________________
પ્રતિમાશતક ભાગ-૩/ સ્તવપરિણા | ગાણા-૧૬-૧૭–૧૮-૧૯, ૨૦
૧૫ કે, હું આ જિનભવન કરી, તેમાં જિનબિંબની પ્રતિષ્ઠા કરી, મારા આત્માનું કલ્યાણ કર્યું. અને જિનમંદિરનું નિર્માણ કરતી વખતે ગાથા-૧૭થી ૧૯માં કહેલ શુભાશય હોવાથી સ્વાશયવૃદ્ધિ થાય છે.
અહીં આ પ્રકારની ચિંતા સદા વર્તતી હોય એમ કહ્યું, તેનો ભાવ એ છે કે, જિનમંદિર બનાવવાના પ્રવૃત્તિકાળમાં અને ત્યાર પછી પણ આ પ્રકારની વિચારણા પ્રવર્તવી જોઈએ. અને અપ્રતિપતિત એવી ચિંતા સદા વર્તતી હોય એમ કહ્યું તેનું તાત્પર્ય એ છે કે, ક્વચિત્ કોઈ જીવને આવી વિચારણા પ્રગટ થયા પછી વિરુદ્ધ ભાવની રુચિ થવાથી તે વિચારણા પ્રતિપતિત થઈ જાય છે, પરંતુ જે જીવની બુદ્ધિમાં સંસાર સમુદ્રરૂપે જ ભાસતો હોય અને તે સંસારસમુદ્રને તરવા માટે ભગવાન પરમ આલંબનરૂપ ભાસતા હોય, તેથી જિનમંદિરના નિર્માણ વગેરેમાં જ પોતાના ધનનું સાફલ્ય દેખાતું હોય, તેવો જીવ સંસારના અન્ય પ્રસંગે અન્ય વિચારણા કરતો હોય છતાં તેના ચિત્તમાં આ ભાવ સદા અપ્રતિપતિત રહી શકે છે; અને તે સદા=આજન્મ સુધી રહી શકે સંયમની પ્રાપ્તિ થાય ત્યાં સુધી અથવા ગૃહસ્થ ધર્મમાં આજન્મ સુધી રહી શકે, તો તે શુભઆશયની વૃદ્ધિ કહેવાય છે. ll૧૬-૧૭-૧૮-૧લા અવતરણિકા -
जिनभवनकारणविधिरुक्तः, अनन्तरकरणीयमाह - અવતરણિતાર્થ -
જિનભવન કરાવવાની વિધિ કહી, (હવે) અનંતર કરણીય=જિનભવન થઈ ગયા પછી કરવા યોગ્ય કૃત્યને કહે છે – ગાથા :- .
"निप्फाइय जयणाए जिनभवणं सुंदरं तहिं बिंबं ।
विहिकारियमह विहिणा पइट्ठविज्जा असंभंतो" ।।२०।। ગાથાર્થ :
યતના વડે સુંદર જિનભવન બનાવીને ત્યાં=જિનભવનમાં, વિધિપૂર્વક કરાવેલા (ભગવાનના) બિંબને, અસંભ્રાન્ત અનાકુળ થઈ વિધિ વડે પ્રતિષ્ઠાપિત કરે. ll૨૦II ટીકા :
निष्पाद्य यतनया परिणतोदकादिग्रहणरूपया जिनभवनं जिनायतनं, सुन्दरम्, तत्र भवने बिम्बं भगवतः विधिकारितं सदेव (सद् अथ) विधिना वक्ष्यमाणेन प्रतिष्ठापयेद्, अभ्रान्तः अनाकुलः, સારા
જ ટીકામાં વિધારિત’ પછી ‘સવ' પાઠ છે. ત્યાં “સત્યપાઠ હોવો જોઈએ અને પંચવસ્તુ ગાથા૧૧૨માં એ મુજબ “સત્ ' પાઠ છે.