________________
પ્રતિમાશતક ભાગ-૩ | સ્તવપરિજ્ઞા | ગાથા-૪૧
ભાવાર્થ:
પૂર્વે ગાથા-૪૦માં કહ્યું કે, દ્રવ્ય દ્વારા ભાવ થાય છે, તેથી દ્રવ્યસ્તવમાં અલ્પ ભાવ છે. ત્યાં પ્રશ્ન થાય કે, દ્રવ્ય દ્વારા જે સ્તવ કરવામાં આવે તેમાં અલ્પ ભાવ કેમ થાય છે ? તેથી કહે છે કે, મલિનારંભીરૂપ અધિકા૨ીવિશેષને કારણે શુભારંભી એવા યતિના યોગ કરતાં અલ્પ ભાવ છે, એ પ્રકારે કહે છે –
ગાથા:
" जिणभवणाईविहाणद्दारेणं एस होइ सुहजोगो । उचियाणुट्ठाणं पि य तुच्छो जइजोगओ णवरं" ।।४१।।
૧૮૧
ગાથાર્થ ઃ
જિનભવનાદિવિધાન દ્વારા આ શુભયોગ થાય છે. (તેથી) ઉચિત અનુષ્ઠાન હોવા છતાં પણ ફક્ત યતિયોગથી તુચ્છ છે. I[૪૧]I
ટીકા ઃ
जिनभवनादिविधानद्वारेण द्रव्यानुष्ठानलक्षणेनैष भवति शुभयोगः = शुभव्यापारः, ततश्चोचितानुष्ठानमपि सदेष तुच्छो यतियोगतः सकाशात् नवरं, मलिनारम्भ्यधिकारिकशुभयोगत्वेन यतियोगादल्पत्वं तुल्यत्वं च प्रायः साधर्म्येणेति भावः ॥ ४१ ॥ ।
ઢીકાર્ય :
जिनभवनादिविधानद्वारेण . ભાવઃ ।। દ્રવ્યાનુષ્ઠાનલક્ષણ દ્રવ્યાનુષ્ઠાનસ્વરૂપ, જિનભવનાદિવિધાન દ્વારા આ શુભયોગ=શુભવ્યાપાર થાય છે, અને તેથી ઉચિત અનુષ્ઠાન પણ છતું આ ફક્ત યતિયોગથી તુચ્છ છે અર્થાત્ મલિનારંભી અધિકારિક શુભયોગપણા વડે યતિયોગથી અલ્પપણું અને પ્રાયઃ સાધર્મ્સથી તુલ્યપણું છે, એ પ્રકારે ભાવ=તાત્પર્ય છે. ।।૪૧||
ભાવાર્થ:
જિનભવનાદિ ક૨વા વડે દ્રવ્યસ્તવમાં શુભ વ્યાપાર થાય છે, તેથી ઉચિત અનુષ્ઠાન હોવા છતાં પણ યતિના યોગ કરતાં તુચ્છ અનુષ્ઠાન છે, આમ છતાં સર્વથા યતિયોગ કરતાં વિપરીત નથી; કેમ કે યતિયોગમાં જેમ શુભ વ્યાપાર છે, તેમ દ્રવ્યસ્તવમાં શુભ વ્યાપાર છે.
યતિના યોગમાં અને શ્રાવકના દ્રવ્યાનુષ્ઠાનમાં ફરક એટલો જ છે કે, યતિના યોગમાં શુભ આરંભિક શુભ વ્યાપાર છે; કેમ કે યતિ અશુભ આરંભ કરનારા હોતા નથી; જ્યારે દ્રવ્યસ્તવનો અધિકા૨ી મલિનારંભી ગૃહસ્થ છે, તેથી દ્રવ્યસ્તવમાં મલિન આરંભિક શુભ વ્યાપાર છે. તેથી શુભયોગ=શુભવ્યાપાર ઉભયત્ર હોવા છતાં યતિના યોગથી ગૃહસ્થના શુભયોગમાં અલ્પપણું છે.
વળી, ઉચિત અનુષ્ઠાનરૂપે યતિયોગની સાથે ગૃહસ્થના દ્રવ્યસ્તવનું જે તુલ્યપણું છે, તે પણ પ્રાયઃ