________________
૧૭૪
પ્રતિમાશતક ભાગ-૩ / સ્તવપરિજ્ઞા | ગાથા-૩૮ સ્વીકારીએ, તોપણ વ્યભિચાર પ્રાપ્ત થાય છે; કેમ કે વિશુદ્ધ તે તે દ્રવ્યસ્તવ અભવ્ય પણ કરી શકે છે. તે આ રીતે –
કોઈ અભવ્યાદિ અયોગ્ય જીવો પણ, આલોક કે પરલોકની આશંસાથી બાહ્યથી સર્વ ઉચિત ક્રિયા થાય તે રીતે દ્રવ્યસ્તવ કરતા હોય, તો તેઓનું દ્રવ્યસ્તવ બાહ્યથી વિશુદ્ધ ક્રિયારૂપ છે, આમ છતાં ભાવસ્તવનું કારણ તે વિશુદ્ધ દ્રવ્યસ્તવ બનતું નથી, માટે વ્યભિચાર દોષ પ્રાપ્ત થાય છે.
આ વ્યભિચાર દોષના નિવારણ માટે આવતવાવચ્છિન્ન' કાર્ય પ્રત્યે આજ્ઞાવિશિષ્ટ એવા તે તે દ્રવ્યસ્તવને કારણ તરીકે સ્વીકારીએ તો વ્યભિચાર દોષ દૂર થાય, પરંતુ આજ્ઞાવિશિષ્ટ તે તે દ્રવ્યસ્તવમાં કોઈ અનુગત જાતિ નથી, માટે અનનગમ દોષ પ્રાપ્ત થાય છે. સારાંશ :
વિશુદ્ધ એવા દ્રવ્યસ્તવમાં દ્રવ્યસ્તવત્વ જાતિ છે, પરંતુ આજ્ઞાવિશિષ્ટ એવા દ્રવ્યસ્તવમાં કોઈ અનુગત જાતિ નથી કે જેથી બાવર્તવાછિન્ન કાર્ય પ્રત્યે આજ્ઞાવિશિષ્ટ દ્રવ્યસ્તવમાં રહેલી એવી કોઈ જાતિને ગ્રહણ કરીને કાર્ય-કારણભાવ થઈ શકે; કેમ કે વિશુદ્ધ દ્રવ્યસ્તવમાં દ્રવ્યસ્તવત્વ જાતિ છે અને તેને ગ્રહણ કરીને ભાવસ્તવ પ્રત્યે કાર્ય-કારણભાવ સ્વીકારીએ તો અનુગમ થઈ શકે, પરંતુ તેમ સ્વીકારવા જતાં વ્યભિચાર દોષ પ્રાપ્ત થાય છે, અને તેના નિવારણ માટે આજ્ઞાવિશિષ્ટ દ્રવ્યસ્તવ અને ભાવસ્તવ વચ્ચે કાર્યકારણભાવ સ્વીકારવામાં આવે તો આજ્ઞાવિશિષ્ટ દ્રવ્યસ્તવમાં કોઈ અનુગત જાતિ નહિ હોવાથી અનનગમ દોષ પ્રાપ્ત થાય છે.
જ અહીં વિશુદ્ધ દ્રવ્યસ્તવથી બાહ્ય આચરણાથી વિશુદ્ધ એવું દ્રવ્યસ્તવ ગ્રહણ કરવાનું છે અને આજ્ઞાવિશિષ્ટ દ્રવ્યસ્તવથી આશયથી શુદ્ધ એવું દ્રવ્યસ્તવ ગ્રહણ કરવાનું છે.
ઉપરમાં કહ્યું એ રીતે આજ્ઞાવિશિષ્ટ દ્રવ્યસ્તવમાં કોઈ અનુગત જાતિ નહિ હોવાથી ‘પાવર્તવાછિત્ર' કાર્ય પ્રત્યે ‘નાજ્ઞાવિશિષ્ટવ્યસ્તવત્વેન' કાર્ય-કારણભાવનો અનુગમ થઈ શકતો નથી.
જેમ ઘટત્વેન-ઇવેન કાર્ય-કારણભાવનો અનુગમ થાય છે, ત્યાં દંડમાં દંડવ જાતિ છે, તેથી ઘટના હેતુભૂત એવા દંડની દંડત્વેન ઉપસ્થિતિ થઈ શકે છે. તે રીતે ભાવસ્તવના કારણભૂત એવાં આજ્ઞાવિશિષ્ટ દ્રવ્યસ્તવરૂપ જે અનુષ્ઠાન છે, તેમાં કોઈ અનુગત જાતિ નથી, અને દ્રવ્યસ્તવત્વરૂપ જે જાતિ છે તે આજ્ઞારહિત દ્રવ્યસ્તવમાં પણ રહે છે, તેથી જેમ ઘટત્વેન-દંડત્વેન કાર્ય-કારણભાવ કહી શકાય છે, તેમ ભાવસ્તવત્વેન-દ્રવ્યસ્તવત્વેન કાર્ય-કારણભાવ કહી શકાતો નથી.
અહીં કોઈ કહે કે, અમે ભાવસ્તવકારણત્વેન આજ્ઞાવિશિષ્ટ દ્રવ્યસ્તત્વનો અનુગમ કરીશું, તો ગ્રંથકારશ્રી કહે છે કે, ત્યાં આત્માશ્રય દોષ આવશે. તે આ રીતે –
જેમ ઘટકારત્વેન ઘટનાં કારણોને ઘટ પ્રત્યે કારણરૂપે ગ્રહણ કરીએ તો આત્માશ્રય દોષ આવે છે. તે આ રીતે - ઘટત્વેન-દંડત્વેન કાર્ય-કારણભાવ સ્વીકારવાને બદલે ઘટત્વેન-ઘટકારત્વેન ઘટ અને દંડાદિ વચ્ચે કાર્ય-કારણભાવ સ્વીકારીએ, તો ઘટનાં કારણોનો ઘટના કારણરૂપે જ તમે અનુગમ કર્યો, માટે ત્યાં