________________
૧૬૮
પ્રતિમાશતક ભાગ-૩) સ્તવપરિ/ ગાથા-૩૭
જીવને નિયમા હિતકારી હોય તે જ ઉચિત અનુષ્ઠાન બની શકે અને જે અહિતકારી હોય તે ઉચિત અનુષ્ઠાન ન બને, પરંતુ અનુચિત અનુષ્ઠાન બને. માટે જેમ વીતરાગવિષયક આક્રોશનાદિ આપાતથી અનુચિત દેખાય છે અને ફળથી પણ ક્લિષ્ટ કર્મબંધનું કારણ હોવાથી અનુચિત છે; તે જ રીતે ઈહલોકાદિ આશંસાથી કરાતું વીતરાગગામી અનુષ્ઠાન, અતિસ્થલ દૃષ્ટિથી ઉચિત દેખાવા છતાં સૂક્ષ્મદષ્ટિથી જોતાં અનુચિત જ છે; કેમ કે તુચ્છ એવા ઐહિક ફળના અર્થે ઉત્તમ એવી ભગવાનની ભક્તિ કરે છે, તેથી ભગવાનની ભક્તિ કરતાં પણ અતિતુચ્છ એવી ઈહલૌકિક સંપત્તિનું મહત્ત્વ અધિક છે, અને તે વિતરાગ પ્રત્યેના અનાદર સ્વરૂપ છે. તેથી આજ્ઞાની આરાધનાવાળું અનુષ્ઠાન જ ઉચિત છે. તેથી જ કહ્યું કે, પ્રાપ્ત થયેલી આજ્ઞા વડે શુદ્ધ એવા અનુષ્ઠાનનું જ ઉચિતપણું છે.
આશય એ છે કે, શાસ્ત્રમાં જે જે વિહિત અનુષ્ઠાનો છે, તે સર્વ અનુષ્ઠાનો કલ્યાણનાં કારણ છે, અને તે સર્વ અનુષ્ઠાનોમાં જેને જે આજ્ઞા પ્રાપ્ત હોય તે આજ્ઞા પ્રમાણે જ તે સર્વ અનુષ્ઠાનો કરાતાં હોય ત્યારે પ્રાપ્ત આજ્ઞાથી શુદ્ધ તે અનુષ્ઠાનો છે. અને પ્રાપ્ત આજ્ઞાથી શુદ્ધ થયેલું અનુષ્ઠાન જ તે અનુષ્ઠાનના ફળનું કારણ છે, પરંતુ મનસ્વી રીતે કરાતું તે અનુષ્ઠાન, અનુષ્ઠાનના ફળની પ્રાપ્તિ કરાવી શકે નહિ. તેથી પ્રાપ્તઆજ્ઞાશુદ્ધ અનુષ્ઠાનનું જ ઉચિતપણું હોવાથી આજ્ઞાની આરાધના ઉચિત અનુષ્ઠાન સ્વીકારવા માટે આવશ્યક છે, એમ અવશ્ય સ્વીકારવું જોઈએ. જો આજ્ઞાની આરાધના ન હોય તો ભગવાનની પૂજારૂપ અનુષ્ઠાન દ્રવ્યસ્તવ બને નહિ, એ પ્રકારનું તાત્પર્ય છે.
પૂર્વે પ્રસ્તુત ગાથા-૩૭નો અર્થ કર્યો એનાથી દ્રવ્યસ્તવનું લક્ષણ શું ફલિત થાય છે, તે સ્પષ્ટ કરતાં કહે છે – ટીકાર્ય :
વં ૨ ..... વિશેષ્ય, અને આ રીતે આજ્ઞાપ્રાપ્ત આજ્ઞાશુદ્ધ અનુષ્ઠાન જ ઉચિત છે એ રીતે, આજ્ઞાશુદ્ધ, વીતરાગગામી, ભાવસ્તવનો હેતુ એવું અનુષ્ઠાન દ્રવ્યસ્તવ છે, એ પ્રમાણે લિવ્યંઢ=વિરાબાધ, લક્ષણ છે. ત્યાં દ્રવ્યસ્તવનું આ પ્રકારે ઉપરોક્ત લક્ષણ કર્યું તેમાં, ભાવાસ્તવમાં અતિવ્યાપ્તિના વારણ માટે વિશેષ્ય=ભાવસ્તવહેતુરૂપ વિશેષ છે અર્થાત્ આજ્ઞાશુદ્ધ, વીતરાગગામી અનુષ્ઠાન દ્રવ્યસ્તવ છે, એ પ્રમાણે લક્ષણ કર્યું હોત તો ભાવાસ્તવ પણ આજ્ઞાશુદ્ધ, વીતરાગગામી છે, તેથી ભાવસ્તવ પણ દ્રવ્યસ્તવ બની જાય, તેથી ભાવસ્તવનો હેતુ એ પ્રકારનો વિશેષ અંશ લક્ષણમાં મૂકેલ છે.
અત્ર ... સિત ! અહીંયાં દ્રવ્યસ્તવના ઉપરોક્ત લક્ષણમાં, વિશેષણદ્વય આશાશુદ્ધ અને વીતરાગગામી એ રૂપ વિશેષણદ્વય, ભાવાસ્તવહેતુતાવચ્છેદકના પરિચાયક છે અર્થાત્ ભાવસ્તવનો હેતુ દ્રવ્યસ્તવ છે, તેથી દ્રવ્યસ્તવમાં ભાવ સ્તવની હેતુતા છે અને તે હેતુતાનો અવચ્છેદક દ્રવ્યસ્તત્વ છે અને તે ભાવસ્તવહેતુતાવચ્છેદકના પરિચાયક વિશેષણો આજ્ઞાશુદ્ધ અને વીતરાગગામી છે. એથી કરીને=વિશેષણઢય વ્યાવર્તક નથી પરંતુ પરિચાયક છે એથી કરીને, ભાવવહેતુત્વ જ લક્ષણ સિદ્ધ થાય છે અર્થાત દ્રવ્યસ્તવનું લક્ષણ “માવત્તવાનું જ સિદ્ધ થાય છે. તેથી આજ્ઞાશુદ્ધ અને વીતરાગગામી તાવચ્છેદકના પરિચાયકમાત્ર છે, પરંતુ લક્ષણ પ્રવિષ્ટ નથી. ગયા