________________
૧૮૦
પ્રતિમાશતક ભાગ-૩ નવપરિજ્ઞા/ ગાથા-૪૦-૪૧ ટીકા - ___ अथोचितानुष्ठानात्कारणाद्विचित्रयतियोगतुल्य एवैष यद् यस्मात्, तत् तस्मात्, कथं द्रव्यस्तवः ? भावस्तव एवास्ति । अत्रोत्तरम्-तद्वारेण द्रव्यस्तवद्वारेण, अल्पभावात् स्तोकभावोपपतेः ।।४०॥ ટીકાર્ય :
અથ .. ગલ્લિ ા “અથ'થી પૂર્વપક્ષી કહે છે કે, જે કારણથી ઉચિત અનુષ્ઠાન હોવાને કારણે વિચિત્ર=વિવિધ પ્રકારના, યતિયોગતુલ્ય જ આ દ્રવ્યસ્તવ છે, તે કારણથી કેવી રીતે દ્રવ્યસ્તવ કહેવાય? અર્થાત્ ભાવસ્તવ જ છે.
મત્રોત્તર - પૂર્વપક્ષીની ઉપરોક્ત શંકારૂપ કથનમાં ગ્રંથકારશ્રી ઉત્તર આપે છે –
તારે ... ૩૫ત્તિ છે. તેના દ્વારા વ્યસ્તવ દ્વારા, અલ્પભાવ હોવાથી સ્ટોક ભાવની ઉપપત્તિ હોવાથી, તે દ્રવ્યસ્તવ કહેવાય છે. ૪૦ | ભાવાર્થ :- યતિઓ દ્રવ્ય વગર ભગવાનની આજ્ઞાનું પાલન કરે છે અને તેનાથી વિપુલ ભાવ પેદા થાય છે, તેથી તે ભાવસ્તવ છે. જ્યારે ગૃહસ્થો તેવા પ્રકારની ભગવાનની આજ્ઞા પાળવા માટે અસમર્થ હોય છે તેથી ગૃહસ્થાવાસમાં રહે છે, અને તેથી જ ઉત્તમ દ્રવ્ય દ્વારા ભગવાનની ભક્તિ કરે છે. અને ઉત્તમ દ્રવ્યોથી જે ભગવાનની ભક્તિ કરે છે, તેનાથી યતિના ભાવની અપેક્ષાએ અલ્પ ભાવની ઉપપત્તિ થાય છે, અને તે દ્રવ્યસ્તવ અતિશયભાવવાળા એવા ભાવસ્તવનું કારણ બને છે, માટે શ્રાવકના ભગવદ્ભક્તિસ્વરૂપ અનુષ્ઠાનને દ્રવ્યસ્તવ કહેવામાં આવે છે; કેમ કે અહીં દ્રવ્ય શબ્દ કારણવાચી છે, અને તે દ્રવ્યસ્તવ ભાવસ્તવના કારણરૂપ છે, તેથી તે દ્રવ્યસ્તવ છે.
અહીં વિશેષ એ છે કે, ભગવાન વીતરાગ છે, તેથી વીતરાગને અનુકૂળ એવું નિરભિમ્પંગ માનસ વીતરાગના ગુણકીર્તન દ્વારા મુનિઓ પેદા કરી શકે છે અને કોઈ બાહ્ય પદાર્થમાં તેઓ અભિન્કંગ રાખતા નથી, તેથી જ યતિના યોગમાં વિપુલ ભાવ છે; જ્યારે દ્રવ્યસ્તવના અધિકારી એવા મલિનારંભી ગૃહસ્થો બાહ્ય શરીર-ભોગાદિ, ધન-કુટુંબાદિ દ્રવ્ય પ્રત્યે અભિળંગવાળા છે, આમ છતાં વીતરાગ પ્રત્યેની ભક્તિના કારણે પોતાના અભિવંગના વિષયભૂત એવાં ઉત્તમ દ્રવ્યોને ભગવાનની ભક્તિમાં વાપરીને પોતાને કૃતાર્થ માને છે. આ રીતે યતિ કરતાં ગૃહસ્થને શુભભાવ અલ્પ હોય છે; કેમ કે તેઓ દ્રવ્યસામગ્રી દ્વારા ભગવાનની ભક્તિરૂપ અલ્પ ભાવને પેદા કરી શકે છે, તેથી તેને દ્રવ્યસ્તવ કહેલ છે. આવા અવતરણિકા:
अधिकारिविशेषादत्राल्पभाव इत्याह - અવતરણિકાર્ય :
અધિકારી વિશેષથી અહીં દ્રવ્યસ્તવમાં, અલ્પ ભાવ છે, એ પ્રકારે કહે છે –