________________
પ્રતિમાશતક ભાગ-૩ | પરિજ્ઞા | ગાથા-૩૮-૩૯
૧૭૭ આશય એ છે કે, ભાવસ્તવના હેતુને દ્રવ્યસ્તવ કહ્યું, ત્યાં દ્રવ્યશબ્દ જુદા અર્થમાં છે અને અપ્રધાન અર્થમાં વપરાતો દ્રવ્યશબ્દ જુદા અર્થમાં છે. જેમ – “સૈન્યવ' શબ્દ “અશ્વ' અર્થમાં પણ વપરાય છે અને લવણ'=મીઠું, અર્થમાં પણ વપરાય છે, તેમ દ્રવ્યશબ્દ “કારણ' અર્થમાં પણ વપરાય છે અને ‘તુચ્છ' અર્થમાં પણ વપરાય છે.
પ્રસ્તુતમાં દ્રવ્યસ્તવનું લક્ષણ કર્યું કે ભાવસ્તવનો હેતુ તે દ્રવ્યસ્તવ. તેમાં ‘દ્રવ્ય” શબ્દ “ઉચિત દ્રવ્યસ્તવ” ના અર્થમાં છે; અને જે તુચ્છ અનુષ્ઠાન-ક્રિયા છે, ત્યાં દ્રવ્ય' શબ્દનો પ્રયોગ થાય છે તે “અપ્રધાનદ્રવ્યસ્તવના અર્થમાં છે; માટે કોઈ દોષ નથી. એ પ્રમાણે અમે યુક્ત જોઈએ છીએ, એમ ગ્રંથકારશ્રી ઉપાધ્યાયજી મહારાજા કહે છે.
અહીં વિશેષ એ છે કે, ટીકામાં યદ્યપિ પછી જે કહ્યું કે, વિશુદ્ધ તે તે દ્રવ્યસ્તવવ્યક્તિ અથવા આજ્ઞાવિશિષ્ટ તે તે દ્રવ્યસ્તવવ્યક્તિ ભાવસ્તવાવચ્છિન્ન કાર્ય પ્રત્યે કારણ છે. ત્યાં એ કથન હેતુ અને સ્વરૂપથી ગ્રહણ કરવાનું છે;
કે પરિપૂર્ણ વિશુદ્ધ અનુષ્ઠાન કોઈક જ કરી શકે છે. બધા અભવ્યો પણ બાહ્યથી વિશુદ્ધ અનુષ્ઠાન કરી શકતા નથી કે બધા ભવ્યો પણ બાહ્યથી વિશુદ્ધ અનુષ્ઠાન કરી શકતા નથી. પરંતુ વિશુદ્ધ કરવાની ઇચ્છાવાળા જીવો વિશુદ્ધના સ્વરૂપને જાણીને તે મુજબ કરવામાં યત્ન કરતા હોય ત્યારે તેમનું અનુષ્ઠાન હેતુથી વિશુદ્ધ છે; અને જે રીતે વિશુદ્ધ બાહ્ય આચરણાઓ કરવાની છે, તે જ રીતે સમ્યગુ આચરણા કરે ત્યારે તે અનુષ્ઠાન સ્વરૂપથી વિશુદ્ધ છે.
વળી, તે જ રીતે આજ્ઞાવિશિષ્ટ પરિપૂર્ણ શુદ્ધ દ્રવ્યાનુષ્ઠાન કોઈક જ સાત્ત્વિક જીવ કરી શકે છે; કેમ કે જે જીવો સંસારથી ઉદ્વિગ્ન છે તેથી જ મોક્ષના અર્થી છે અને તેથી જ મોક્ષના ઉપાયોને જાણવાની જિજ્ઞાસાવાળા છે અને ભગવાનના વચનથી તેમને મોક્ષનો ઉપાય ભાવસ્તવ લાગે છે, અને તે ભાવસ્તવની નિષ્પત્તિ માટે સમ્યગુ રીતે કરાયેલું દ્રવ્યસ્તવ જ્યારે તે જીવોને પોતાની ભૂમિકાના ઉપાયરૂપે ભાસે છે, ત્યારે શુદ્ધ સંયમરૂપ ભાવસ્તવના આશયપૂર્વક તેઓ દ્રવ્યસ્તવમાં યત્ન કરે છે. ત્યાં સૌ પ્રથમ તેઓ દ્રવ્યસ્તવની વિધિને જાણવાની જિજ્ઞાસા ધરાવે છે, અને સ્વશક્તિને અનુરૂપ તે પ્રમાણે કરવા યત્ન કરતા હોય, છતાં અભ્યાસદશામાં સત્ત્વની અલ્પતાને કારણે પરિપૂર્ણ વિધિપૂર્વક અનુષ્ઠાન કરી શકતા ન હોય, તોપણ તે હેતુથી આજ્ઞાવિશિષ્ટ દ્રવ્યસ્તવ બને છે, અને જ્યારે અભ્યાસના અતિશયથી દ્રવ્યસ્તવમાં નિપુણ પ્રજ્ઞા પ્રાપ્ત થાય છે અને સત્ત્વનો ઉત્કર્ષ થાય છે અને જે પ્રમાણે શાસ્ત્રમાં દ્રવ્યસ્તવ કરવાની આજ્ઞા છે તે મુજબ અનુષ્ઠાન કરે, ત્યારે તે સ્વરૂપથી આજ્ઞાવિશિષ્ટ દ્રવ્યસ્તવ બને છે, જે અમૃત અનુષ્ઠાન સ્વરૂપ છે. ll૩૮મા અવતરણિકા -
आनुषङ्गिकफलमात्रानौचित्यमित्यनुशास्ति - અવતરણિતાર્થ :
આનુષંગિક ફળમાત્ર અનૌચિત્ય છે, એ પ્રકારનું અનુશાસન ગ્રંથકારશ્રી કરે છે –