________________
૧૮૦
પ્રતિમાશતક ભાગ-૩સ્તવપરિજ્ઞા | ગાથા-૪૧-૪૨ સાધર્મથી છે અર્થાત્ સર્વ સાધર્મથી નથી, પરંતુ કિંચિત્ સાધર્યથી છે. શુભ યોગરૂપે શુભ વ્યાપારરૂપે, બંનેમાં સાધર્મ છે તેથી બંનેનું તુલ્યપણું છે; અને તે શુભવ્યાપાર યતિ અને ગૃહસ્થ બંનેનો મોક્ષને અનુકૂળ ભાવ છે તેથી તે રૂપે સાધર્મ છે. છતાં યતિયોગનો શુભવ્યાપાર મોક્ષને આસન્નભાવવર્તી છે, જ્યારે મલિનારંભી ગૃહસ્થનો શુભવ્યાપાર મોક્ષને અનુકૂળ હોવા છતાં યતિના શુભ વ્યાપાર કરતાં દૂરવર્તી છે. આવા
અવતરણિકા :
तथा चाह - અવતરણિકાર્ય :
અને તે પ્રમાણે કહે છે=ગાથા-૪૧માં કહ્યું કે, ઉચિત અનુષ્ઠાન હોવા છતાં પણ યતિયોગ કરતાં દ્રવ્યસ્તવ તુચ્છ છે, તે તુચ્છ કઈ રીતે છે, તે બતાવે છે – ગાથા :
"सव्वत्थ णिरंभिसंगत्तणेण जइजोगमो महं होइ ।
પક્ષો ય ગઈમાં ન્ય વિ તુચ્છ વિ તો ૩” II૪રા ગાથાર્થ :
સર્વત્ર નિરભિવંગપણા વડે યતિયોગ મહાન છે. વળી આ દ્રવ્યસ્તવ, ક્વચિત્ તુચ્છ પણ વસ્તુમાં અભિળંગ હોવાને કારણે તુચ્છ જ છે. II૪રા
મૂળ ગાથામાં નોટામો' અહીં પ્રાકૃત શૈલી હોવાથી “નકારનો નિર્દેશ છે. ટીકા :__ सर्वत्र निरभिष्वङ्गत्वेन हेतुना यतियोग एव महान् भवत्यतः सकाशादेष तु द्रव्यस्तवोऽ. भिष्वङ्गात् क्वचित्तुच्छेऽपि वस्तुनि तुच्छ एव ।।४।। ટીકાર્ય :
સર્વત્ર પર્વ | સર્વત્ર આત્માથી ભિન્ન એવા સર્વ પદાર્થોમાં, નિરભિળંગપણારૂપ હેતુ વડે, આનાથી વ્યસ્તવથી, યતિયોગ જ મહાન છે. વળી આ દ્રવ્યસ્તવ ક્વચિત તુચ્છ પણ વસ્તુમાં અભિવૃંગ હોવાથી તુચ્છ જ છે. જરા ભાવાર્થ:
યતિઓ સંયમયોગમાં ઉપયોગવાળા હોય છે ત્યારે, કે ભગવદ્ગણના કીર્તનમાં ઉપયોગવાળા હોય છે ત્યારે, તેમનો શુભયોગ વર્તે છે, અને તે વખતે પણ સર્વત્ર તેમનું ચિત્ત અભિળંગ વગરનું હોય છે;