________________
૧૬૪
પ્રતિમાશક ભાંગ-૩) સ્તવપરિજ્ઞા) ગાથા-૩૫-૩૬
ભાવાર્થ :
પૂર્વે બતાવેલી વિધિ વડે જે શ્રાવક દ્રવ્યસ્તવ કરે છે, તે શ્રાવકને આજ્ઞાનું આરાધન થાય છે, અને આજ્ઞાનું આરાધન થવાને કારણે દ્રવ્યસ્તવની આરાધનાના કાળમાં ભાવસ્તિવના વિષયમાં રાગ પણ વર્તે છે.
આશય એ છે કે, જે શ્રાવકો ભગવાનની આજ્ઞા પ્રમાણે દ્રવ્યસ્તવમાં યત્ન કરી રહ્યા છે, તેઓ જાણે છે કે, ભગવાને ભાવસ્તવની પ્રાપ્તિ થાય તેના માટે દ્રવ્યસ્તવ કહેલ છે, તેથી ભાવસ્તવ પ્રત્યેના રાગપૂર્વક તેઓ દ્રવ્યસ્તવમાં યત્ન કરે છે; કેમ કે જો ભાવસ્તવનો રાગ ન હોય તો કરાયેલું દ્રવ્યસ્તવ વાસ્તવિક રીતે આજ્ઞાના આરાધનરૂપ નથી. તેથી સંયમ પ્રત્યેના પ્રતિબદ્ધ માનસવાળો શ્રાવક જ્યારે સંયમ માટે પોતાનું અસામર્થ્ય જુએ છે ત્યારે સંયમના ઉપાયરૂપે જ દ્રવ્યસ્તવમાં યત્ન કરે છે, અને તેઓને ભાવસ્તવનો રાગ હોવાને કારણે દ્રવ્યસ્તવનું જે શરીર તેના ઘટક એવા વિશેષણની તેને પ્રાપ્તિ થાય છે. તે આ રીતે –
દ્રવ્ય સામગ્રીથી ભાવસ્તવના રાગપૂર્વક કરાતી ભગવાનની ભક્તિ એ દ્રવ્યસ્તવનું શરીર અને તેનો એક ઘટક=એક અવયવ, ભાવસ્તવનો રાગ છે. તેથી ભાવસ્તવના રાગરૂપ વિશેષણની પ્રાપ્તિ ત્યારે જ થાય કે, જ્યારે શ્રાવક ભગવાનની પૂર્ણ આજ્ઞાપાલનના અભિલાષપૂર્વક દ્રવ્યસ્તવમાં યત્ન કરતો હોય. ભગવાનની પૂર્ણ આજ્ઞા મનુષ્યભવને પામીને પૂર્ણ રીતે સંયમયોગમાં યત્ન કરવાની છે, તેથી ભાવસ્તવનો રાગરૂપ અંશ વિધિપૂર્વક પૂજા કરનાર શ્રાવકની પૂજામાં છે, માટે જ તે દ્રવ્યસ્તવ કહેવાય છે. અને જે વળી જિનભવનાદિ આ રીતે વિપરીત છે=ગાથા-૩૪માં બતાવ્યું એ રીતે વિપરીત છે, તે દ્રવ્યસ્તવ નથી, પરંતુ ઉત્સુત્રરૂપ છે.
આશય એ છે કે, જેઓ આલોકની આશંસાથી કે કર્યાદિની આશંસાથી કે પરલોકની આશંસાથી દ્રવ્યસ્તવ કરે છે અથવા તો ભગવાનની આજ્ઞાનો વિચાર કર્યા વગર, મારે ભગવાનની પૂજા કરવી છે એટલા માત્ર પરિણામથી ભગવાનની પૂજા કરે છે, તેઓનું દ્રવ્યસ્તવ આનાથી વિપરીત યાદચ્છિક છે, માટે તે દ્રવ્યસ્તવ કહેવાય નહિ; કેમ કે તેઓનું કરેલું દ્રવ્યસ્તવ ભગવાનની આજ્ઞારૂપ નથી, પરંતુ ઉત્સુત્રરૂપ છે. અને જે દ્રવ્યસ્તવ સૂત્રાશાથી વિશિષ્ટ પૂજારૂપ છે, તે દ્રવ્યસ્તવ ભાવસ્તવનો હેતુ છે, માટે જ તેને દ્રવ્યસ્તવ કહેવાય છે. જ્યારે યાદચ્છિક કરાતું દ્રવ્યસ્તવ તે પરમાર્થથી દ્રવ્યસ્તવ નથી. એ પ્રમાણે તાર્કિકો કહે છે. રૂપા અવતરણિકા -
अभ्युपगमे दोषमाह - અવતરણિતાર્થ :
અભ્યપગમમાં દોષને કહે છે આજ્ઞાથી નિરપેક્ષ એવું જે વીતરાગગામી પૂજાનું અનુષ્ઠાન છે તેને દ્રવ્યસ્તવરૂપે સ્વીકારવામાં દોષને કહે છે –