –
નિરપેક્ષ નિરપેક્ષત્વા II નિરપેક્ષ એવું આજ્ઞાકરણ જ કૃતકૃત્ય એવા સ્તોતવ્યમાં કરવું ઉચિત છે, અન્ય નહિ–બાહ્ય સામગ્રી આદિથી ભગવાનની પૂજા વગેરે કરવી એ રૂપ અન્ય નહિ; કેમ કે નિરપેક્ષપણું છે=લોકો પોતાની પૂજા કરે તે પ્રત્યે ભગવાનનું નિરપેક્ષપણું છે. પલા ભાવાર્થ :
કૃતકૃત્ય એવા ભગવાન સ્તોતવ્ય છે. તેથી કૃતકૃત્ય એવા સ્તોતવ્યમાં ઉચિત એ છે કે, સર્વ ભાવો પ્રત્યે નિરપેક્ષ બનવાની તેમની આજ્ઞાનું પાલન કરવું.
આશય એ છે કે, ભગવાન સ્વયં નિરપેક્ષ છે, તેમને પોતાની કોઈ પૂજા કરે તેવી અપેક્ષા નથી. તેથી ભગવાન નિરપેક્ષ હોવાથી બધા જીવોને નિરપેક્ષ થવાની જ આજ્ઞા બતાવે છે બાહ્ય પદાર્થોની અપેક્ષા રાખીને આનંદ લેવાની વૃત્તિના ત્યાગનો ઉપદેશ આપે છે, કેમ કે બાહ્ય ભાવો પ્રત્યે નિરપેક્ષ થવું એ જ ભગવાનતુલ્ય થવાનો ઉપાય છે. તેથી નિરપેક્ષ થવાની ભગવાનની આજ્ઞાનું કારણ આજ્ઞાનું પાલન કરવું, એ જ કૃતકૃત્ય એવા ભગવાનમાં ઉચિત છે, અન્ય નહિ બાહ્ય સામગ્રી આદિથી ભગવાનની પૂજા કરવી એ સર્વ અન્ય ઉચિત નથી; કેમ કે ભગવાન નિરપેક્ષ છે અર્થાતુ ભગવાનને પોતાની પૂજા વગેરેની કોઈ અપેક્ષા નથી.
યદ્યપિ શ્રાવકને પ્રાથમિક ભૂમિકામાં દ્રવ્યસ્તવ કરવું ઉચિત છે; કેમ કે જેઓ નિરપેક્ષ આજ્ઞાના પાલનમાં અસમર્થ છે, તેઓ નિરપેક્ષ આજ્ઞાપાલનના ઉપાયભૂત એવું દ્રવ્યસ્તવ કરે તે ઉચિત છે. પરંતુ જેઓ નિરપેક્ષ આજ્ઞાપાલનમાં સમર્થ છે, તેઓના માટે તો નિરપેક્ષ થવાની ભગવાનની આજ્ઞાનું પાલન કરવું એ જ ઉચિત છે.
અહીં વિશેષ એ છે કે, ભગવાન કૃતકૃત્ય છે, તેથી તેમની કોઈ પૂજા કરે એવી પણ તેમને ઇચ્છા હોતી નથી. આમ છતાં તીર્થકરો જગતના જીવોને સન્માર્ગ બતાવવાનું ઉચિત કૃત્ય કરનારા છે, અને તે ઉચિત કૃત્યરૂપે તેમણે જગતના જીવોને નિરપેક્ષ થવા માટે ઉપાયભૂત એવું શ્રુતજ્ઞાન આપેલું છે. તેથી જીવને નિરપેક્ષ થવા માટે જે ભગવાનનું વચન છે, તે વચન પ્રમાણે યત્ન કરવો એ જ ઉચિત છે. અને નિરપેક્ષ થવું તે ભાવસંયમરૂપ છે, પરંતુ જે જીવોમાં તેવું સત્ત્વ નથી, તેઓ ભગવાન પ્રત્યેના બહુમાનની અભિવ્યક્તિ દ્રવ્યસ્તવ દ્વારા કરીને ભાવસ્તવને અનુકૂળ સત્ત્વનો સંચય કરે છે. પરંતુ જેઓ ભગવાનની આજ્ઞા પાળવા સમર્થ છે, તેમણે તો શુદ્ધ સંયમમાં યત્ન કરવો જોઈએ. આપવા ગાથા :
"एअं च भावसाहुं विहाय नण्णो चएइ काउं जे । सम्मं तग्गुणनाणाभावा तह कम्मदोसा य" ।।५२।।