________________
૧૭૫
પ્રતિમાશતક ભાગ-૩સ્તવપરિક્ષા, ગાથા-૩૮ આત્માશ્રય દોષ આવ્યો.
આશય એ છે કે, કોઈ પૂછે કે, ઘટનાં કારણો શું છે ? તો દંડાદિ છે, તેમ કહેવાથી દંડત્વેન દંડાદિની ઉપસ્થિતિ થાય છે. પરંતુ તેના બદલે સામે વ્યક્તિ જ્યારે પૂછે કે, ઘટનાં કારણો શું છે ? ત્યારે ઘટના કારણત્વરૂપે દંડાદિનું કથન કરવામાં આવે, ત્યારે સામે વ્યક્તિને દંડત્વેને દંડની ઉપસ્થિતિ થતી નથી, પરંતુ ઘટકારત્વેને દંડની ઉપસ્થિતિ થાય છે. અને ઘટનાં કારણો જે જાણવા માંગતો હોય, તેને જે ઘટનાં કારણો છે, તે જ ઘટનાં કારણો છે એમ કહેવું તે ઉપસ્થિતિમાં આત્માશ્રય દોષ છે.
પ્રસ્તુતમાં તે જ રીતે આજ્ઞાવિશિષ્ટ દ્રવ્યસ્તવને ભાવસ્તવકારત્વેન અનુગમ કરીને કોઈ કહે કે, ભાવસ્તવ પ્રત્યે ભાવસ્તવકારત્વેન આજ્ઞાવિશિષ્ટ તે તે અનુષ્ઠાન કારણ છે. તેથી એ પ્રાપ્ત થયું કે, ભાવસ્તવત્વેન=ભાવસ્તવકારત્વેન ભાવસ્તવ અને આજ્ઞાવિશિષ્ટ દ્રવ્યસ્તવ વચ્ચે કાર્ય-કારણભાવ છે, અને એ રીતે ભાવસ્તવના કારણના બોધમાં ભાવસ્તવને કારણ તરીકે કહ્યું, તે આત્માશ્રય દોષ છે.
ઉપરના આટલા કથનથી એ ફલિત થયું કે, માત્ર બાહ્ય આચરણાથી વિશુદ્ધ દ્રવ્યસ્તવને ગ્રહણ કરીએ, તો દ્રવ્યસ્તવત્વ જાતિ ભાવસ્તવના કારણભૂત દ્રવ્યસ્તવમાં પણ રહે છે અને અપ્રધાનદ્રવ્યસ્તવમાં પણ રહે છે, તેથી ભાવસ્તવત્વેન-વિશુદ્ધ દ્રવ્યસ્તવત્વેન કાર્ય-કારણભાવ સ્વીકારી શકાય નહિ; કેમ કે વ્યભિચાર આવે છે. તેના નિવારણ માટે આજ્ઞાવિશિષ્ટ દ્રવ્યસ્તવ અને ભાવસ્તવ વચ્ચે કાર્ય-કારણભાવ સ્વીકારવાથી વ્યભિચાર દૂર થાય છે, પરંતુ ભાવસ્તવના કારણ એવા આજ્ઞાવિશિષ્ટ દ્રવ્યસ્તવમાં કોઈ અનુગત જાતિ નથી, કે જેથી ભાવસ્તવના કારણભૂત એવા દ્રવ્યસ્તવની ઉપસ્થિતિ થઈ શકે. તેથી આજ્ઞાવિશિષ્ટ દ્રવ્યસ્તવને ભાવસ્તવ પ્રત્યે કારણ માનવામાં અનનુગમ દોષ આવે છે, અને તે અનનગમ દોષના નિવારણ માટે ભાવસ્તવકારત્વેન અનુગમ કરવામાં આવે તો ભાવસ્તવ પ્રત્યે ભાવસ્તવનું કારણ હોય તે હેતુ છે, એમ પ્રાપ્ત થાય છે; અને પોતાની ઉપસ્થિતિમાં પોતાનો આશ્રય કરવો એ રૂપ આત્માશ્રય દોષ આવે છે.
ઉપરમાં કહ્યું એ રીતે વ્યભિચાર, અનસુગમ અને આત્માશ્રય દોષ આવે છે, તેથી હવે ભાવસ્તવ અને પ્રધાનદ્રવ્યસ્તવ વચ્ચે કઈ રીતે કાર્ય-કારણભાવ સ્વીકારવો તે સ્પષ્ટ કરવા માટે “તથાપિ'થી ટીકામાં ગ્રંથકારશ્રી કહે છે –
અપ્રધાનથી વ્યાવૃત્ત એવા દ્રવ્યસ્તવત્વેન-ભાવસ્તવત્વેન કાર્ય-કારણભાવ માનવો જોઈએ.
આશય એ છે કે, ભાવસ્તવ પ્રત્યે અપ્રધાનથી ભિન્ન એવું દ્રવ્યસ્તવ કારણ છે અને અપ્રધાનથી ભિન્ન એવા દ્રવ્યસ્તવમાં કોઈ અનુગત જાતિ નથી, પરંતુ તે અખંડ ઉપાધિરૂપ ધર્મ છે. તેથી “મપ્રપાનવ્યવૃત્તેિર દ્રવ્યસ્તવત્વેન' અખંડ ઉપાધિરૂપે અનુગમ થઈ શકે છે.
અહીં અખંડ ઉપાધિનો અર્થ એ છે કે, જાતિભિન્ન અનિર્વચનીય ધર્મ અખંડ ઉપાધિ છે.
ન્યાયદર્શનકારો અખંડ ઉપાધિને સ્વીકારે છે, તેનું કારણ તેમણે અભાવનું લક્ષણ પામત્રત્વે ગમવત્વ' કર્યું. તેથી એ પ્રાપ્ત થાય કે, ભાવથી જે ભિન્ન હોય તે અભાવ કહેવાય, અને મિક્સ=બેકવાન, અર્થાત્ ભાવનો અભાવ તે અભાવનું લક્ષણ છે. અભાવનું આવું લક્ષણ કરવાથી અભાવના લક્ષણમાં અભાવ શબ્દનો પ્રવેશ