________________
૧૯૨
પ્રતિમાશતક ભાગ-૩/ સ્તવપરિણા | ગાથા-૪૭-૪૮-૪૯ બતાવવામાં આવશે તે થાય છે, તે કારણથી, દ્રવ્યસ્તવથી કુશલનો બંધ અને તેના વિપાકથી સુગતિ વગેરેની પ્રાપ્તિ અને પરંપરાએ ભાવસ્તવની પ્રાપ્તિ થાય છે. એમ ગાથા-૪૭માં કહ્યું, તેની સાથે અન્વય છે. ભાવાર્થ :
પ્રસ્તુત ગાથામાં કહેલ જિનબિંબના પ્રતિષ્ઠાપનનો ભાવ એ છે કે, “આ ભગવાન લોકોત્તમ પુરુષ છે અને સન્માર્ગના દાતા છે, તેથી જ મને તેમના પ્રત્યે અત્યંત ભક્તિનો ભાવ થાય છે. માટે તેમના બિંબની પ્રતિષ્ઠા કરીને હું મારા આત્માને કૃતાર્થ કરું” આ પ્રકારનો ભાવ થાય છે, તે પ્રશસ્ત કોટિના ભગવાનના ગુણોના રાગ સ્વરૂપ છે. તેથી તે ભાવથી પેદા થયેલ કર્મની પરિણતિના વશથી જીવ સુગતિ આદિને પ્રાપ્ત કરે છે અને તે સુગતિમાં સદા આત્માનું પ્રતિષ્ઠાપન થાય છે તે પાપરહિત છે; કેમ કે પુણ્યાનુબંધી પુણ્યથી પ્રાપ્ત થયેલ સુગતિમાં પ્રતિષ્ઠાપન વિવેક વગેરેથી સંપન્ન હોય છે, માટે જ તે અનઘ=નિર્દોષ, છે.
અહીં પ્રશ્ન થાય કે, ફક્ત પ્રતિષ્ઠાના ભાવથી બંધાયેલા કર્મની પરિણતિના વશથી સુગતિ વગેરેની પ્રાપ્તિરૂપ સર્વ કાર્ય કઈ રીતે થઈ શકે ? કેમ કે યાવત્ કારણોના ભેગા થવાથી જ કાર્ય નિષ્પન્ન થઈ શકે છે. તેથી કહે છે –
જિનબિંબના પ્રતિષ્ઠાપનના ભાવથી અર્જિત કર્મની પરિણતિ, સ્વેતર કર્મથી ઈતર, સકલ કારણના મેલનના સામર્થ્યવાળી છે, અને આથી જ તે સર્વ કારણ સામગ્રીથી જીવનું સુગતિમાં અનઘ પ્રતિષ્ઠાપન થાય છે.
અહીં વિશેષ એ છે કે, જીવ જ્યારે સુગતિમાં જાય છે, તે સુગતિની પ્રાપ્તિ પણ સંપૂર્ણ દોષરહિત ત્યારે જ કહેવાય, કે સંસારમાં બધી જાતની ભૌતિક, શારીરિક અને સાંયોગિક અનુકૂળતા હોય, અને તે સુગતિનો ભવ વિવેકથી ભરપૂર હોય. અને આવા પ્રકારના ભવની પ્રાપ્તિમાં કારણ જિનબિંબની પ્રતિષ્ઠા કરવાના ભાવોથી અર્જિત પુણ્યાનુબંધી પુણ્ય છે, અને તે પુણ્યાનુબંધી પુણ્ય એવા વિશિષ્ટ સામર્થ્યવાળું છે કે, તે અન્ય ભવમાં બધાં જ કારણો ભેગાં કરાવી આપે છે. તેથી તે સદ્ગતિ સંપૂર્ણ નિર્દોષ હોય છે અને આવી નિર્દોષ સદ્ગતિ હંમેશાં ઉત્તર ઉત્તર ગુણની વૃદ્ધિ દ્વારા ભાવસ્તવનું કારણ બને છે. I૪૮ll અવતરણિકા -
તથા વાદ – અવતરણિકાર્ય :
અને તે પ્રકારે કહે છે અર્થાત્ જિનબિંબની પ્રતિષ્ઠાથી અજિત કર્મ કઈ રીતે ઈતર સકલ કારણ મેળવી આપે છે અને તેનાથી કલ્યાણની પરંપરાનું કારણ બને એવો અનઘ=નિર્દોષ, જન્મ પ્રાપ્ત થાય છે. તે પ્રકારે ગાથા-૪૯-૫૦માં કહે છે –
ગાથા -
"तत्थ वि य साहुदसणभावज्जियकम्मओ उ गुणरागो । काले य साहुदंसणं जहक्कमेणं गुणकरं नु" ।।४९।।