________________
પ્રતિમાશતક ભાગ-૩ | જીવપારિક / ગાથા-૩૬,
૧૫
ગાથા -
"भावे अइप्पसंगो आणाविवरीयमेव जं किंचि ।
'इह चित्ताणुट्ठाणं तं दव्वथओ भवे सव्वं" ।।६।। ગાથાર્થ :
(આજ્ઞાનિરપેક્ષ પૂજાઅનુષ્ઠાનમાં) ભાવ હોતે છતે દ્રવ્યસ્તવનો સભાવ હોતે છતે, અતિપ્રસંગ છે. આજ્ઞાથી વિપરીત જ જે કાંઈ અહીં=લોકમાં, ચિત્રાનુષ્ઠાન છે, તે સર્વ દ્રવ્યસ્તવ થાય. (એ રૂપ અતિપ્રસંગ છે.) Ila ll ટીકા :
भावे द्रव्यस्तवभावे च तस्यातिप्रसङ्गः अतिव्याप्तिः, कथमित्याह-आज्ञाविपरीतमेव= आगमविरुद्धमेव, यत्किञ्चिद् इह लोके, चित्रानुष्ठानं गृहकरणादि तत्सर्वं द्रव्यस्तवो भवेनिमित्ताવિશેષાિિત પારૂદ્દા ટીકાર્ચ -
પારે વિરોષનિતિ (આશાનિરપેક્ષ પૂજામાં) દ્રવ્યસ્તવનો ભાવ હોતે છતે, તેનો દ્રવ્યસ્તવના ભાવનો=સતાનો, અતિપ્રસંગ છે.
કેવી રીતે અતિપ્રસંગ છે ? એથી કરીને કહે છે –
આજ્ઞાવિપરીત જઆગમવિરુદ્ધ જ, જે કાંઈ અહીં=લોકમાં, ગૃહકરણાદિકઘર બનાવવું વગેરે, ચિત્રાનુષ્ઠાન છે, તે સર્વ દ્રવ્યસ્તવ થાય; કેમ કે તિમિત અવિશેષ છે=આજ્ઞાનિરપેક્ષ સ્વમતિથી પ્રવૃત્તિરૂપ લિમિત પૂજામાં અને અન્ય અનુષ્ઠાનમાં સમાન છે. ૩૬i ભાવાર્થ :
આજ્ઞાનિરપેક્ષ એવી ભગવાનની પૂજાના અનુષ્ઠાનને દ્રવ્યસ્તવરૂપ સ્વીકારવામાં અર્થાતુ આજ્ઞાનિરપેક્ષા એવા વીતરાગ પૂજાના અનુષ્ઠાનને દ્રવ્યસ્તવરૂપે સ્વીકારવામાં, અતિવ્યાપ્તિ દોષ છે. અને અતિવ્યાપ્તિ દોષ કેવી રીતે છે ? તે બતાવે છે –
આજ્ઞાવિરુદ્ધ જ જે કાંઈ આલોકમાં ગૃહકરણાદિરૂપ ચિત્ર અનુષ્ઠાન છે, તે સર્વ દ્રવ્યસ્તવ થાય; કેમ કે નિમિત્ત અવિશેષ છે.
આશય એ છે કે, આજ્ઞાનિરપેક્ષ વીતરાગની પૂજાનું અનુષ્ઠાન અને ગૃહકરણાદિ, એ બંનેનું નિમિત્ત સરખું છે અર્થાત્ ગૃહકરણાદિનું નિમિત્ત જેમ ઈહલોકાદિની આશંસા છે, તેમ પ્રસ્તુત દ્રવ્યસ્તવરૂપ અનુષ્ઠાનનું નિમિત્ત પણ ભાવસ્તવનો રાગ નથી, પરંતુ ઈહલોકાદિની આશંસા છે. તે રૂપ નિમિત્ત ભગવાનની પૂજામાં અને ઘર બનાવવા વગેરેમાં સમાન છે, તેથી ગૃહકરણાદિને પણ દ્રવ્યસ્તવ માનવાનો અતિપ્રસંગ આવશે. IBછાા