________________
૧૭૦
પ્રતિમાશતક ભાગ-૩ | જીવપરિણા | ગાથા-૩૮
ગાથા :
"जं पुण एयविउत्तं एगंतेणेव भावसुण्णं ति ।
तं विसयम्मि वि ण तओ भावथयाहेउओ उचिओ" ।।३८।। ગાચાર્ય :
જે વળી અનુષ્ઠાન આનાથી ઔચિત્યની અન્વેષણાદિથી શૂન્ય છે, તે અનુષ્ઠાન એકાંતથી જ ભાવશૂન્ય છે. જેથી કરીને વીતરાગાદિ વિષયમાં પણ તે દ્રવ્યસ્તવ, ઉચિત નથી; કેમ કે ભાવસવનું અહેતુપણું છે. ll૩૮II ટીકા -
यत्पुनरनुष्ठानमेतद्वियुक्तम् औचित्यान्वेषणादिशून्यं, तदनुष्ठानमेकान्तेनैव भावशून्यमिति विषयेऽपि वीतरागादौ न तको द्रव्यस्तवः, 'भावथयाहेउओ'त्ति धर्मपरकनिर्देशाद् भावस्तवाहेतुत्वादित्यर्थः, उचितो भावस्तवाङ्गम्, अप्रधानस्तु भवत्येव, ટીકાર્ય :
પુનઃ ... ભવવ, જે વળી અનુષ્ઠાન આનાથી રહિત=ઔચિત્યની અન્વેષણાદિથી રહિત છે, તે અનુષ્ઠાન એકાંતથી જ ભાવશૂન્ય છે. જેથી કરીને વીતરાગાદિ વિષયમાં પણ તે દ્રવ્યસ્તવ, ભાવસ્તવનું અહેતુપણું હોવાથી ઉચિત નથી=ભાવસ્તવનું અંગ નથી, પરંતુ અપ્રધાનદ્રવ્યસ્તવ તો થાય જ છે.
મૂળ ગાથા-૩૮ના ઉત્તરાર્ધમાં “પાવથયદેવમૉ=માવતવાહેતો. =એ ધર્મપરક નિર્દેશ હોવાથી ભાવપરક કથન હોવાથી, ‘માવર્તવાતોઃ'નો અર્થ “માવર્તવાહેતુત્વા' એ પ્રમાણે જાણવો.
‘ગોવિત્યાન્વેષાવિશુ' - અહીં ‘મન્વેષાદિમાં ‘રિ’ પદથી ઔચિત્યનો પક્ષપાત ગ્રહણ કરવાનો છે. ભાવાર્થ :
કોઈ ગૃહસ્થ-શ્રાવક વીતરાગાદિ વિષયમાં ઔચિત્યની અન્વેષણાદિથી શૂન્ય ભક્તિ કરતો હોય તો તે અનુષ્ઠાન ઉચિત નથી; કેમ કે ભાવસ્તવનો અહેતુ છે, તોપણ અપ્રધાનદ્રવ્યસ્તવ થાય જ છે.
આશય એ છે કે, “દ્રવ્ય' શબ્દ કારણવાચી છે, તેથી દ્રવ્યસ્તવ કરવાથી તેનું કાર્ય ભાવસ્તવ ભવિષ્યમાં થાય તો તે દ્રવ્યસ્તવ કહેવાય.
જેમ કોઈ શ્રાવક “મારી ભૂમિકા પ્રમાણે મારે કયા પ્રકારના ઔચિત્યથી ભગવાનની ભક્તિ કરવી જોઈએ ?” તેનું અન્વેષણ કરે અને ત્યારપછી તે રીતે ઉચિત અનુષ્ઠાન કરવાની રુચિપૂર્વક ઉચિત રીતે ઉચિત અનુષ્ઠાન કરતો હોય, તો તે અનુષ્ઠાન ભાવયુક્ત છે, તેથી એકાંતે ભાવશૂન્ય નથી; અને જે અનુષ્ઠાનમાં આવું લેશ પણ ઔચિત્યનું અન્વેષણાદિ નથી, તે અનુષ્ઠાન એકાંતે ભાવશૂન્ય છે. આમ