________________
પ્રતિમાશતક ભાગ-૩ | સ્તવપરિજ્ઞા | ગાથા-૪૭-૪૮
૧૯૧
પૂર્વમાં તેને ભોગો પ્રત્યે જે અભિષ્યંગ=રાગ છે, તે દ્રવ્યસ્તવ કરતાં કરતાં ઘટતો જાય છે, અને દેવભવમાં જઈને પણ ભગવદ્ભક્તિ, ભગવાનની દેશનાનું શ્રવણ ઇત્યાદિ ઉત્તમ કૃત્યો દ્વારા ભોગનો અભિષ્યંગ ઘટે છે. આથી જ આવો જીવ જ્યારે મનુષ્યભવ પામે છે, ત્યારે દ્રવ્યસ્તવ દ્વારા કરાયેલો જે અભ્યાસ તેના બળથી સંયમને પામે છે, તે ભાવસ્તવની પ્રાપ્તિરૂપ છે. I૪૭ના
અવતરણિકા -
विशेषत इदमेवाह
-
અવતરણિકાર્ય :
વિશેષથી આને જ=પૂર્વે ગાથા-૪૭માં કહ્યું કે, દ્રવ્યસ્તવથી પુણ્યાનુબંધીપુણ્યબંધ અને તેનાથી સુગતિ વગેરેની પ્રાપ્તિ અને પરંપરાએ ભાવસ્તવની પ્રાપ્તિ થાય છે, એને જ, કહે છે – * પ્રસ્તુત ગાથા-૪૮ની અવતરણિકાનો સંબંધ ગાથા-૫૦ સુધી છે.
ગાથા:
“जिणबिंबपइट्ठावणभावज्जिअकम्मपरिणइवसेणं । सुग्गइपइट्ठावणमणघं सइ अप्पणो जम्हा " ।। ४८ ।।
ગાથાર્થ ઃ
જે કારણથી જિનબિંબના પ્રતિષ્ઠાપનના ભાવથી અર્જિત=પેદા થયેલ કર્મપરિણતિના વશથી, સદા=હંમેશાં અનઘ=નિર્દોષ, એવું સુગતિમાં પ્રતિષ્ઠાપન થાય છે. II૪૮૫
ટીકા ઃ
जिनबिम्बप्रतिष्ठापन भावार्जितकर्मपरिणतिवशेन स्वेतरसकलकारणमेलनसामर्थ्येन सुगतौ प्रतिष्ठापनमनघं सदात्मनो यस्मात्कारणात् ।।४८।।
ટીકાર્યઃ
जिनबिम्ब
યમાારણાત્ ।। જે કારણથી સ્વેતર=જિનબિંબના પ્રતિષ્ઠાપનના ભાવથી અર્જિત કર્મથી ઈતર, સકલ કારણોના મેલનના સામર્થ્યવાળી એવી, જિનબિંબના પ્રતિષ્ઠાપનના ભાવથી અર્જિત થયેલી કર્મપરિણતિના વશથી, સદા આત્માનું અનઘનિર્દોષ એવું સુગતિમાં પ્રતિષ્ઠાપન થાય છે. ।।૪૮
* અહીં મૂળ ગાથા-૪૮માં ‘નમ્ના’ અને ટીકામાં ‘વસ્માત્ ારાત્' કહ્યું, તેનો સંબંધ પૂર્વે ગાથા-૪૭માં જે કથન કહ્યું, તેની સાથે છે. તે આ રીતે
જે કારણથી સદા આત્માનું અનઘ સુગતિમાં પ્રતિષ્ઠાપન થાય છે, અને આગળની ગાથા-૪૯-૫૦માં