________________
પ્રતિમાશતક ભાગ-૩ | સ્તવપરિજ્ઞા | ગાથા-૧-૨
૧૨૫
અનુમોદના પોતે ભાવ છે, છતાં તેનો વિષય દ્રવ્યસ્તવ છે જે ગૌણ છે. તેથી મુનિની ક્રિયામાં ભાવસ્તવ મુખ્ય છે અને દ્રવ્યસ્તવ ગૌણ છે.
આશય એ છે કે, મુનિની પ્રવૃત્તિમાં મુખ્ય યત્ન સમભાવનો હોય છે અને તેને અનુરૂપ જે ઉચિત ક્રિયાઓ કરે છે, તે સમભાવનું કાર્ય છે; અને મુનિ સમભાવની જ પુષ્ટિ માટે દ્રવ્યસ્તવની પણ અનુમોદના કરે છે, જે ભાવરૂપ જ છે, છતાં તે અનુમોદનાનો વિષય દ્રવ્યસ્તવ છે, તેથી ભાવ મુખ્ય છે અને દ્રવ્ય ગૌણ છે. જ્યારે શ્રાવક સાક્ષાત્ સમભાવમાં યત્ન કરી શકતો નથી, પરંતુ સમભાવ પ્રત્યેના આકર્ષણથી વીતરાગની પૂજા કરીને સમભાવ તરફ જવાના ઉપાયરૂપે તેને ભગવાનની ભક્તિ દેખાય છે; કેમ કે શ્રાવક સાક્ષાત્ સમભાવની સાધક એવી સંયમની ક્રિયા કરી શકે તેમ નથી, તેથી બાહ્ય સામગ્રીથી ભગવાનની ભક્તિ માટે મુખ્ય યત્ન કરે છે અને તેનાથી વીતરાગતાનો રાગ કેળવે છે અને તે પ્રકર્ષને પામીને ભગવાનની સંપૂર્ણ આજ્ઞાના પાલનનું કારણ બનશે. તેથી શ્રાવકની પૂજામાં દ્રવ્ય પ્રધાન હોય છે અને ભાવ ગૌણ હોય છે.IIII
અવતરણિકા :
उक्तमेवोद्दिशति
અવતરણિકાર્થ ઃ
ઉક્તને જ ઉદ્દેશ કરે છે=પૂર્વ ગાથામાં કહ્યું કે, જે ગ્રંથમાં દ્રવ્યસ્તવ અને ભાવસ્તવનું વર્ણન કરાય છે, તે સ્તવપરિક્ષા નામનો ગ્રંથ છે, તે ઉક્તને જ ઉદ્દેશીને કહે છે
ગાથા:
-
'
" दव्वे भावे य थओ दव्वे भावथयरागओ विहिणा । जिणभवणाइविहाणं भावथओ संजमो सुद्धो" ।।२।।
ગાથાર્થઃ–
દ્રવ્યવિષય અને ભાવવિષય સ્તવ છે. ભાવસ્તવના રાગથી વિધિ વડે જિનભવનાદિનું વિધાન દ્રવ્યવિષય સ્તવ છે. ભાવસ્તવ શુદ્ધ સંયમ છે રા
ટીકા ઃ
द्रव्य इति द्रव्यविषयः, भाव इति भावविषयः स्तवो भवति । तत्र द्रव्ये द्रव्यविषयः स्तवो भावस्तवरागतो विधिना जिनभवनादिविधानम्, आदिना जिनबिम्बपूजादिग्रहः, भावस्तवेच्छाप्रयोज्यप्रवृत्तिविषयो जिनभवनादिविधानं द्रव्यस्तवत्वेन व्यवहार्यमित्यर्थः । भावस्तवः पुनः संयमः साधुक्रियारूपः शुद्धो निरतिचारः ||२॥