________________
પ્રતિમાશતક ભાગ-૩ | જીવપરિતા/ ગાથા-પ-૬-૭
૧૧
ગાથા -
"इय सवेणं वि सम्मं सक्कं अप्पत्तियं सइ जणस्स ।
णियमा परिहरिअव्वं इयरम्मि सतत्तचिंताओ" ॥७॥ ગાથાર્થ :
=á=આ પ્રમાણે અર્થાત્ જેમ ભગવાને તાપસની અપતિનો પરિહાર કર્યો એ પ્રમાણે, સર્વ વડે પણ સમ્યમ્ શક્ય સદા=સર્વકાળ, અવશ્યપણાથી મનુષ્યોની અપ્રીતિ=અપ્રણિધાન પરિહાર કરવી જોઈએ. ઈતરમાંeતે પરિહારના અશક્યમાં સ્વતત્ત્વ ચિંતા ન કરવી જોઈએ. II૭ના ટીકા -
'इय' एवं सर्वेणापि परलोकार्थिना, सम्यगुपायतः शक्यमप्रणिधानं सदा-सर्वकालं, जनस्य= प्राणिनिवहस्य, नियमा=अवश्यतया, परिहर्त्तव्यं न कार्यम्, इतरस्मिन् अशक्येऽप्रणिधाने, स्वतत्त्वचिन्तैव कर्त्तव्या 'ममैवायं दोष' इति बहिर्मुखत्वेऽन्तर्मुखत्वे चौदासीन्यम् ।।७।। ટીકાર્ય :
=આ પ્રમાણે, પરલોકના અર્થી એવા સર્વ વડે પણ સદા=સર્વકાળ, જનની=પ્રાણીસમુદાયની, શક્ય અપ્રીતિનો પરિવાર સમ્યગુ ઉપાયથી કરવો જોઈએ. ઈતરમાં=અપ્રીતિનો પરિહાર અશક્ય હોતે છતે, સ્વતત્વ ચિંતા જ કરવી અથત બહિર્મુખપણામાં મારો જ આ દોષ છે, એ પ્રમાણે સ્વતત્વ ચિંતા કરવી અને અંતર્મુખપણામાં ઉદાસીનપણું રાખવું. પછા ભૂમિશુદ્ધિ દ્વાર - ગાથા-૫-૬-૭નો ભાવાર્થ :
ધર્મની પ્રવૃત્તિમાં કોઈને પણ અપ્રીતિ થાય તેવી સંભાવના હોય તો પણ તેના પરિહાર માટે શક્ય પૂર્ણ યત્ન કરવો જોઈએ. તે ન કરવામાં આવે તો જીવોને તે અપ્રીતિને કારણે ધર્માનુષ્ઠાન પ્રત્યે દ્વેષ થાય અને તે ગુણનો દ્વેષ હોવાથી તે જીવોને અબોધિની પ્રાપ્તિ થાય, અને તેવી અબોધિની પ્રાપ્તિમાં, જે ધર્મમાં ઉદ્યત પુરુષ નિમિત્તભાવ પામે, તેમને પણ દુર્લભબોધિ કર્મ બંધાય. માટે શક્તિ અનુસાર પરની અપ્રીતિને દૂર કરવા માટે પ્રયત્ન કરવો જોઈએ. જેમ ભગવાનશ્રી મહાવીરસ્વામીએ તાપસોની અપ્રીતિના પરિવાર માટે ચોમાસામાં પણ વિહાર કર્યો. જો ભગવાન ત્યાંથી વિહાર ન કરત તો ભગવાનના ઉચિત આચાર પ્રત્યે તાપસોને દ્વેષ થાત, જે ગુણદ્વેષરૂપ છે અને દુર્લભબોધિનું કારણ છે. જ્યારે ભગવાનના સ્થાનાંતરના ગમનથી તે અપ્રીતિનો પરિહાર થાય તેમ છે, તેથી ભગવાને ચાતુર્માસમાં વિહાર કર્યો.
તે જ રીતે જિનમંદિર આદિ માટે શુદ્ધ ભૂમિ ગ્રહણ કરતી વખતે કોઈને અપ્રીતિ થાય તેના પરિવાર માટે શક્ય સર્વ ઉપાયોમાં યત્ન કરવો જોઈએ અર્થાત્ જમીન ખરીદતા પૂર્વે જ નજીકના વસનારા જીવોને અત્યંત સત્કારપૂર્વક ભક્તિ કરીને તેમની સંમતિ થાય તે અર્થ પ્રચુર ઘનવ્યય કરીને પણ તેઓને અભિમુખ