________________
પ્રતિમાશતક ભાગ-૩ નવપરિણા / ગાથા-૩૯-૪૦
૧૭૯ છે, તોપણ તેનાથી પ્રાપ્ત થતું ફળ તુચ્છ છે; કેમ કે અકામનિર્જરાદિરૂપ પ્રકારતરથી પણ ભોગાદિ ફળવિશેષ પ્રાપ્ત થાય છે.
અહીં પ્રશ્ન થાય કે, પ્રકાાંતરથી ફળપ્રાપ્તિ થતી હોય તેટલા માત્રથી દ્રવ્યસ્તવથી થતું તે ફળ તુચ્છ છે, એમ કેમ કહેવાય ? જેમ - કોઈ જીવને મોક્ષ કઠોર ચર્યાથી પ્રાપ્ત થાય છે, જ્યારે અન્ય કોઈ જીવને મરુદેવાની જેમ કઠોર ચર્યા વગર પણ પ્રાપ્ત થઈ શકે છે, પરંતુ એટલામાત્રથી મોક્ષને તુચ્છ કેમ કહેવાય ? તેનો ઉત્તર એ છે કે, પ્રકારતરથી અહીં અકામનિર્જરાદિરૂપ પ્રકારતર ગ્રહણ કરેલ છે, અને તે તુચ્છ છે; કેમ કે જીવે અનંતીવાર સંસારમાં અથડાતાં-કુટાતાં અકામનિર્જરાદિ દ્વારા તુચ્છ એવાં ભોગાદિ ફળ પ્રાપ્ત કરેલ છે, જ્યારે વીતરાગની સમ્યક્ પ્રકારની ભક્તિ અત્યંત દુર્લભ છે, અને એવી સમ્યક્ પ્રકારની ભક્તિ જીવે ભૂતકાળમાં ક્યારેય પ્રાપ્ત કરી નથી. જો પ્રાપ્ત કરી હોત તો અવશ્ય તેનું મોક્ષરૂપ મુખ્યફળ જીવને પ્રાપ્ત થાત, અને જ્યાં સુધી મોક્ષફળની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી આનુષંગિક ફળરૂપે સંસારનું સુખ પણ પ્રાપ્ત થાત. તેથી આવા મહાફળવાળા દ્રવ્યસ્તવથી, તુચ્છ એવી અકામનિર્જરાથી પ્રાપ્ત કરી શકાય એવું સાંસારિક ભોગાદિમાત્ર ફળ જીવ જ્યારે પ્રાપ્ત કરે, ત્યારે એમ કહેવું પડે કે, વીતરાગવિષયક અપ્રધાનદ્રવ્યસ્તવથી જીવ જે ભોગાદિ ફળવિશેષ પ્રાપ્ત કરે છે, એવાં ભોગાદિ ફળવિશેષ તો તુચ્છ એવી અકામનિર્જરાદિથી પણ પ્રાપ્ત કરી શકે છે, માટે જે દ્રવ્યસ્તવ પ્રધાનફળનું કારણ ન બને, પરંતુ માત્ર ભોગાદિ જ ફળ આપે તે ફળવિશેષ તુચ્છ જ છે અને અનુચિત જ છે. માટે તેવું દ્રવ્યસ્તવ પણ અનુચિત જ છે, એમ અવતરણિકા સાથે જોડાણ છે. IIકલા આવતરણિકા -
उचितानुष्ठानत्वे को विशेषो भावस्तवादित्यत्राह - અવતરણિતાર્થ :
દ્રવ્યસ્તવનું ઉચિત અનુષ્ઠાનપણું હોતે છતે ભાવતવથી શું વિશેષ છે? અર્થાત્ કાંઈ વિશેષ નથી, એ પ્રકારની શંકામાં ગ્રંથકારશ્રી કહે છે – ગાથા :
"उचियाणुट्ठाणाओ विचित्तजइजोगतुल्लमो एस ।।
जं ता कह दव्वथओ तद्दारेणप्पभावाओ" ॥४०॥ ગાથાર્થ :
જે કારણથી ઉચિત અનુષ્ઠાન હોવાને કારણે આ દ્રવ્યસ્તવ, વિચિત્ર પતિયોગતુલ્ય છે, તે કારણથી કેવી રીતે દ્રવ્યસ્તવ કહેવાય? અર્થાત્ ન કહેવાય.
ગાથાના પૂર્વાર્ધમાં કહેલ પૂર્વપક્ષીની શંકાનું સમાધાન ગાથાના અંતિમ પાદથી આપતાં કહે છે – તેના દ્વારા દ્રવ્ય દ્વારા, અભાવ હોવાથી દ્રવ્યસ્તવ કહેવાય છે. ૪૦II