________________
૧૨
પ્રતિમાશતક ભાગ-૩ | સ્તવપરિn | ગાથા૩૪ રૂદત્તાદ્યપેયી - અહીં ‘સર’ શબ્દથી કીર્યાદિનું ગ્રહણ કરવું. પૂર્વમાં કહ્યું કે, આ અનુષ્ઠાન વિહિત છે, એ પ્રકારે ચિત્તમાં ધારણ કરીને સદા દ્રવ્યસ્તવ કરવાથી ચારિત્રનો હેતુ બને છે. એ જ વાત સ્પષ્ટ કરતાં કહે છે –
વાવેજળીવે ..... સમર્થ | થાવજીવ=જીવનપર્યંત, કરેલી આરાધના અદષ્ટવિશેષમાં અને નિર્જરાવિશેષમાં હેતુ છે, એ પ્રકારે ગભર્થ તાત્પર્યાર્થિ, છે. ૩૪ ભાવાર્થ :
ભગવાન વડે સર્વ અનુષ્ઠાનો મોક્ષ માટે વિહિત છે અને મોક્ષની પ્રાપ્તિનો ઉપાય વીતરાગતા છે અને વિતરાગતા સંયમના પરિણામથી આવે છે, માટે સર્વ વિહિત અનુષ્ઠાનો ક્રમે કરીને ચારિત્રની પ્રાપ્તિ દ્વારા વીતરાગતામાં પર્યવસાન પામે છે, આ પ્રકારનો નિયમ છે.
જે શ્રાવકો આ અનુષ્ઠાન ભગવાન દ્વારા વિહિત છે, એ પ્રકારે ચિત્તમાં ધારણ કરે છે, તેમને એ બોધ હોય છે કે, ભગવાને કહેલા અનુષ્ઠાનનું આચરણ કરવાથી હું પણ ક્રમે કરીને અવશ્ય વીતરાગ બનીશ. અને વીતરાગ બનવાના લક્ષને સામે રાખીને શાસ્ત્રની વિધિને અનુરૂપ દ્રવ્યસ્તવ જ્યારે શ્રાવક સદા કરતો હોય, ત્યારે દ્રવ્યસ્તવ દ્વારા ચારિત્રમોહનીય કર્મને તોડે છે; કેમ કે દ્રવ્યસ્તવકાળમાં ભગવાનના ગુણોનું વધતું જતું આકર્ષણ જીવને વીતરાગતાની નજીક લઈ જાય છે. અને શ્રાવકની પરિણતિ કરતાં મુનિભાવ વિતરાગતાની વિશેષ નજીક છે, તેથી શ્રાવક ભગવાનની ભક્તિ કરીને મુનિભાવની નજીક થતો જાય છે. પરંતુ જે શ્રાવક ઈહલોકાદિની અપેક્ષાએ કે કર્યાદિની અપેક્ષાએ ભગવાનની પૂજા કરે છે, તે શ્રાવકની ભગવાનની પૂજા ચારિત્રનો હેતુ બનતી નથી.
અહીં “કીર્યાદિમાં “આદિ પદથી એ ગ્રહણ કરવાનું છે કે, અનાભોગથી ભગવાનની પૂજા કરતો હોય તોપણ તે પૂજા ચારિત્રનો હેતુ બનતી નથી; અને અનાભોગ એ છે કે, ભગવાને આ અનુષ્ઠાન મોક્ષપ્રાપ્તિ માટે કહેલ છે, એવો જેને બોધ નથી, તેથી પૂજાકાળમાં ભગવાનના ગુણોને અવલંબીને પોતાના ગુણોને વિકસાવવા માટે જેઓ યત્ન કરતા નથી અને ફક્ત ભગવાનની પૂજાની બાહ્ય ક્રિયા કરીને સંતોષ માને છે, તેવી પૂજાની ક્રિયાને અનાભોગવાળી કહેલ છે.
વળી, ભગવાનથી વિહિત આ અનુષ્ઠાન છે, એ પ્રકારે બુદ્ધિ કરીને શ્રાવક જ્યારે ભગવાનની પૂજા કરે છે, ત્યારે તે સંયમનો હેતુ કઈ રીતે બને છે, તે બતાવે છે –
ભાવજીવ ભગવાનની પૂજાની આરાધના અદૃષ્ટવિશેષમાં અને નિર્જરાવિશેષમાં હેત છે.
આશય એ છે કે, ભગવાનની પૂજાથી પુણ્યાનુબંધી પુણ્યરૂપ અદષ્ટવિશેષ અને ચારિત્રમોહનીય કર્મની નિર્જરાવિશેષ પ્રાપ્ત થાય છે; કેમ કે ભગવાનની પૂજાકાળમાં ભગવાનના ગુણો પ્રત્યેનો વર્તતો રાગ ગુણપ્રાપ્તિના કારણભૂત એવા પુણ્યાનુબંધી પુણ્યને પ્રાપ્ત કરાવે છે, અને ભગવાનના ગુણો પ્રત્યેના ખેંચાણથી જે જે અંશમાં પૂજાકાળમાં ભગવાનના ગુણોનો આભિમુખ્યભાવ વધે છે, તે તે અંશમાં તે તે