SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિમાશતક ભાગ-૩ | સ્તવપરિજ્ઞા | ગાથા-૪૧ ભાવાર્થ: પૂર્વે ગાથા-૪૦માં કહ્યું કે, દ્રવ્ય દ્વારા ભાવ થાય છે, તેથી દ્રવ્યસ્તવમાં અલ્પ ભાવ છે. ત્યાં પ્રશ્ન થાય કે, દ્રવ્ય દ્વારા જે સ્તવ કરવામાં આવે તેમાં અલ્પ ભાવ કેમ થાય છે ? તેથી કહે છે કે, મલિનારંભીરૂપ અધિકા૨ીવિશેષને કારણે શુભારંભી એવા યતિના યોગ કરતાં અલ્પ ભાવ છે, એ પ્રકારે કહે છે – ગાથા: " जिणभवणाईविहाणद्दारेणं एस होइ सुहजोगो । उचियाणुट्ठाणं पि य तुच्छो जइजोगओ णवरं" ।।४१।। ૧૮૧ ગાથાર્થ ઃ જિનભવનાદિવિધાન દ્વારા આ શુભયોગ થાય છે. (તેથી) ઉચિત અનુષ્ઠાન હોવા છતાં પણ ફક્ત યતિયોગથી તુચ્છ છે. I[૪૧]I ટીકા ઃ जिनभवनादिविधानद्वारेण द्रव्यानुष्ठानलक्षणेनैष भवति शुभयोगः = शुभव्यापारः, ततश्चोचितानुष्ठानमपि सदेष तुच्छो यतियोगतः सकाशात् नवरं, मलिनारम्भ्यधिकारिकशुभयोगत्वेन यतियोगादल्पत्वं तुल्यत्वं च प्रायः साधर्म्येणेति भावः ॥ ४१ ॥ । ઢીકાર્ય : जिनभवनादिविधानद्वारेण . ભાવઃ ।। દ્રવ્યાનુષ્ઠાનલક્ષણ દ્રવ્યાનુષ્ઠાનસ્વરૂપ, જિનભવનાદિવિધાન દ્વારા આ શુભયોગ=શુભવ્યાપાર થાય છે, અને તેથી ઉચિત અનુષ્ઠાન પણ છતું આ ફક્ત યતિયોગથી તુચ્છ છે અર્થાત્ મલિનારંભી અધિકારિક શુભયોગપણા વડે યતિયોગથી અલ્પપણું અને પ્રાયઃ સાધર્મ્સથી તુલ્યપણું છે, એ પ્રકારે ભાવ=તાત્પર્ય છે. ।।૪૧|| ભાવાર્થ: જિનભવનાદિ ક૨વા વડે દ્રવ્યસ્તવમાં શુભ વ્યાપાર થાય છે, તેથી ઉચિત અનુષ્ઠાન હોવા છતાં પણ યતિના યોગ કરતાં તુચ્છ અનુષ્ઠાન છે, આમ છતાં સર્વથા યતિયોગ કરતાં વિપરીત નથી; કેમ કે યતિયોગમાં જેમ શુભ વ્યાપાર છે, તેમ દ્રવ્યસ્તવમાં શુભ વ્યાપાર છે. યતિના યોગમાં અને શ્રાવકના દ્રવ્યાનુષ્ઠાનમાં ફરક એટલો જ છે કે, યતિના યોગમાં શુભ આરંભિક શુભ વ્યાપાર છે; કેમ કે યતિ અશુભ આરંભ કરનારા હોતા નથી; જ્યારે દ્રવ્યસ્તવનો અધિકા૨ી મલિનારંભી ગૃહસ્થ છે, તેથી દ્રવ્યસ્તવમાં મલિન આરંભિક શુભ વ્યાપાર છે. તેથી શુભયોગ=શુભવ્યાપાર ઉભયત્ર હોવા છતાં યતિના યોગથી ગૃહસ્થના શુભયોગમાં અલ્પપણું છે. વળી, ઉચિત અનુષ્ઠાનરૂપે યતિયોગની સાથે ગૃહસ્થના દ્રવ્યસ્તવનું જે તુલ્યપણું છે, તે પણ પ્રાયઃ
SR No.022184
Book TitlePratima Shatak Part 03
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages450
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy