________________
પ્રતિમાશતક ભાગ-૩ / સ્તવપરિજ્ઞા | ગાથા-૪૨-૪૩
૧૮૩
કેમ કે ભગવાનની આજ્ઞા છે કે, યતિએ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવમાં ક્યાંય પ્રતિબંધ રાખવો જોઈએ નહિ, ફક્ત આત્મામાં જ પ્રતિબંધ રાખવો જોઈએ. તેથી યતિઓ આત્મામાત્રમાં જ પ્રતિબંધ ધારણ કરીને તેને જ અતિશયિત ક૨વા અર્થે ભગવદ્ગુણકીર્તનમાં યત્ન કરે છે અને તેથી જ યતિનો શુભયોગ મહાન હોય છે અર્થાત્ ઉપરની ભૂમિકાનો હોય છે. જ્યારે દ્રવ્યસ્તવ કરનાર શ્રાવકને સર્વત્ર નિરભિમ્પંગ પરિણામ હોતો નથી, શ્રાવકો આત્માથી ભિન્ન એવી કોઈક તુચ્છ વસ્તુમાં પણ અભિષ્યંગવાળા હોય છે, તેથી જ તુચ્છ એવી પણ કોઈક વસ્તુમાં અભિવૃંગ હોવાને કારણે ભગવાનની ભક્તિના કાળમાં શુભ વ્યાપાર હોવા છતાં દ્રવ્યસ્તવવિષયક તેમનો શુભયોગ તુચ્છ જ છે અર્થાત્ યતિયોગ કરતાં અલ્પ જ છે.
યદ્યપિ પરિણત શ્રાવકો સર્વવિરતિને જ ઝંખે છે, તેથી નિરભિષ્યંગભાવ જ તેમને અત્યંત પ્રિય હોય છે, આમ છતાં પોતાનાથી ભિન્ન એવા બાહ્ય પદાર્થોમાં તેઓ સર્વથા અભિષ્યંગને છોડી શકતા નથી. તેથી ભગવાનની ભક્તિ કરતી વખતે તેમનો શુભયોગ હોવા છતાં યતિયોગ કરતાં તેમનો શુભયોગ અલ્પ છે; કેમ કે સાક્ષાત્ ઉપયોગથી શ્રાવકના મન-વચન અને કાયાના યોગો પૂજાકાળમાં ભગવાનની ભક્તિમાં ઉપયુક્ત હોવા છતાં શ્રાવકનું ચિત્ત સંસારના ભોગો પ્રત્યે અભિષ્યંગ વગરનું બનેલું નથી, તેથી પૂજાકાળમાં પણ તિ જેવા સંવરભાવવાળો શ્રાવક નથી. આથી જ પૂજાકાળે પણ તેમના ઉપયોગમાં પૂજાની ઉત્તરમાં હું સંસારની પ્રવૃત્તિ કરીશ, એવો અધ્યવસાય પડેલો હોય છે, અને આ અભિષ્યંગભાવના કારણે ભગવાનની ભક્તિના કાળમાં પણ મુનિ જેવું ઉત્તમ ચિત્ત શ્રાવકનું હોતું નથી. II૪૨]
અવતરણિકા :
દ્રવ્યસ્તવ તુચ્છ કેમ છે ? તે બતાવતાં કહે છે
ગાથા:
ટીકા -
=
ગાથાર્થ
જે કારણથી અભિષ્યંગ નિયમથી જ જીવને દૂષિત કરે છે, તે દૂષિતનો યોગ વિષઘારિત=વિષથી સિંચિત, યોગતુલ્ય છે. II૪૩
* મૂળ ગાથામાં ત્તિ=રૂતિ, શબ્દ પાદપૂર્તિ માટે છે.
:
" जम्हा उ अभिस्संगो जीवं दूसेइ नियमओ चेव ।
तद्रूसियस्स जोगो विसघारियजोगतुल्ल त्ति" ।। ४३॥
यस्मात्त्वभिष्वङ्गः प्रकृत्यैव जीवं दूषयति नियमत एव, तथा दूषितस्य योगः सर्व एव तत्त्वतो विषघारितयोगतुल्योऽशुद्ध इति ।। ४३ ।।