________________
પ્રતિમાશતક ભાગ-૩ | સ્તવપરિજ્ઞા | ગાથા-૪૫-૪૬ યદ્યપિ દ્રવ્યસ્તવ સંસારસાગરથી તરવા માટે કંટકયુક્ત તરાપા જેવું છે, તોપણ તે સ્વતઃ અસમર્થ છે તેથી જ દ્રવ્યસ્તવથી સાક્ષાત્ સિદ્ધિની અસિદ્ધિ છે. છતાં જેમ નદી આદિમાં ડૂબતાને નાની હોડી કંટકયુક્ત હોય તોપણ રક્ષણ આપી શકે છે અને તેથી રક્ષિત થયેલો તે જીવ સામગ્રી મળતાં નદી આદિમાં તરી શકે છે, તેમ જીવને દ્રવ્યસ્તવથી સુગતિ આદિની પ્રાપ્તિ થાય છે અને સુગતિ આદિમાં જ્યારે સંયમની સામગ્રી મળે ત્યારે સંસારસાગ૨થી તરી પણ શકે છે. પરંતુ દ્રવ્યસ્તવથી સીધું કોઈ સંસારસાગરથી તરી શકતું નથી, તે અપેક્ષાએ દ્રવ્યસ્તવથી જ મોક્ષની અસિદ્ધિ છે, એમ કહેલ છે.
વળી,ભાવસ્તવ સમર્થ બાહુથી નદી આદિસ્થાનોમાં ઉત્તરણ સમાન છે; કેમ કે ભાવસ્તવથી મુક્તિ થાય છે.
આશય એ છે કે, દ્રવ્યસ્તવમાં બાહ્ય સામગ્રીની અપેક્ષા રહે છે, તેથી તેને તરાપા તુલ્ય કહેલ છે. જ્યારે ભાવસ્તવમાં કોઈ બાહ્ય સામગ્રીની અપેક્ષા રહેતી નથી, તેથી બાહુથી નદી આદિ ઊતરવા સમાન ભાવસ્તવ કહેલ છે. વળી, દ્રવ્યસ્તવને અસમર્થ કહ્યું; કેમ કે મુખ્યરૂપે તે પુણ્યાનુબંધીપુણ્યનું કારણ છે. જ્યારે ભાવસ્તવને સમર્થ કહ્યું; કેમ કે મુખ્યરૂપે તે નિર્જરાનું કારણ છે. આથી કરીને જ ભાવસ્તવથી મુક્તિની સિદ્ધિ છે; કેમ કે મોક્ષ પ્રત્યે નિર્જરા જ પરમાર્થથી હેતુ છે. IIII
૧૮૮
* અહીં જીવનો અભિષ્યંગપરિણામ એ કંટકસ્થાનીય છે, કાંટા લાગે તે કર્મબંધસ્થાનીય છે અને તેનાથી પીડા-જન્માદિની પ્રાપ્તિ થાય છે, તે અપાયસ્થાનીય છે.
અવતરણિકા :
પૂર્વે ગાથા-૪૫માં દ્રવ્યસ્તવને અસમર્થ કહ્યો અને ભાવસ્તવને સમર્થ કહ્યો. અપેક્ષાએ એ યથાર્થ છે, છતાં અહીં પ્રશ્ન થાય કે, દ્રવ્યસ્તવ પણ મોક્ષ અર્થે જ કરાય છે, અને તે મોક્ષનું કારણ ન હોય=મોક્ષ માટે અસમર્થ હોય તો તેમાં પ્રવૃત્તિ સંગત ન કહેવાય. તેથી બીજી દૃષ્ટિને સામે રાખીને બીજા ઉદાહરણ દ્વારા દ્રવ્યસ્તવ અને ભાવસ્તવનો ભેદ બતાવે છે
ગાથા =
-
" कडुओसहाइजोगा मंथररोगसमसंणिहो वावि ।
पढमो विणोसणं तक्खयतुल्लो अ बीओ उ" ।। ४६॥
ગાથાર્થ ઃ
અથવા તો કટુ ઔષઘાદિના યોગથી મંથર=વિલંબે રોગના ઉપશમ તુલ્ય પ્રથમ=દ્રવ્યસ્તવ છે, અને ઔષધ વિના તેના ક્ષયતુલ્ય=રોગના ક્ષય સમાન, દ્વિતીય=ભાવસ્તવ છે. ।।૪૬ા
* મૂળ ગાથામાં ‘વાવિ=વાઽપિ' શબ્દ પૂર્વે ગાથા-૪૫માં કહેલ ઉદાહરણના સમુચ્ચયાર્થે છે. ટીકા ઃ
कटुकौषधादियोगात् मन्थररोगशमसंनिभो वाऽपि = विलम्बितरोगोपशमतुल्यो, वाऽपि प्रथमो = द्रव्यस्तवः, विनौषधेन स्वत एव तत्क्षयतुल्यश्च = रोगक्षयकल्पश्च द्वितीयो =भावस्तव इति ।। ४६ ।।