________________
૧૭૬
પ્રતિમાશતક ભાગ-૩ | પરિડા, ગાથા-૩૮ થાય છે. માટે અભાવનું લક્ષણ કરવા જતાં તેમાં જો અભાવનો પ્રવેશ થાય, તો તેનો બોધ થઈ શકે નહિ, અને ન્યાયદર્શનકારો અભાવમાં અભાવત્વ જાતિ સ્વીકારતા નથી, તેથી અભાવમાં રહેલા અભાવત્વ ધર્મને અખંડ ઉપાધિ કહે છે અર્થાતુ ભાવનો અભાવ એ રૂપ ખંડ કરીને તેનું કથન થઈ શકે નહિ, પરંતુ અભાવની ઉપસ્થિતિ અભાવત્વરૂપે કરવી પડે, અને અભાવમાં રહેલો અભાવત્વ ધર્મ અનિર્વચનીય છે, તેથી અભાવત્વ એ અખંડ ઉપાધિરૂપ ધર્મ છે.
ઉપરોક્ત ન્યાયદર્શનની યુક્તિને સામે રાખીને, તે નયથી અહીં પણ અપ્રધાનથી વ્યાવૃત્ત એવા દ્રવ્યસ્તવમાં વ્યસ્તવત્વ જાતિ નહિ હોવા છતાં એખંડ ઉપાધિરૂપ ધર્મ સ્વીકારીને, ભાવસ્તવ પ્રત્યે કારણ સ્વીકારવાથી કાર્ય-કારણભાવની સંગતિ થાય છે તેમ બતાવ્યું.
વળી, ન્યાયદર્શનમાં કેટલાક શક્તિ નામનો અતિરિક્ત પદાર્થ માને છે. તે નયની દૃષ્ટિને સામે રાખીને બીજી રીતે અર્થ કરતાં ગ્રંથકારશ્રી કહે છે –
જેમ ગડૂચી વગેરે ઔષધમાંથી બનેલ ક્વાથમાં જ્વરને હરણ કરવાની શક્તિ છે, તેમ આજ્ઞાવિશિષ્ટ એવા તે તે દ્રવ્યસ્તવમાં એવી શક્તિવિશેષ છે, કે જે શક્તિવિશેષને કારણે આજ્ઞાવિશિષ્ટ દ્રવ્યસ્તવનાં અનુષ્ઠાનો ભાવસ્તવ પ્રત્યે કારણ છે.
આનાથી એ પ્રાપ્ત થાય છે કે, વિશુદ્ધ એવા સર્વ દ્રવ્યસ્તવમાં તેવી શક્તિવિશેષ નથી, પરંતુ વિશુદ્ધ એવા દ્રવ્યસ્તવમાં જે આજ્ઞાવિશિષ્ટ દ્રવ્યસ્તવ છે, તેમાં જ એવી શક્તિવિશેષ છે કે, તે શક્તિવિશેષના કારણે આજ્ઞાવિશિષ્ટ દ્રવ્યસ્તવો ભાવસ્તવનાં કારણ બને છે; અને જે દ્રવ્યસ્તવો આજ્ઞાવિશિષ્ટ નથી, તેમાં તેવી શક્તિવિશેષ નથી, તેથી તે દ્રવ્યસ્તવો ભાવ સ્તવનાં કારણ બનતાં નથી.
આજ્ઞાવિશિષ્ટ એવા દ્રવ્યસ્તવમાં શક્તિવિશેષરૂપ સ્વતંત્ર પદાર્થ છે, તેથી બાવર્તવત્વેન-#િવિશેન કાર્ય-કારણભાવ છે.
છે. અહીં શક્તિવિશેષથી એ ગ્રહણ કરવું છે કે, અગ્નિમાં દાહશક્તિ છે, ગડૂચી આદિમાં વરહરણશક્તિ છે અને આજ્ઞાવિશિષ્ટ દ્રવ્યસ્તવમાં ભાવસ્તવને પેદા કરવાની શક્તિ છે. એ રૂ૫ શક્તિના ભેદને બતાવવા માટે શક્તિવિશેષથી કારણ છે, તેમ કહેલ છે.
આ રીતે દ્રવ્યસ્તવના લક્ષણમાં આવતા દોષોના પરિહાર માટે ખુલાસો કર્યા પછી ગાથા-૩૭માં દ્રવ્યસ્તવનું લક્ષણ કરેલું કે, આજ્ઞારુદ્ધ વીતરાગામી માસ્તવહેતુરનુષ્ઠાન વ્યસ્તવ: આજ્ઞાશુદ્ધ, વીતરાગગામી ભાવસ્તવના હેતુભૂત અનુષ્ઠાન દ્રવ્યસ્તવ છે. એ કથનમાં આજ્ઞાશુદ્ધ અને વીતરાગગામી એ બે વિશેષણો પરિચાયક-સ્વરૂપઉપરંજક છે, પરંતુ લક્ષણ નથી. લક્ષણ તો ભાવતવહેતુરનુષ્ઠાન વ્યતવ: આટલું જ છે.
અહીં પ્રશ્ન થાય કે, ભાવસ્તવનો જે હેતુ હોય તે દ્રવ્યસ્તવ છે, તો પછી અપ્રધાનદ્રવ્યસ્તવ પણ ભાવસ્તવનો હેતુ નથી, આમ છતાં તેને દ્રવ્યસ્તવ તરીકે કેમ કહેલ છે ? તેથી કહે છે –
ઉચિતમાં અને અપ્રધાનમાં દ્રવ્યસ્તવના વ્યવહારનો ભેદ વળી દ્રવ્યશબ્દના અનેક અર્થ હોવાને કારણે છે.