________________
પ્રતિમાશતક ભાગ-૩ | સ્તવપરિજ્ઞા | ગાથા-૩૭-૩૮
ભાવાર્થ:
૧૬૯
પૂર્વમાં યુક્તિથી સ્થાપન કર્યું કે, પ્રાપ્તઆજ્ઞાશુદ્ધ અનુષ્ઠાન ઉચિત અનુષ્ઠાન છે, તેથી જે શ્રાવક પોતાને પ્રાપ્ત થયેલી આજ્ઞા પ્રમાણે દ્રવ્યસ્તવ કરે તો તે અનુષ્ઠાન ઉચિત બને. અને પ્રાપ્તઆજ્ઞાશુદ્ધ ભગવાનની ભક્તિનું અનુષ્ઠાન જ દ્રવ્યસ્તવ છે અને એ દ્રવ્યસ્તવનું પૂર્વના કથનથી કેવું લક્ષણ પ્રાપ્ત થયું, તે સ્પષ્ટ કરતાં ‘વં ='થી કહે છે
આજ્ઞાશુદ્ધ, વીતરાગગામી અને ભાવસ્તવનું કારણ એવું જે અનુષ્ઠાન છે તે દ્રવ્યસ્તવ છે. ત્યાં આજ્ઞાશુદ્ધ વિશેષણથી એ બતાવ્યું કે, વીતરાગગામી અનુષ્ઠાન પણ પ્રાપ્ત આજ્ઞા પ્રમાણે ન હોય તો તે દ્રવ્યસ્તવ નથી, અને વીતરાગગામી વિશેષણ કહેવાથી એ પ્રાપ્ત થયું કે, તે આજ્ઞાશુદ્ધ અનુષ્ઠાન પણ વીતરાગની ભક્તિવિષયક છે, અન્ય પ્રવૃત્તિ વિષયક નથી.
અહીં આજ્ઞાશુદ્ધ વિશેષણ ન કહે અને માત્ર વીતરાગગામી વિશેષણ કહે તો ભગવાનને કોઈ ગાળો આપતો હોય કે નિંદા કરતો હોય તો તે પણ વીતરાગવિષયક હોવાથી દ્રવ્યસ્તવ બની જાય, તેથી આજ્ઞાશુદ્ધ વિશેષણ આપવાથી વીતરાગગામી આક્રોશનાદિની વ્યાવૃત્તિ થાય છે અને સાથે સાથે અન્ય પણ આજ્ઞાનિરપેક્ષ કરાતા દ્રવ્યસ્તવની વ્યાવૃત્તિ થાય છે. અને આજ્ઞાશુદ્ધ, વીતરાગગામી એવું પૂજાનું અનુષ્ઠાન અવશ્ય ભાવસ્તવનો હેતુ છે માટે તે દ્રવ્યસ્તવ છે; કેમ કે દ્રવ્ય શબ્દ કારણવાચી છે, તેથી જે ભાવનો હેતુ હોય તે દ્રવ્ય કહેવાય.
અહીં વાસ્તવિક લક્ષણ જે ભાવસ્તવનો હેતુ હોય તે દ્રવ્યસ્તવ છે એટલું જ છે, આમ છતાં ભાવસ્તવનું કારણ એવું દ્રવ્યસ્તવ આજ્ઞાશુદ્ધ છે અને વીતરાગગામી છે એ વિશેષણો પરિચાયક=સ્વરૂપ-ઉપરંજક છે, અને તે ભાવસ્તવના હેતુત્વને સ્પષ્ટ કરવા માટે કહેલ છે; કેમ કે જે આજ્ઞાશુદ્ધ ન હોય અને વીતરાગગામી= વીતરાગવિષયક, ન હોય તે ભાવસ્તવનો હેતુ બને નહિ. II૩૭॥
અવતરણિકા :
तत्राह
અવતરણિકાર્થ :
તેમાં=પૂર્વે ગાથા-૩૭માં દ્રવ્યસ્તવનું લક્ષણ કર્યું તેમાં કહે છે –
-
ભાવાર્થ:
આશય એ છે કે, ગાથા-૩૪થી ૩૭માં સ્થાપન કર્યું એ પ્રમાણે એ પ્રાપ્ત થાય કે, આશાનિરપેક્ષ કરાતું અનુષ્ઠાન સંસારની ગૃહકરણાદિ ક્રિયા તુલ્ય છે, પરંતુ દ્રવ્યસ્તવ નથી, અને જે ભગવાનની આજ્ઞાનુસાર કરાય છે તે દ્રવ્યસ્તવ છે. એ વિષયમાં કાંઈક અન્ય પણ કથન કરવું છે, તે બતાવવા માટે ‘તત્રા’થી ગ્રંથકારશ્રી કહે છે –